Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રોજ સવારે ખાલી પેટ કરો ફણગાવેલા મગનું સેવન

આપણા વડીલો પણ આપણને સલાહ આપે છે કે દરેક દિવસ કોઈ ને કોઈ કઠોળ ખાવા જોઈએ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફણગાવેલા મગનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. ફણગાવેલા મગને સવારે નાસ્તામાં ખાલી પેટ ખાવાથી વધારે ફાયદો થાય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Sprouted Mug Is Beneficial For Health
Sprouted Mug Is Beneficial For Health

ફણગાવેલા મગનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. ફણગાવેલા મગને સવારે નાસ્તામાં ખાલી પેટ ખાવાથી વધારે ફાયદો થાય છે.

મગ પોષક તત્ત્વ યુક્ત અને શક્તિશાળી હોય છે, ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી Vitamin C, વિટામિન બી Vitamin B, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, કેલ્શિયમ, ફોસ્ફરસ, નિઆસિન, થાઈમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણાં પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક છે.

ફણગાવેલા મગ સ્વાસ્થ્ય પર કરે છે અસર 

ફણગાવેલા મગ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે, દરરોજ ફણગાવેલા મગ અથવા મગનું પાણી પીવાથી સ્કીન અને વાળની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે.  જે લોકોને શરીરમાં નબળાઈ રહે છે તેમણે રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાવા જોઈએ. એ સિવાય કસરત કર્યા પછી મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય છે. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં મગની દાળ મદદ કરે છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે. મગની દાળમાં રહેલુ ઓલીયોસાચ્ચારાઈડસ નામનું તત્ત્વ ગંભીર રોગોથી બચવાની ક્ષમતામાં વધારો કરે છે. કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખૂબ અસરકારક રહે છે.

આ પણ વાંચો : સૂકી દ્રાક્ષનું કરો સેવન, થશે આ ફાયદા

રોગપ્રતિકારક શક્તિ વધારે

હાલ કોરોના મહામારી દરમિયાન સરકારથી લઈને ડોક્ટરો તમામ લોકો ઈમ્યુનિટી પાવર વધારવાની સલાહ આપતા હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હશે, તે લોકો જ કોરોના વાયરસ સામે ટકી શકશે. ફણગાવેલા મગનું નિયમિત સેવન કરવાથી તે તમારા શરીરની ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.  ખાલી પેટે એક મુઠ્ઠી ફળગાવેલા મગ ખાવાથી તે તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ મજબૂત કરી દેશે. તમે ઈચ્છો તો સલાડ અથવા ચાટના રૂપમાં પણ ફણગાવેલા મગને ખાઈ શકો છો. આવો અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામીન સી Vitamin C, વિટામિન ઈ જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે.

આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વજન ઘટાડવામાં ઉપયોગી

તમને જણાવી દઈએ કે ફણગાવેલા મગમાં ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. એવામાં રોજ ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી વજનને સરળતાથી ઓછુ કરી શકાય છે.

પાચન શક્તિ બનાવે મજબૂત

લાઈફસ્ટાઈલ અને ભોજનમાં ગડબડીના કારણે દુનિયામાં લાખો લોકો પાચન સંબંધિત મુશ્કેલીઓથી પરેશાન હોય છે, એવામાં રોજ ફણગાવેલા મગનું સેવન કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે ફણગાવેલા મગમાં ફાઈબરની સારી માત્રા હોય છે. જે પાચન અને પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો : દૂધીનુ જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશરથી મળશે છૂટકારો, તેના સિવાય પણ છે અનેક લાભ

આ પણ વાંચો : લીંબુ પાણીનુ વધારે માત્રામાં સેવન પહોંચાડશે નુકસાન

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More