Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સામાન્ય રીતે સોપારીનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, સાથે જ પાન કે ગુટખા બનાવવા માટે પણ સોપારીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમને ખબર છે કે સોપારીનુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. તો આવો જોઈએ સોપારીના સેવનના ફાયદાઓ

Himanee Chauhan
Himanee Chauhan
Areca Nut
Areca Nut

સામાન્ય રીતે સોપારીનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, સાથે જ પાન કે ગુટખા બનાવવા માટે પણ સોપારીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમને ખબર છે કે સોપારીનુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. તો આવો જોઈએ સોપારીના સેવનના ફાયદાઓ

સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનુ કરે છે સમાધાન

સોપારીને આયુર્વેદિક ઔષધિ પણ માનવામાં આવે છે. જોવામાં આવે તો સોપારીને અનેક રોગોની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. આનાથી મોં અને પેટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે. જો કે તેને લગતા ઉપાયોને યોગ્ય રીતે અપનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમને જણાવીશું કે સોપારીની મદદથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર કરી શકાય છે.

મોઢાના ચાંદા મટાડે છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે સોપારીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે સોપારી, નારિયેળ અને સૂકા આદુનો ઉકાળો બનાવીને ગાર્ગલ્સ બનાવી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે. અલ્સર વખતે સોપારીને મોંમાં થોડો સમય રાખવાથી પણ રાહત મળે છે. આટલું જ નહીં, સોપારી અને એલચીને બાળી લો અને તેનો પાવડર મધમાં મિક્સ કરો. આ પેસ્ટને અલ્સર પર લગાવવાથી પણ આરામ મળશે.

સ્ટ્રોકની સમસ્યામાં આપે રાહત

સોપારી ખાવાથી સ્ટ્રોકની સમસ્યાઓમાં ફાયદો થઈ શકે છે. આ સાથે સોપારી અવાજને સુધારવામાં, સ્નાયુઓની તાકાત વધારવામાં અને સ્ટ્રોક ટાળવામાં પણ મદદ કરે છે.

કબજિયાતની સમસ્યામાં કરશે મદદ

રોજ સોપારીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સોપારીના એકથી બે નાના ટુકડા દરરોજ ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જતા હોવાની માન્યતા છે. આ સાથે જ પેટને લગતા રોગ અને તકલીફોમાં પણ રાહત મળે છે. પાચનતંત્ર મજબૂત કરવામાં સોપારી મહત્વની ભૂમિકા ભજવે છે.

પેટના કીડા કરે દૂર

પેટમાં કૃમિ હોવાને કારણે શરીરના વિકાસમાં સમસ્યા થાય છે. પેટના કીડા દૂર કરવા માટે સોપારીનો ઉકાળો પીવો જોઈએ. આટલું જ નહીં, સોપારીના ફળનો રસ પીવાથી પેટમાં રહેલા કૃમિ પણ દૂર થાય છે. અઠવાડિયામાં એકવાર સોપારીનો ઉકાળો અથવા તેના ફળોનો રસ પીવો જોઈએ.

દાંતના દુ:ખાવામાં આપે રાહત

આમ તો લવિંગને દાંતના દુખાવા માટે શ્રેષ્ઠ ઘટક માનવામાં આવે છે, પરંતુ સોપારીનો ઉપયોગ તેનાથી રાહત મેળવવા માટે કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે બળી ગયેલી સોપારીના પાઉડરમાં ભેળવીને દાંત પર ઘસો. જો તમે ઈચ્છો તો સોપારીનો પાવડર સીધો દાંત પર લગાવી શકો છો. તેનાથી તમને પીડામાં ઘણી રાહત પણ મળશે .

ઉલ્ટી રોકવામાં કરે મદદ

 કહેવાય છે કે સોપારી ઉલ્ટી બંધ કરી શકે છે. આ માટે સોપારી, હળદર અને ખાંડ ભેળવીને ખાવાથી ઉલ્ટી બંધ થાય છે. ઉલ્ટી રોકવા માટે તમે બીજી રીતે પણ સોપારી ખાઈ શકો છો. બળી ગયેલી સોપારીનો પાઉડર પાણીમાં નાખો અને તેમાં લીમડાની છાલ ગરમ કરો. હવે આ પાણી પી લો. તેનાથી ઉલ્ટી પણ બંધ થઈ શકે છે.

સ્નાયુઓના દુ:ખાવાને ઘટાડે

સોપારીથી કમર અને ગોઠણના દુઃખાવામાં પણ રાહત થાય છે. સોપારીમાં ઔષધીય ગુણ હોય છે. જેના કારણે સ્નાયુઓમાં થતો દુઃખાવો દૂર થાય છે. સ્નાયુમાં દુઃખાવો કે જકડાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોપારીનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી

આ પણ વાંચો : તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મળશે મદદ, જુઓ અનેક ફાયદાઓ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More