Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મળશે મદદ, જુઓ અનેક ફાયદાઓ

તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી ત્તત્વો બહાર નીકળી જાય છે. જૂના જમાનામાં લોકો રોજ સવારે વહેલા ઉઠીને તાંબાના વાસણમાં પાણી પીતા હતા, અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા હતા.

Himanee Chauhan
Himanee Chauhan
Benefits Of Copper Vessel
Benefits Of Copper Vessel

તાંબાના વાસણમાં પાણી પીવું એ વર્ષો જૂની પરંપરા

આપણા પૂર્વજો તાંબાના બનેલા વાસણોમાં પીવાના પાણીનો સંગ્રહ કરતા હતા. તેની પાછળ એક જ હેતુ હતો અને આ હેતુ માત્ર પીવા માટે શુદ્ધ પાણીનો હતો. ઉપરાંત આયુર્વેદ માટે તાંબુ એક અત્યંત મહત્વપૂર્ણ ધાતુ છે. આવુ એટલા માટે છે કે હજારો વર્ષો સુધી ભારત અને અન્ય એશિયાઈ દેશમાં તાંબાના મોટા-મોટા વાસણોમાં પાણી જમા કરવામાં આવતું હતું. આ સિવાય લોકો ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરવા માટે તાંબાના નાના વાસણોમાં પાણી પીતા હતા. તાંબાના વાસણમાં પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે.

તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે આ ફાયદા  

  • બેક્ટેરિયાનો કરે છે નાશ
  • વા, સાંધાના દુ:ખાવા અને સોજા દૂર કરે છે.
  • ત્વચાને બનાવે છે ચમકતી
  • વધતી ઉંમરને રોકે છે.
  • વજન ઘટાડવામાં કરે છે મદદ પાચનક્રિયા કરે છે ઠીક
  • પાચનક્રિયા કરે છે ઠીક
  • લોહીની ઉણપને કરે છે દૂર
  • કેન્સર સામે લડવામાં કરે છે મદદ

શરીરમાં કોપરની ઉણપથી કઈ બીમારી થાય છે.

જેમ કે આપણે જોયું કે કોપર શરીર માટે ખૂબ જ જરૂરી છે. તાંબાની ઉણપના કારણે દુર્લભ હાઈપ્રોક્યુપ્રેમિયા થઈ શકે છે. એટલે જો સવારે સૌથી પહેલા તાંબાના વાસણનું પાણી પીવાની આદત રાખશો તો તેમાં તેની ઉણપથી થનારી બીમારીઓ નહીં થાય.

તાંબાના વાસણમાં પાણી પીવાની સાચી રીત

  1. સૌથી પહેલા એક તાંબાથી બનેલો હોય અથવા અન્ય ધાતુના નિશાનની સાથે મિશ્રણ થયેલું ના હોય તેવો ગ્લાસ પસંદ કરો. નહીં તો તમને તાંબાના ઉપયોગનો પૂર્ણ લાભ નહીં મળે.
  2. તાંબાના વાસણનો ઉપયોગ કરતા પહેલા તેને લીંબુ અને પાણીથી ધોઈ લો. તાંબાના વાસણને ધોવામાટે કોઈ ડિશવોશિંગ સાબુનો ઉપયોગ ન કરો. કારણ કે તે સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  3. રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને તમારા પલંગ પાસે રાખી દો અને સવારે સૌથી પહેલા તેને પી લો. આવું કરવાથી પાણીનો સ્વાદ થોડો વિચિત્ર લાગશે પણ તમને ધીમે ધીમે તેની આદત પડી જશે.

તાંબાના વાસણ સાથે આ ન કરવુ જોઈએ :

1. તમને જણાવી દઈએ કે આયર્વેદ તાંબાના વાસણમાં દિવસમાં માત્ર બે વખત પાણી પીવાની સલાહ આપે છે તેનાથી વધુ નહીં. ઉપરાંત વિશેષજ્ઞ તાંબાના વાસણને સતત ત્રણ મહિના સુધી વાપર્યા બાદ આ પાણીને એક મહિનાના અંતર બાદ પીવાની સલાહ આપે છે.

2. તાંબાના વાસણમાં પાણી પીવુ તો યોગ્ય છે પરંતુ તેમાં જમવાનું ન બનાવવું. કોપર ટોક્સિટી એક વાસ્તવિકતા છે. તાંબાના વાસણમાં જમવાનું બનાવવાથી આપણા ભોજનમાં અને આપણી સિસ્ટમમાં તાંબાની વધુ માત્રા થઈ શકે છે. જો તમારા શરીરમાં અત્યંત વધુ માત્રામાં તાંબુ જતુ રહ્યું તો તમને પેટમાં દુખાવો અને ઝાડા પણ થઈ શકે છે.

3. જો તમે તાંબાના વાસણમાં જમવાનું બનાવવાનું ચાલુ રાખશો તો તમારા લિવરને પણ ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ થઈ શકે છે.

 

આ પણ વાંચો : જો આરોગ્ય સારુ રાખવું હોય તો ખાલી પેટે ના ખાસો આ વસ્તુ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More