Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હવે ઘરે બનાવો સૌથી મોંઘા પાણી..સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયાદાકારક

તમારા ધરે પાણી ક્યાંથી આવે છે? હું જાણું છું આ કોઈ કરવા વાળો પ્રશ્ન નથી. કેમ કે બઘાને ખબર હોય છે કે પાણી અમારા ઘરમાં પાણીના કનેક્શનથી આવે છે કે પછી અમે જુદા-જુદા કંપનીઓની બાટલી લઈને તે પાણીનો ઉપચોગ કરીએ છીએ.

Amansinh Jadeja
Amansinh Jadeja
હવે ઘરે બનાવો સૌથી મોંઘા પાણી
હવે ઘરે બનાવો સૌથી મોંઘા પાણી

તમારા ધરે પાણી ક્યાંથી આવે છે? હું જાણું છું આ કોઈ કરવા વાળો પ્રશ્ન નથી. કેમ કે બઘાને ખબર હોય છે કે પાણી અમારા ઘરમાં પાણીના કનેક્શનથી આવે છે કે પછી અમે જુદા-જુદા કંપનીઓની બાટલી લઈને તે પાણીનો ઉપચોગ કરીએ છીએ. પરંતુ હું તમને કઉં કે તમે હવે પાણી તમારા ઘરે બનાવી શકો છો...સાંભળીને ચોંકી ગયા ને. પણ આ વાત તદ્દન સાચી છે. હવે તમે તમારા ઘરે પાણી બનાવી શકો છો અને ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.

ખંજવાળથી મળે છે રાહત

વાત જાણો એમ છે કે ઘણીવાર આવું બને છે કે કેટલીક મહિલાઓ અને પુરુષો પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ અને બળતરની ફરિયાગ લઈને ડૉક્ટર પાસે જાય છે. જેના માટે તેઓ ડૉક્ટર દ્વારા પ્રિઝકાઈપ કરેલી દવાઓનું સેવન પણ કરે છે. પરંતુ તેમની આ સમસ્યા ઝડપથી દૂર થતી નથી. હાં કેટલાક સમય માટે બંઘ થઈ જાય છે પણ કાચમ માટે ખત્મ થતી નથી. આથી કરીને તેઓને ઘરે બનાવવામાં આવેલ આ પાણીનું સેવન ચોક્ક્સ પણે કરવું જોઈએ. જણાવી દઈએ આ પાણીને આલ્કલાઇન વૉટર તરીકે ઓળખવામાં આવે છે. તેને પીવાથી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળથી લઈને પીઠના દુખાવા સુધી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

આવી રીતે તૈયારા કરો આલ્કલાઇન વૉટર

આલ્કલાઇન વૉટર તરીકે ઓળખાતા આ પાણીને ઘરે તૈયાર કરવામાં તમે વધું મેહનત કરવાની પણ જરૂર નથી. જણાવી દઈએ માર્કેટમાં આ પાણીની કિંમત ઘણી વધારે છે. આથી તેને સરળતાથી ઘરે બનાવીને તમને બીમારીથી રાહત તો મળશે જ સાથે જ તમને આ પાણી માટે માર્કેટમાં પૈસા પણ નથી ખર્ચવું પડે. ચાલો હવે અમે તમને જણાવીએ કે આ પાણી કેવી રીતે તૈયાર કરવાનું રહેશે. તેના માટે તમારે સૌથી પહેલા કાકડી લેવાની છે અને તેના નાના-નાના ટુકડા કરીને બરણીમાં ભરી લો.

ત્યાર પછી 10-12 ફુદીનાના પાન અને એક લીંબુના નાના ટુકડા કરીને તેને પણ બરણીમાં નાખી દો. હવે તેમાં પાણી ભરીને તેને 7થી 8 કલાક માટે એક જગ્યા મુકીને છોડી દો. 7 થી 8 કલાક પછી માર્કેટમાં મળતું સૌથી મોંઘુ અને સ્વાસ્થયથી ભરપૂર પાણી તમને મળી જશે. જણાવી દઈએ આ પાણીને 12 કલાકની અંદર પીવાનું હોય છે. તેને એક દિવસમાં થોડા-થોડા કરીને પીવું જોઈએ. તેના સાથે જ તમારે સામાન્ય પાણી પણ પીવું જોઈએ.

સૌથી મોંઘુ આલ્કલાઇન પાણીના ફાયદા

આલ્કલાઇન પાણીનું pH સ્તર સામાન્ય પાણી કરતા વધારે હોય છે. તે શરીરમાં વધતા એસિડને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં ઘણા ખનિજો પણ હોય છે. પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓ હોય કે પછી શરીરનું અવ્યવસ્થિત પીએચ લેવલ ઠીક કરવું હોય. તે પાણી તમને આ સમસ્યાઓથી રાહત આપશે. જેમ કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આ પાણી તમને  ડિહાઇડ્રેશન જેવી સમસ્યાનો સામનો કરવા માટે તાકાત આપશે, કેમ કે કાકડી અને ફુદીના શરીરને ઉનાળામાં ઠંડક પહોંચાડે છે.

કોઈ મહિલાને યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા હોય તો આ ઘરે બનાવેલું આલ્કલાઈન પાણી પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. લગભગ 15 દિવસ સુધી દરરોજ આ પાણી પીવાથી આરામ મળે છે. આટલું જ નહીં, આલ્કલાઇન પાણી શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો:ઉનાળામાં નથી હોવી જોઈએ પાણીની ઉણપ,પરંતુ વધુ તરસ પણ નથી સારી

લીવરને ડીટોક્સ કરવામાં મદદ કરે છે

જો તમે લીવરને ડીટોક્સ કરવા માંગતા હોવ તો આલ્કલાઇન પાણી તેમાં મદદરૂપ થશે અને ફેટી લીવર જેવી સમસ્યાઓથી તમને રાહત આપશે. આલ્કલાઇન પાણી પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.આ ઉપરાંત તેને પીવાથી ડાયાબિટીસ, થાઈરોઈડ અને મેનોપોઝ જેવી સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More