Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ 4 લોકોને ક્યારે પણ નથી કરવું જોઈએ દ્રાક્ષનું સેવન, થઈ શકે છે આડઅસર

દ્રાક્ષ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિને ખાવાનું પસંદ હોય છે. કારણ કે તેને છાલવાની કે કાપવાની કોઈ ઝંઝટ નથી હોતી. હેલ્થ એક્સપર્ટના મતે ડાયટમાં દ્રાક્ષનો સમાવેશ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

Amansinh Jadeja
Amansinh Jadeja
દ્રાક્ષનું સેવન
દ્રાક્ષનું સેવન

દ્રાક્ષ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિને ખાવાનું પસંદ હોય છે. કારણ કે તેને છાલવાની કે કાપવાની કોઈ ઝંઝટ નથી હોતી. હેલ્થ એક્સપર્ટના મતે ડાયટમાં દ્રાક્ષનો સમાવેશ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. કારણ કે દ્રાક્ષમાં વિટામિન્સનો ભરપૂર સ્ત્રોત હોય છે અને દરરોજ દ્રાક્ષનું સેવન કરવાથી ફક્ત ત્વચા અને વાળને લગતી સમસ્યાઓથી રાહત નથી મળતી પણ તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.

પરંતુ શું તમને ખબર છે કે દ્રાક્ષ ખાવાના આટલા બધા ફાયદા હોવા છતાં કેટલાક લોકો માટે દ્રાક્ષ ઝેરનું પણ કામ કરે છે. તેથી એવા લોકોને તેના સેવન ટાળવું જોઈએ. કૃષિ જાગરણ ગુજરાતીના આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે કયા લોકોને દ્રાક્ષનું સેવન નથી કરવું જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

ડાયાબિટીસના દર્દીઓ

ડાયાબિટીસના દર્દીઓએને પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તમારી તરફથી થોડી બેદરકારી તમારા બ્લડ સુગરને વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને દ્રાક્ષનું સેવન નથી કરવું જોઈએ. કેમ કે ફક્ત ખાંડથી જ નહીં દ્રાક્ષના સેવનથી પણ તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષનું સેવન ટાળવું જોઈએ. કારણ કે દ્રાક્ષમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ સુગરને વધારવામાં મદદ કરી શકે છે.

પેટની સંબધિત સમસ્યાઓથી સંબધિત દર્દી

જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય તો તમારે દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે દ્રાક્ષમાં કુદરતી રીતે ખાંડ મોટી માત્રામાં હોય છે. જેના કારણે દ્રાક્ષનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ડાયેરિયા અને બ્લોટિંગ થઈ શકે છે. આ સિવાય દ્રાક્ષમાં હાજર અદ્રાવ્ય ફાઈબરને કારણે પણ પેટમાં દુખાવો થઈ શકે છે.

આ પણ વાંચો: વધુ પડતું પ્રોટિનથી થઈ જશે ધમનીઓમાં બ્લોકેજ, આવી શકે છે હાર્ટ એટેક

કિડની રોગથી પીડાતા

મૂત્રપિંડની પથરી અથવા કિડની સંબંધિત રોગોથી પીડાતા અને દવાઓ લેતા લોકોને પણ દ્રાક્ષનું સેવન ટાળવું જોઈએ. કારણ કે દ્રાક્ષમાં હાજર ઓક્સાલેટ કિડનીમાં પથરી અથવા કિડનીની બિમારીનું જોખમ પહેલા કરતા પણ વધુ વધાવામાં મદદ કરે છે.

વજન વધી જશે

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો પણ તમારે દ્રાક્ષનું સેવન ન કરવું જોઈએ. કારણ કે દ્રાક્ષમાં વધારે માત્રામાં કેલેરી હોય છે. જેના કારણે રોજિંદા આહારમાં દ્રાક્ષનો સમાવેશ કરવાથી વજન વધી શકે છે. તેથી, જો તમે ફિટ રહેવા માંગતા હો, તો તમારે દ્રાક્ષનું સેવન ટાળવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More