Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આદુનું પાણી પીવાથી થાય છે શરીરને અગણિત ફાયદાઓ

આદુ શરીર માટે એક ઔષધિ સમાન છે, અને આદુનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તમે તેને ગરમ કરવા માટે એક ગ્લાસ પાણી તપેલીમાં ગેસ પર કરો. આ પાણીમાં આદુ પીસી લો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરો, અને પાણીને ગાળી લો તેને ઠંડુ કરો અને પીવો. તો આવો જોઈએ આદુનુ પાણી પીવાના ચમત્કારિક ફાયદા.

Himanee Chauhan
Himanee Chauhan
Drinking Ginger Water
Drinking Ginger Water

સ્વાસ્થ્ય જાળવી રાખે

જે લોકો નિયમિત રીતે આદુનું પાણી પીવે છે, તેમને પેટની કોઈ સમસ્યા રહેતી નથી, આદુનું પાણી પીવાથી કબજિયાત અને ગેસની સમસ્યા થતી નથી. સાથોસાથ ખોરાક પણ સારી રીતે પચે છે. જો પાચક શક્તિ નબળી હોય તો, ખોરાક ખાધા પછી અડધો કપ આદુ પાણી પીવો. આ પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. ઉપરાંત  રોજ સવારે આદુનું પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે. આદુ એક ઔષધિ છે.

બ્લડ શુગરને રાખે છે નિયંત્રણમાં

આદુ ફાસ્ટિંગ બ્લડ શુગરના સ્તરને ઓછું કરી શકે છે, આદુમાં ટૈનિન, પૉલીફેનાલિક, ફ્લેવોનૉયડ્સ અને ટ્રાઇટરપેનૉઇડ સંયોજનો હોય છે, જે હાઈપોગ્લાઇસેમિક એટલે બ્લડ શુગર ઘટાડવાની અસર દર્શાવે છે. સાથે જ આદુમાં રહેલ મુખ્ય ઘટક જીંઝરોલ શરીરમાં આલ્ફા એમાઈલેઝ અને આલ્ફા ગ્લુકોસિડેઝને ઉત્સેચકો સુધારો કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે. જેના કારણે કહેવામાં આવે છે કે આદુમાં એન્ટી ડાયબિટિક અસર હોય છે.

વજન ઘટાડવામાં કારગર

વજન ઓછું કરવા માટે સૌથી અસરકારક ઉપાય છે કે આહારમાં એક ગ્લાસ આદુના પાણીનો સમાવેશ કરો. આદુનું પાણી પીવાથી વજન ઓછું થાય છે. દરરોજ સવારે આ પાણી પીવાથી શરીરની ચરબી બળી જાય છે અને વજન ઓછું થવું સરળ બને છે. તેથી, વધારે વજનથી હેરાન લોકોએ આદુનું પાણી પીવું જોઈએ. એક ગ્લાસ પાણી તપેલીમાં ગેસ પર કરો. આ પાણીમાં આદુ પીસી લો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરો, અને પાણીને ગાળી લો તેને ઠંડુ કરો અને પીવો. 

માસિક સ્ત્રાવની પીડા ઓછી કરશે

મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન ઘણી પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ઘણી સ્ત્રીઓને પીરિયડ દરમિયાન ભારે પીડા થાય છે. જો પીરિયડ દરમિયાન આદુનું પાણી પીવામાં આવે છે, તો દુખાવો દૂર થાય છે. તેથી, જે છોકરીઓની કમર અથવા પેટમાં દુખાવો થતો હોય છે, તેઓએ એક ગ્લાસ ગરમ આદુનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી પીડામાંથી તાત્કાલિક રાહત મળશે.

આ પણ વાંચો : શિયાળામાં પીઓ આ સુપ, જેનાથી વધશે ઈમ્યૂનિટી

આ પણ વાંચો : રાત્રે ગરમ પાણી પીવાથી પણ થાય છે અનેક ફાયદા, આવો જાણીએ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More