Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health Benefits :પલાળેલી અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

અખરોટને બધા જ પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટનું સેવન કરવાનું આરોગ્યને ઘણો ફાયદો થાય છે. જો તમે અખરોટને પલાળીને તેનુ સેવન કરો તો તેનાથી મળતા ફાયદા બે ગણા થઈ જાય છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા હોય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Steeped Nuts Benefits
Steeped Nuts Benefits

તમે અખરોટને પલાળીને તેનુ સેવન કરો તો તેનાથી મળતા ફાયદા બે ગણા થઈ જાય છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા હોય છે.

હૃદયને રાખે સ્વસ્થ

અખરોટના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે.  અખરોટમાં વિપુલ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસીડ મળી આવે છે, જે માનવીના હૃદયને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.

કેન્સરના સામે રક્ષણ આપે

અખરોટ સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર તેમજ કોલોરેક્ટલ કેન્સર જેવા ભયાનક રોગોના જોખમને દૂર કરવામા મદદ કરે છે. અખરોટમાં પોલીફેનોલ ઈલાગીટેનીન્સ નામનુ તત્વ હોય છે કે જે કેન્સર સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય અખરોટ હોર્મોન્સને લગતા કેન્સરના જોખમને પણ ઓછુ કરે છે. અખરોટમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટસ શરીરમાં કેન્સરના કોષના વિકાસને રૂંધે છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન

પાચનશક્તિ મજબુત બનાવે

અખરોટને ફાયબરનો સ્ત્રોત માનવામાં આવે છે. અખરોટ પાચન શક્તિની સિસ્ટમને સ્વસ્થ બનાવે છે. જો પેટને યોગ્ય રાખવું હોય તેમજ કબજીયાત જેવી તકલીફથી બચવું હોય તો રોજ ફાયબરથી ભરપૂર વસ્તુઓને આરોગવી ખુબ જ આવશ્યક છે. એવામાં તમે કાયમ પલાળેલ અખરોટનું સેવન કરો છો તો તમારુ પેટ સ્વસ્થ રહેશે અને કબજીયાતથી છુટકારો મળશે.

સારી ઉંઘ આવશે

અખરોટને ખાવાથી ઉંઘ સારી આવે છે તેમજ સાથોસાથ સ્ટ્રેસને પણ દૂર રાખવામા સહાયતા કરે છે. અખરોટમાં મેલાટોનીન નામનું તત્વ હોય છે કે જે એક યોગ્ય ઉંઘ પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. ઓમેગા-3 ફેટી એસીડ લોહીના દબાણને કાબુમાં લાવીને સ્ટ્રેસને ભગાડે છે અને મગજ શાંત રાખે છે. પલાળેલ અખરોટનું નિયમિત સેવન કરવાથી તમારો સ્વભાવ યોગ્ય બની રહેશે.

આ પણ વાંચો : Cashews Benefits : કાજુ ખાવાથી થશે અનેક ફાયદા, વજન ઘટાડવામાં છે ઉપયોગી

 

દાંત અને હાડકા માટે ફાયદાકારક

દરરોજ સવારે બે પલાળેલા અખરોટનું સેવન તમારા શરીરની બે મુખ્ય વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પલાળેલા અખરોટમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરી શકે છે. અખરોટમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ માત્ર તમારા હાડકાં જ નહીં પણ તમારા દાંતને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : નારંગી ખાવાથી હ્રદયથી લઈને આંખો બધુ રહેશે સ્વસ્થ

આ પણ વાંચો : અસ્થમામાં રાહતની સાથે વજન વધારવા માટે અંજીર છે ઉપયોગી

 

 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More