Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

નારંગી ખાવાથી હ્રદયથી લઈને આંખો બધુ રહેશે સ્વસ્થ

નારંગી ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ફળનો સ્વાદ થોડો ખાટો અને સહેજ મીઠો હોય છે. નારંગી સ્વાસ્થય માટે ફાયદાકારક પણ હોય છે અને આ ફળ ને જે લોકો ખાય છે તે લોકોની ત્વચા,વાળ અને સ્વાસ્થય પર તેની સારી અસર પડે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Oranges
Oranges

નારંગીનો સ્વાદ થોડો ખાટો અને સહેજ મીઠો હોય છે. નારંગી સ્વાસ્થય માટે ફાયદાકારક પણ હોય છે અને આ ફળ ને જે લોકો ખાય છે તે લોકોની ત્વચા,વાળ અને સ્વાસ્થય પર તેની સારી અસર પડે છે.

નારંગી બધા સાઈટ્રસ ફળોની જેમ, વિટામિન સી  Vitamin Cની સામગ્રીનો એક વાસ્તવિક રેકોર્ડ ધારક છે, તેથી જ  તે લોકોના આહારનો ફરજિયાત ભાગ છે. ઉલ્લેખનીય છે કે  જેને વારંવાર ફ્લૂ અને શરદી હોય છે. તેમના માટે નારંગીના ફાયદાઓ અનેક છે. ઉપરાંત શરીરમાં ઈમ્યૂનિટી પણ વધારવા માટે નારંગી મદદ કરે છે.

હ્રદયને રાખે ફિટ

નારંગીના ફાયદા અગણિત છે અને આ ફળ ખાવાથી હૃદય પર સારી અસર પડે છે. નારંગીની અંદર પોટેશિયમ અને ક્લોલિન જેવા તત્વો જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો : Watermelon : સૌને પ્રિય એવા તરબૂચની ખેતી કરો 3થી 4 મહિનામાં મળશે સારો પાક

આંખોનુ તેજ વધારે

આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાટે નારંગી ફાયદાકારક સાબિત થાય છે. નારંગીમાં વિટામિન એ Vitamin A વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામિન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામિન એ વાળી વસ્તુ ખાવાથી આંખોની રોશની બરાબર રહે છે. આ સિવાય નારંગી ખાવાથી પણ મોતિયા થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તેથી,જે લોકોની આંખો નબળી છે તેઓએ ચોક્કસપણે આ ફળ ખાવું જોઈએ. આ ફળ ખાવાથી આંખોની રોશની સરખી થઈ જાય છે.

ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીઓ માટે નારંગી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બીમારીથી પીડાતા લોકો જો નારંગી ખાય તો શરીરમાં શુગરનું સ્તર યોગ્ય બન્યું રહે છે. ખરેખર સુગરની બીમારીથી પીડાતા લોકો માટે ખાટી વસ્તુઓને સારી માનવામાં આવે છે. અને ખાટી વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થઈ જાય છે અને શરીરમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે છે.

આ પણ વાંચો : લીંબુ અને હળદરનું સેવન છે લાભાદાયી

વજન ઘટાડવામાં ઉપયોગી

નારંગીને ખાવાથી વજન આપોઆપ ઓછું થવા લાગે છે.ખરેખર નારંગીની અંદર ફાયબર સારી માત્રામાં જોવા મળે છે અને તેને ખાવાથી ભુખ વધારે લાગતી નથી. ભૂખ ઓછી લાગવાથી તમારું વજન પોતાની જાતે ઓછું થવા લાગે છે. એટલા માટે જે લોકોને પોતાનું વજન ઓછું કરવું છે, એ લોકોએ પોતાના આહારમાં નારંગીનો સમાવેશ કરવો જરૂરી છે.

ઈમ્યૂનિટી વધારશે

નારંગી ખાવાના ફાયદા ઈમ્યૂનિટી વધારવામાં ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન સી Vitamin C વાળા ખોરાકને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પર સારી અસર પડે છે. અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી ઘણી ઘાતક બીમારીઓથી શરીરની રક્ષા થાય છે.

બ્લડ પ્રેશરને રાખે નિયંત્રણમાં

બ્લડ પ્રેશરના દર્દી જો નારંગી ખાય તો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ખરેખર નારંગીની અંદર સોડિયમ જોવા મળે છે અને સોડિયમ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. નારંગી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં આવી જાય છે.

આ પણ વાંચો : અસ્થમામાં રાહતની સાથે વજન વધારવા માટે અંજીર છે ઉપયોગી

આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More