Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

દૂધીનુ જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશરથી મળશે છૂટકારો, તેના સિવાય પણ છે અનેક લાભ

મોટાભાગના લોકોને દૂધીનું શાક ભાગ્યે જ ભાવતું હશે, પરંતુ શું તમને ખબર છે કે કે દૂધી ખાવાથી આપણા શરીરને ઘણા લાભ થાય છે. તેમાં પણ ખાસ કરીને દૂધી ખાવાથી વિટામીન બી Vitamin B, વિટામિન સી Vitami C અને આઇરન જેવાં તત્વો આપણને મળી રહેતા હોય છે. દૂધીનું જ્યૂસ ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજનું કામ કરે છે. તો ચાલો આજે આપણે દૂધીનું જ્યૂસ પીવાથી થતા ફાયદા જાણીશું.

Himanee Chauhan
Himanee Chauhan
Bottle Ground Juice
Bottle Ground Juice

શું તમને ખબર છે કે કે દૂધી ખાવાથી આપણા શરીરને ઘણા લાભ થાય છે. તેમાં પણ ખાસ કરીને દૂધી ખાવાથી વિટામીન બી Vitamin B, વિટામિન સી Vitami C અને આઇરન જેવાં તત્વો આપણને મળી રહેતા હોય છે. દૂધીનું જ્યૂસ ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજનું કામ કરે છે. તો ચાલો આજે આપણે દૂધીનું જ્યૂસ પીવાથી થતા ફાયદા જાણીશું.

દૂધીનું જ્યૂસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દૂધીની તાસીર ઠંડી હોવાને કારણે તે શરીરને અને મનને શાંત કરે છે. જે લોકોમાં લોહીની ઉણપ હોય તે લોકોએ રોજ સવારે એક ગ્લાસ દૂધીનું જ્યૂસ પીવું જોઈએ. જે લોકોને સાંધાનો કે કમરનો દુખાવો થતો હોય તે લોકો માટે પણ દૂધીનું સેવન લાભદાયી છે. છાતીમાં બળતરા. ટીબી. ઉધરસ વગેરે રોગોમાં પણ દૂધીનુ જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઉલ્લેખનીય છે કે ખૂબ તાવ હોય અને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈને રાહત થાય છે. દૂધીના નાના ટુકડા કરી તેમાં આંબલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુ:ખાવામાં લાભ થાય છે.

 

આ પણ વાંચો : નારંગી ખાવાથી હ્રદયથી લઈને આંખો બધુ રહેશે સ્વસ્થ

ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજો ઉતરે છે.દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. ઉપરાંત વાળ ખરતા હોય તો દૂધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.

જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટે દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠું નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી હોતી.

આ પણ વાંચો : ફિંડલા નામક ફળના ચમત્કારિક ફાયદા, અનેક બીમારીઓને ભગાડવામાં છે કારગર

દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ લોહીની નસોને પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. ચાંદા અલ્સર પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે. દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.

આ પણ વાંચો : જેઠીમધના છે અનેક ફાયદા, અનેક રોગોનો છે અકસીર ઉપાય

આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More