Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શિયાળામાં ખાલી પેટ આ વસ્તુ ખાઓ થશે ઘણો ફાયદો

શિયાળાની ઋતુમાં આપણે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આ એક એવી ઋતુ છે જેમાં આપણું પાચનતંત્ર સુસ્ત થઈ જાય છે. ઓછું પાણી પીવાથી શરીર પણ ડીહાઇડ્રેટ થવા લાગે છે. તેથી, બીમાર પડવાનું જોખમ વધે છે.

Himanee Chauhan
Himanee Chauhan
This Food Is Good For Winter Season?
This Food Is Good For Winter Season?

શિયાળામાં કેવી રીતે જાળવી શકશો એનર્જી

શિયાળામાં ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી બીમારીઓ તો દૂર રહે છે, પરંતુ દિવસભર એનર્જી પણ રહે છે. જેમ કે હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. શિયાળાની ઋતુમાં તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણી અને મધથી કરો. મધમાં મિનરલ્સ, વિટામિન્સ, ફ્લેવોનોઈડ્સ અને એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે. તે આંતરડાને સાફ રાખે છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે આ પીણું વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

1. ખાલી પેટ પપૈયું ખાવાના ફાયદા

ઉલ્લેખનીય છે કે પપૈયું આંતરડા માટે સારું માનવામાં આવે છે. તે પેટની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. શિયાળાની ઋતુમાં તમે તમારા નાસ્તામાં સરળતાથી સામેલ કરી શકો છો. ખાસ વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી રાહત આપે છે.

2. પલાળેલી બદામ ખાવાથી થશે ફાયદો


ખાલી પેટે પલાળેલી બદામ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે. બદામમાં મેંગેનીઝ, વિટામિન ઈ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. પોષણ આપવાની સાથે બદામ શરીરને ગરમ પણ રાખે છે. આમ શિયાળામાં પલાળેલી બદામ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.

પલાળેલા અખરોટનું કરો સેવન


રાત્રે પલાળેલા અખરોટ ખાવાથી તમારા દિવસની શરૂઆત કરો. કારણ કે બદામની જેમ અખરોટને પલાળીને રાખવાથી પણ વધુ ફાયદો થાય છે. તમે રાત્રે 2-5 અખરોટ પલાળી રાખો અને સવારે ઉઠીને તેને ખાલી પેટ ખાઓ. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

આ પણ વાંચો : સંસદનું બજેટ થયુ શરૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યુ અભિભાષણ

આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More