Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સંસદનું બજેટ થયુ શરૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યુ અભિભાષણ

આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે, શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ. સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરતાં તેમણે કોરોના મહામારીથી લઈને આ દરમિયાન ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપી હતી. તેમના ભાષણમાં ખેડૂતો, મહિલાઓથી લઈને ત્રણ તલાક સુધીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો.

Himanee Chauhan
Himanee Chauhan
Budget Session 2022
Budget Session 2022

બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય : PM

બજેટસત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય. આ દેશને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ અભિભાષણ

બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ છે. તેમણે દેશના વીરોને નમન કરીને અભિભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે કોરોનાએ મુશ્કેલીઓ વધારી છે. આજે ભારત સૌથી વધુ રસીકરણવાળા દેશોમાં સામેલ છે. ઉપરાંત તેમણે ઉમેર્યુ કે કોરોનાનો ત્રીજો ડોઝ અને યુવાઓને પણ રસી અપાઈ રહી છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે. આથી 64 હજાર કરોડ રૂપિયાથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે.

સ્વાસ્થ્યકર્મીઓનો માન્યો આભાર


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે કોવિડના કારણે અનેક લોકોના જીવ ગયા. આવી પરિસ્થિતિઓમાં પણ કેન્દ્ર, રાજ્યો, ડોક્ટરો, નર્સો, વૈજ્ઞાનિકો અને આપણા સ્વાસ્થ્યકર્મીઓએ એક ટીમ તરીકે કામ કર્યું. હું તમામ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સનો આભારી છું. તેમણે કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધની લડતમાં ભારતની ક્ષમતા રસીકરણ કાર્યક્રમમાં જોવા મળી. આયુષ્યમાન ભારત કાર્ડથી ગરીબોને ફાયદો થયો. જન ઔષધિ કેન્દ્રમાં ઓછી કિંમતે દવાઓની ઉપલબ્ધતા પણ એક સારું પગલું હતું. 

લોકતંત્ર વિશે કરી મહત્વની વાત


રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે ડોક્ટર બી આર આંબેડકરે કહ્યું હતું કે તેમનો આદર્શ સમાજ સ્વતંત્રતા, સમાનતા અને સદ્ભાવ પર આધારિત હશે. લોકતંત્ર ફક્ત સરકારનું એક સ્વરૂપ નથી, લોકતંત્રનો આધાર લોકો પ્રત્યે સન્માનની ભાવના છે. મારી સરકાર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને પોતાના માર્ગદર્શક સિદ્ધાંત માને છે. આજે ભારત દુનિયામાં સૌથી મોટો ખાદ્ય વિતરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. 

પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાનો કર્યો ઉલ્લેખ


રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે મારી સરકાર રેકડી-ફેરિયાવાળાઓને લાભ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના પણ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 28 લાખ રેકડીવાળા ફેરિયાવાળાને 2900 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયતા મળી ચૂકી છે.

મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર

રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. આપણે ઉજ્જવલા યોજનાની સફળતાના સાક્ષી છીએ. મુદ્રા યોજના હેઠળ મહિલાઓની ઉદ્યમિતા અને કૌશલને પ્રોત્સાહન મળ્યું છે. 'બેટી બચાવો, બેટી ભણાવો' ના અનેક સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે શરૂ કર્યું ગતિ શક્તિ


મારી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દેશના વિકાસનો આધાર માને છે. તેના પર થનારા રોકાણથી લાખો રોજગાર પેદા થાય છે અને વેપાર સરળ થાય છે. સરકારે અલગ અલગ મંત્રાલયોના કાર્યોને એક સાથે લાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા માટે હાલમાં જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં જોડ્યા છે. ત્યારબાદ દેશના રેલવે, રોડ, અને હવાઈ ક્ષેત્રના અલગ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય પરંતુ દેશના એકજૂથ સંસાધન હશે. મારી સરકાર દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઝડપથી વિકાસ કરી રહી છે.

મેક ઈન ઈન્ડિયા પર સરકારનુ ખાસ ફોકસ


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દેશની સુરક્ષા મારી સરકારનું વિશેષ ધ્યાન છે. રક્ષે ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર સરકાર ભાર આપી રહી છે. 2020-21માં 87 ટકા ઉત્પાદનોમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવી. 209 એવા સામાનની સૂચિ બહાર પાડવામાં આવી જેને વિદેશથી ખરીદવામાં આવશે નહીં. 

ગાંધીનગર રેલવે સ્ટેશન આધુનિક ભારતની નવી તસવીર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ગુજરાતનું ગાંધીનગર રેલવે સ્ટેશન અને મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન દેશની આધુનિક ભારતની નવી તસવીરો છે. દેશના 8 શહેરોમાં નવી મેટ્રો સેવા શરૂ કરાઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 630 બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. નિકાસ પણ ઝડપથી વધી રહી છે. 

આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, ‘પદ્મશ્રી’ મેળવનાર ડો. જયંત વ્યાસ કોણ છે આવો જાણીએ

આ પણ વાંચો : “કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી”

Share your comments

Subscribe Magazine

More on News

More