Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, ‘પદ્મશ્રી’ મેળવનાર ડો. જયંત વ્યાસ કોણ છે આવો જાણીએ

કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં ગુજરાતના સાત મહાનુભાવોનાં પણ નામ છે. ડો. જયંત વ્યાસને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરાશે. તો આનો જાણીએ કોણ છે ડો. જયંત મગનભાઈ વ્યાસ.

Himanee Chauhan
Himanee Chauhan
Dr. J.M. Vyas
Dr. J.M. Vyas

જાણીએ કોણ છે ડો.જયંત મગનભાઈ વ્યાસ

કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં ગુજરાતના સાત મહાનુભાવોનાં નામ છે. ગુજરાતમાંથી સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ)ને પદ્મભૂષણ એવોર્ડ અપાયો છે. જ્યારે ડૉ. લતા દેસાઈ (મેડિસિન), માલજીભાઈ દેસાઈ (જાહેર સેવા), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ), સવજીભાઈ ધોળકિયા (સમાજ  સેવા), જે.એમ. વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) અને રમિલાબહેન ગામિત (સમાજ સેવા)ની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં ગુજરાતના સાત મહાનુભાવોનાં પણ નામ છે. ડો. જયંત વ્યાસને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરાશે.

ડો. જે.એમ. વ્યાસ તરીકે છે જાણીતા

આ પૈકી ડો. જ્યંત મગનભાઈ વ્યાસને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મશ્રી અપાશે. ડો. જે.એમ. વ્યાસ તરીકે જાણીતા ડો. જ્યંત મગનભાઈ વ્યાસ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 6 નવેમ્બર, 1951ના રોજ થયો હતો. ડો. જે.એમ. વ્યાસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોરેન્સિક સાયન્સ વિજ્ઞાની છે. જૂનાગઢમાં જ બાળપણ વિતાવનારા ડો. વ્યાસે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજનું શિક્ષણ પણ જૂનાગઢમાંથી જ મેળવ્યું છે.

ફોરેન્સિક સાયન્સમાં 5 દાયકાનો અનુભવ

ફોરેન્સિક સાયન્સમાં લગભગ 5 દાયકાનો અનુભવ ધરાવતા ડો.વ્યાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી1971માં  ગ્રેજ્યુએશન અને 1973માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાતમાં 1973મા સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ડો. વ્યાસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે જોડાવવાનો નિર્ણય લીધો હતો. માત્ર 41 વર્ષની વયે ડો.વ્યાસ ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના ડિરેક્ટર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી  ફોરેન્સિક સાયન્સ માટેની વિશ્વની એક માત્ર યુનિવર્સિટી છે. 2009માં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી ડો. જે.એમ. વ્યાસ તેના સ્થાપક ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા.

ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સને પ્રતિષ્ઠા અપાવી

ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સને પ્રતિષ્ઠા અપાવવાનો શ્રેય ડો. જે.એમ. વ્યાસને જાય છે. દેશના પેચીદા કેસો ફોરેન્સિક તપાસ માટે ગુજરાતમાં મોકલાય છે. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને આ પ્રતિષ્ઠા ડો. વ્યાસના સખત પરિશ્રમને કારણે મળી છે. ડો.વ્યાસને પદ્મશ્રી પહેલાં અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : કોરોના મહામારીને કારણે પરંપરાગત હલવા સેરેમની ન થઈ

આ પણ વાંચો : PM કિસાન યોજના હેઠળ તમારા ખાતામાં નથી આવ્યા પૈસા ? તો કરો આ કામ

Share your comments

Subscribe Magazine

More on News

More