Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોરોના મહામારીને કારણે પરંપરાગત હલવા સેરેમની ન થઈ

1 ફેબ્રુઆરીએ વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ગયા વર્ષની જેમ પેપરલેસ બજેટ રજૂ કરશે. જો કે આ વર્ષે પરંપરાગત હલવાની સેરેમની નથી થઈ. કોરોના મહામારીને કારણે હલવા સેરેમની ન કરવાનો નિર્ણય લેવાયો છે.

Himanee Chauhan
Himanee Chauhan
No Halwa Ceremony Because Of Pandamic
No Halwa Ceremony Because Of Pandamic

હલવાથી નહીં થાય બજેટની શરૂઆત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2022-23 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ બજેટ ગયા વર્ષની જેમ પેપરલેસ હશે. જો કે, મહત્વની વાત તો એ છે કે આ વખતે પરંપરાગત હલવાની સેરેમની થઈ નથી. તમને જણાવી દઈએ કે દર વર્ષે બજેટની અંતિમ પ્રક્રિયા શરૂ કરતા પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવતું હતું, જે આ વખતે કોરોનાને કારણે ન થઈ શક્યું.

બજેટ બનાવનાર કર્મચારીઓને કેમ રખાય છે નજરકેદ ?

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર વર્તમાન મહામારીની સ્થિતિને જોતા હલવા સેરેમની કરવામાં આવી નથી. તેના બદલે, કોવિડ પ્રોટોકોલને અનુસરીને મુખ્ય કર્મચારીઓને મીઠાઈ આપવામાં આવી છે. આ એવા કર્મચારીઓ છે જે બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ છે અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે.કેન્દ્રીય નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરે તે પછી જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો અને મિત્રોના સંપર્કમાં આવે છે. તેનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે.

 

જાણો તમે કેવી રીતે જોઈ શકશો બજેટ

એપ્લિકેશન દ્વારા તમે પણ 2022નુ બજેટ જોઈ શકશો, ઉલ્લેખનીય છે કે બજેટ પેપરલેસ કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા આ વર્ષે પણ ચાલુ રહેશે. સંસદ સભ્યો અને સામાન્ય જનતા સરળતાથી બજેટના જરૂરી દસ્તાવેજો મેળવી શકે તે માટે 'યુનિયન બજેટ મોબાઈલ એપ' પણ લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષની જેમ આ વખતે પણ એપ પર બજેટ દસ્તાવેજો ઉપલબ્ધ થશે. મોબાઈલ એપ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં છે. જે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ મળી રહેશે.

યુનિયન બજેટ એપને શરૂ કેવી રીતે કરી શકાય

યુનિયન બજેટ એપની મદદથી સંસદમાં રજૂ કરવામાં આવેલ બજેટ તમે તમારા ફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. બજેટના દસ્તાવેજો સામાન્ય લોકો માટે યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પર ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ રહેશે. એપ યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એપ ડાઉનલોડ કરવા માંગો છો, તો તમારે પ્લે સ્ટોરમાં યુનિયન બજેટ સર્ચ કરવું પડશે. અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની હોય છે.

એપ ઈન્સ્ટોલ કરશો તો મળશે આ ફિચર

  • બજેટ ડોક્યુમેન્ટ
  • બજેટ હાઈલાઈટ્સ
  • બજેટ સ્પિચ
  • બજેટની ઝલક
  • એન્યુઅલ ફાઈનાન્સ સ્ટેટમેન્ટ
  • ફાઈનાન્સ બિલ જેવા ઓપ્શનનો લાભ લઈ શકાશે

આ પણ વાંચો : રાજ્યમાં ઘટશે ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી ?

આ પણ વાંચો : વાઈબ્રન્ટને લઈને આવ્યા મહત્વના સમાચાર, ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે સમિટ

Share your comments

Subscribe Magazine

More on News

More