Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બજેટ 2022 કોને ફળશે ?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બધાની નજર બજેટ પર છે. અને આ બજેટથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે તો જોવુ રહ્યુ. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર નોકરીયાત વર્ગને ઈન્કમમાં વધારે છૂટ આપી શકે છે, અને પ્રોવિડન્ટ ફંડ પર મળનારી છૂટ પર ટેક્સ વધારીને ડબલ કરી શકે છે. હાલ પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીના અંશદાન પર જ ટેક્સ છૂટ મળે છે.

Himanee Chauhan
Himanee Chauhan

સરકાર કરી શકે છે જાહેરાત

ઉલ્લેખનીય છે કે આ ઘોષણા કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો મહત્ત્વનો વિકલ્પ માનવામાં આવે છે, જેથી કરીને બજેટ 2022માં સરકાર આ લિમિટને વધારવા પર વિચાર કરી શકે છે. અત્રે સૌને ખબર જ છે કે બજેટ પહેલા થયેલી ચર્ચામાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. જે દરમિયાન સરકારી કર્મચારીઓ સાથે ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગને પણ 5 લાખ સુધી પ્રોવિડન્ટ ફંડ અંશદાન પર ટેક્સ છૂટની વાત કરવામાં આવી હતી.

પહેલા ફક્ત સરકારી કર્મચારીઓને જ મળતો હતો લાભ

મહત્ત્વની વાત એ છે કે સરકારે બજેટ 2021માં પ્રોવિડન્ટ ફંડ અંશદાન પર ઈન્કમ ટેક્સની છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયા નક્કી કરી હતી, જો કે પછી થી તેને વધારીને 5 લાખ કરી દીધી હતી. પરંતુ તેનો લાભ માત્ર GPF અંશદાન પર એટલે કે ફક્ત સરકારી કર્મચારીઓને જ મળતો હતો. અને સરકારના આ પગલાની વિશેષજ્ઞોએ આકરી ટીકા પણ કરી હતી. અને આ નિર્ણયને સમાનતાના અધિકારોની વિરૂદ્ધ ગણાવ્યો હતો.

2022ના બજેટથી ઘણી આશા

જોવા મળી રહ્યુ છે કે 2022ના બજેટથી સામાન્ય લોકોને ઘણી આશાઓ છે. મધ્યમ વર્ગ અને તેમાં પણ ખાસ કરીને નોકરિયાત લોકોને નવા બજેટથી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે, અને આ તેમનુ ચોથુ બજેટ હશે.

આ પણ વાંચો : બજેટની તારીખ થઈ નક્કી, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ

Share your comments

Subscribe Magazine

More on News

More