Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ

ફેબ્રુઆરી મહિનો શરૂ થવાની તૈયારી છે, અને ફેબ્રુઆરી મહિનો તમારા ખેતર કે તમારા ગાર્ડનમાં કેટલાંક પૌષ્ટિક શાકભાજી અને અન્ય પાક ઉગાડવા માટે મહત્વનો મહિનો માનવામાં આવે છે. તો આવો જાણીએ કે ક્યાં શાકભાજી ફેબ્રુઆરી મહિનામાં વાવવાથી ફાયદો થશે.

Himanee Chauhan
Himanee Chauhan
Profitable crops in the month of February
Profitable crops in the month of February

બજારમાં વધશે માંગ

તમે ઘણી વાર વિચારતા હશો કે કયો પાક ઉગાડવો જોઈએ અને કયો પાક ઉગાડવાથી આપણને ફાયદો થઈ શકે છે. તો અનુકૂળ હવામાન અને બજારમાં જરૂરિયાત જોઈને ખેડૂતોએ નીચે જણાવેલ પાકોની વાવણી કરવી હિતાવહ છે, જેથી કરીને બજારમાં તેમની માંગના અનુસાર સારી એવી કિંમત મળી શકે. ફેબ્રુઆરી મહિનો તમારા ખેતર કે તમારા ગાર્ડનમાં કેટલાંક પૌષ્ટિક શાકભાજી અને અન્ય પાક ઉગાડવા માટે મહત્વનો મહિનો માનવામાં આવે છે. તો આવો જાણીએ કે ક્યાં શાકભાજી ફેબ્રુઆરી મહિનામાં વાવવાથી ફાયદો થશે. 

ફેબ્રુઆરી મહિનામાં લાભ આપનાર પાક

1. તૂરિયા

તૂરિયાનો સમાવેશ એવા શાકભાજીમાં થાય છે જે ભારતના લગભગ તમામ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તૂરિયાના સુકાયેલા બીયાં માંથી તેલ પણ નીકાળી શકાય છે. ઉપરાંત તૂરિયામાં પાણીનુ પ્રમાણ વધારે હોવાથી તે ઘણા કેટલીક બીમારીઓમાં પણ મદદરૂપ છે. તૂરિયાની ખેતી માટે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. અને તૂરિયાની વાવણી ડ્રેનેજ બેક્ટેરિયા ધરાવતી તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. તૂરિયાની ખેતી કરવા માટે ફેબ્રુઆરી મહિનો એકદમ શ્રેષ્ઠ છે અને તેની બજારમાં ખૂબ માંગ પણ છે.

 

2. મરચાં

મરચાંની ખેતી ખરીફ અને રવિ પાક તરીકે કરી શકાય છે, તેમજ તેને ગમે ત્યારે વાવી શકાય છે. ખરીફ પાક માટે વાવણીનો મહિનો મે અને જૂન છે, જ્યારે રવિ પાકની વાવણી માટે સપ્ટેમ્બર થી ઓક્ટોબરનો મહિનો છે. ઉલ્લેખનીય છે કે જો ઉનાળુ પાક તરીકે તમે તેની વાવણી કરશો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઉત્તમ છે.  

3. કારેલાં

બજારમાં કારેલાંની ખૂબ જ માંગ છે અને સાથે જ કારેલા કેટલીક બીમારીઓમાં ફાયદાકારક છે. કારેલાંની વાવણી કરીને ખેડૂતો પોતાની આવકમાં સારો એવો વધારો કરી શકે છે. કારેલાંની ખેતી ભારતમાં ઘણાં પ્રકારની માટીમાં કરી શકાય છે. સારી ડ્રેનેજ બેક્ટેરિયા ધરાવતી લોમી જમીન કારેલાંના સારા વિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય માનવામાં આવે છે.  

4. દૂધી

દૂધીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ વોટર ઉપરાંત વિટામીનનું પ્રમાણ પણ પૂરતી માત્રામાં હોય છે, દૂધીને ખેતી પહાડો વાળા વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. દૂધીની ખેતી માટે ગરમ અને ભેજવાળુ વાતાવરણ આવશ્યક છે. દૂધીની સીધી વાવણી કરતા પહેલા બિયારણોનું વાવતર કર્યા પહેલા 24 કલાક માટે બિયારણોને પાણીમાં પલાળી રાખો. આ બિયારણો અંકુરની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. આ પ્રક્રિયા પછી બિયારણો ખેતરમાં વાવણી માટે તૈયાર થઈ જાય છે.

5. ભીંડા

ભીંડાનો સમાવેશ ભારતમાં સૌથી લોકપ્રિય અને આરોગ્યપ્રદ શાકભાજીમાં થાય છે, આ સિવાય ભીંડા એવી શાકભાજી છે કે જે દેશના લગભગ દરેક ભાગમાં ઉગાડી શકાય છે. ભીંડાની ખેતી માટે વાવણીની ત્રણ મુખ્ય ઋતુઓ ફેબ્રુઆરી-એપ્રિલ, જૂન-જુલાઈ, અને ઓક્ટોબર-નવેમ્બર છે.

ફેબ્રુઆરી મહિનામાં આ 5 શાકભાજીનું વાવેતર કરવાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે.

                                                         

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More