Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સ્ટ્રોબેરીની ખેતી કરવાની પદ્ધતિ અને કમાણી કરવાની તક

ઝારખંડમાં આજકાલ ખેતીને લગતા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને નવી પદ્ધતિથી ખેતી કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સરકારનો સત્તાએ પ્રયાસ છે કે ખેડૂતોને નવા પાક ઉગાડવા માટે પ્રેરણા આપવામાં આવે જેથી તેમની આવક વધે, આ ઉપરાંત તેમના ઉત્પાદનની માંગ માટે મોટું બજાર મળી શકે.

Amansinh Jadeja
Amansinh Jadeja
Strawberry Farming
Strawberry Farming

ઝારખંડમાં આજકાલ ખેતીને લગતા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને નવી પદ્ધતિથી ખેતી કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સરકારનો સત્તાએ પ્રયાસ છે કે ખેડૂતોને નવા પાક ઉગાડવા માટે પ્રેરણા આપવામાં આવે જેથી તેમની આવક વધે, આ ઉપરાંત તેમના ઉત્પાદનની માંગ માટે મોટું બજાર મળી શકે.

ઝારખંડમાં આજકાલ ખેતીને લગતા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને નવી પદ્ધતિથી ખેતી કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સરકારનો સત્તાએ પ્રયાસ છે કે ખેડૂતોને નવા પાક ઉગાડવા માટે પ્રેરણા આપવામાં આવે જેથી તેમની આવક વધે, આ ઉપરાંત તેમના ઉત્પાદનની માંગ માટે મોટું બજાર મળી શકે.

ઝારખંડમાં આજકાલ ખેતીને લગતા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને નવી પદ્ધતિથી ખેતી કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સરકારનો સત્તાએ પ્રયાસ છે કે ખેડૂતોને નવા પાક ઉગાડવા માટે પ્રેરણા આપવામાં આવે જેથી તેમની આવક વધે, આ ઉપરાંત તેમના ઉત્પાદનની માંગ માટે મોટું બજાર મળી શકે. આ જોતા હવે ઝારખંડના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી સાથે જોડાયા છે. રાજધાની રાંચી સહિત અનેક જિલ્લાના ખેડુતો તેમાં જોડાઇ રહ્યા છે. તેની ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ પણ આવી છે. આ સાથે હવે ખેડૂત નવા પ્રકારના ખેતી માટે પ્રયોગ કરવા તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો, સલગમની ખેતી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, સુધારેલી જાતો અને ઉપજ

એક સમય એવો હતો કે અહીંના ખેડુતો ફક્ત પરંપરાગત ખેતી કરીને શાકભાજી અને ડાંગરનો પાક જ લેતા હતા. પણ હવે ધીરે ધીરે તેની માનસિકતા બદલાઈ રહી છે. તેઓ હવે બજારની માંગ પ્રમાણે ખેતી કરી રહ્યા છે. સરકાર પણ આ ખેડુતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ખેતી વિશે સતત માહિતી આપી રહી છે, ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રામકૃષ્ણ મિશન અને અન્ય ઘણી સંસ્થાઓ પણ આ કામમાં સહયોગ આપી રહી છે. સ્ટ્રોબેરીની ખેતી જે.એસ.એલ.પી.એસ દ્વારા મહિલા ખેડુતોને તાલીમ અને સહાય આપીને કરવામાં આવી રહી છે. જેના કારણે હવે મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે.

માઇક્રો ડ્રિપ ઇરીગેશનથી મળી રહી છે સહાય

સ્ટ્રોબેરીના વાવેતર માટે સરકાર દ્વારા કૂપ નિર્માણ યોજના ચલાવવામાં આવી રહી છે તેમજ સાથો સાથ ખેડૂતોને માઇક્રો ટપક સિંચાઇ યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. તેનાથી ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવામાં અને તેમના જીવનમાં મીઠાશ ભળી રહી છે. એટલું જ નહીં સરકાર દ્વારા ખેડૂતોને બજાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ખેડૂતોની આવક વધી રહી છે. એક એકર સ્ટ્રોબેરીની ખેતીમાં ખેડૂતોને લગભગ 2.5 લાખ રૂપિયાનો નફો મળી રહ્યો છે.

ઝારખંડના આ જિલ્લાઓમાં થઈ રહી છે ખેતી

ઝારખંડના હવામાનમાં સ્ટ્રોબેરીની ખેતી સારી થઈ રહી છે, સાથે જ સ્ટ્રોબેરીની મીઠાશ પણ ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીથી કંઈક ઓછી નથી. આ કારણે બજારમાં તેની માંગ પણ ખૂબ જ ઊંચી છે. ઝારખંડની સ્ટ્રોબેરી છત્તીસગઢ, બિહાર સહિત અન્ય રાજ્યોમાં જાય છે. ઝારખંડમાં સ્ટ્રોબેરીની ખેતી રાંચી, હજારીબાગ અને પલામુ સહિત અન્ય જિલ્લામાં થાય છે. રાંચીના ઓરમાંઝી પ્રદેશમાં JSLPSથી  જોડાયેલી મહિલા ખેડૂતે જણાવ્યું કે તેણે પ્રથમ વખત પ્રયોગ તરીકે સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. તેના માટે તેને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. સાથો સાથ ઓછી કિંમતે તેને છોડ પણ ઉપલબ્ધ કરાવાયા હતા. ખેતીથી તેમને ખૂબ જ નફો થયો હતો.

મહેન્દ્રસિંહ ધોની પણ કરતા હતા સ્ટ્રોબેરીની ખેતી

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટટન મહેન્દ્રસિંહ ધોની પણ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા. તેમનો સ્ટ્રોબેરીની ખેતી વાળો એક વીડિઓ પણ કબુબ ચર્ચામાં આવ્યો હતો. જેમાં તેઓ પોતાના ખેતરમાં ઉગાડેલ સ્ટ્રોબેરી ખાઈ રહ્યા છે અને  કહે છે કે મારાથી આ સ્ટ્રોબેરી જો બચશે તો બજારમાં જશે.

કેવી રીતે કરવી જોઈએ સ્ટ્રોબેરીની ખેતી ?

સ્ટ્રોબેરીની ખેતી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય છે, કારણકે એ સમયે તાપમાન 20થી 30 ડીગ્રી સેન્ટિગ્રેટની વચ્ચે રહે છે. જે આ પાક માટે યોગ્ય માનવામાં આવે છે. અલબત્ત તાપમાન વધવાથી છોડને નુકશાન થઈ શકે છે. કાળી લોમ માટીમાં તેનું ઉત્પાદન ખૂબ જ સારું થાય છે. તેની ખેતી માટે માટીનું પીએચ મૂલ્ય 5.0થી 6.5 સુધી હોવું જોઈએ. તેની ખેતી કરવા માટે સપ્ટેમ્બર મહિનામાં જ ખેતર તૈયાર કરી સારી માત્રામાં ગોબર નાખી દેવું જોઈએ. આ ઉપરાંત જો માટીનું પીએચ મૂલ્ય સામાન્ય ન હોય તો ખેતરોમાં ફોસપોરસ  અથવા પોટાશ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ સ્ટ્રોબેરીની ખેતી કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More