Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

બીજા ગામમાં જઈને કરતા હતા મજૂરી, આજે મશરૂમની ખેતી થકી આખા ગામ થયું કરોડપતિ

મશરૂમ એક એવો પાક છે, જેની એતી કરીને ખેડૂતોએ મોટા પાચે પોતાની આવકમાં વધારો કરી શકે છે. કેમ કે તે એક એવું પાક છે જેની ખેતી માટે ઓછા રોકાણ કરવામાં આવે છે અને તે અઢળક ઉત્પાદન આપે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મશરૂમની ખેતી થકી આખું ગામ થયું કરોડપતિ
મશરૂમની ખેતી થકી આખું ગામ થયું કરોડપતિ

મશરૂમ એક એવો પાક છે, જેની એતી કરીને ખેડૂતોએ મોટા પાચે પોતાની આવકમાં વધારો કરી શકે છે. કેમ કે તે એક એવું પાક છે જેની ખેતી માટે ઓછા રોકાણ કરવામાં આવે છે અને તે અઢળક ઉત્પાદન આપે છે. આ નાની વાત જે પણ ખેડૂતને સમજમાં આવી તેને ઓછા રોકાણ કરીને મોટા ભાગે પોતાની આવકમાં વધારો કર્યો છે. આવું જ એક ગામ છે રાઘામોહનપુર, જો કે ઓડિશાના ગંજમ જિલ્લા ખાતે આવેલ છે. મશરૂમની ખેતી ત્યાંના ખેડૂતોનું ભાગ્ય બદલી નાખ્યું છે. તેઓ પોતાના કમનસીબીને પોતાનું સૌભાગ્ય બનાવીને દેખાડ્યો છે અને આજે આ ગામના દરેક પરિવાર કરોડપતિ બની ગયો છે.હવે આ લોકોને બીજી જગ્યાએ કામ કરવા માટે નથી જવું પડતુ, પરંતુ તેમના ત્યાં લોકો બાહરથી આવીને રોજગાર મેળવી રહ્યા છે.

મશરૂમની ખેતી થકી લખી સફળતાની વાર્તા

ગંજમ જિલ્લા રાધનપુરમાં ગામના લોકોએ પહેલા બીજા લોકોના ત્યાં કામ કરવા માટે જતા હતા અને તે લોકોએ ઘણા ગરીબ હતા. પરંતુ જ્યારથી તેઓ મશરૂમની ખેતી શરૂ કરી ત્યારથી આ ગામ ઓડિશા અને ભારતનું કરોડપતિ ગામ તરીકે ઓળખાણ મેળવી છે. આજે આ ગામના લોકો મશરૂમના સાથે જ તાજા ડાંગરના ઉત્પાદન કરીને કરોડપતિ થઈ ગયા છે. એક ગ્રામિણનો દાવો છે કે આમાંથી તે દરરોજ લગભગ 6 લાખ રૂપિયા કમાય છે.

મશરૂમના અથાણું વેચીને નફો કમાય છે  

આજે ગ્રામીણો પડોશી આંધ્રપ્રદેશ અને રાજ્યના વિવિધ ભાગોમાં તેમના ઉત્પાદનો વેચે છે. મા કલુઆ સેલ્ફ હેલ્પ ગ્રૂપના સભ્ય ઝીલી સાહુએ જણાવ્યું કે ગામમાં મશરૂમમાંથી ચોખ્ખી આવક લગભગ 2 કરોડ રૂપિયા છે. મશરૂમમાંથી અથાણું બનાવીને સ્થાનિક બજારમાં વેચીને નફો કમાય છે. આ અથાણું જિલ્લા કક્ષાના મેળામાં વેચાય છે. ગ્રામજનોના મતે, મશરૂમ તેમના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે કોઈએ રોજગાર અને આજીવિકા માટે બહાર જવાની જરૂર નથી. તેમના કહેવા પ્રમાણે, હવે તે આત્મનિર્ભર છે અને ગામમાં કોઈ પરપ્રાંતિય મજૂરો નથી.

પાન માટે પણ પ્રખ્યાત હતા ગામ

સુપર સાયક્લોન પહેલા આ ગામ તેના પાન માટે પ્રખ્યાત હતું. અહીંના લોકો સોપારીની ખેતી પર નિર્ભર હતા અને તેની ઉત્તર પ્રદેશના મોટા શહેરોમાં નિકાસ કરવામાં આવતી હતી. વાવાઝોડાએ તેમની આજીવિકા છીનવી લીધી અને તેમને કામ માટે બીજી જગ્યાએ જવું પડ્યું. પરંતુ તેમનું જીવન બદલાઈ ગયું અને તે આ માટે પીકે પટનાયકનો આભાર માને છે. પટનાયક એક નિવૃત્ત સરકારી કર્મચારી છે જેણે 2005માં મશરૂમની ખેતી શરૂ કરી હતી. જ્યારે પટનાયક આ ખેતીમાં સફળ થયા તો કેટલાક યુવાનોએ પણ તેમાં રસ દાખવ્યો.

મશરૂમની ખેતી માટે મેળવી તાલીમ

ગામના યુવાનોએ ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના મશરૂમ રિસર્ચ યુનિટનો સંપર્ક કર્યો. તેમનો ઉદ્દેશ્ય મશરૂમની ખેતીમાં જરૂરી વૈજ્ઞાનિક ક્ષમતા જાણવાનો હતો. એકમમાંથી તાલીમ મેળવ્યા પછી, છ સ્પાન ઉત્પાદન એકમો સ્થાપિત કરવામાં આવ્યા. આજે આ ગામમાં આવા 17 એકમો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની મદદથી ગ્રામજનોએ ખર્ચ અસરકારક ઉત્પાદન શીખ્યા અને તેનાથી ઉત્પાદનમાં વધારો થયો. હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મશરૂમ રિસર્ચના ડિરેક્ટર વીપી શર્માએ ગયા વર્ષે આ ગામને ભારતના મશરૂમ વિલેજ તરીકે જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: મશરૂમની ખેતીમાં સફળ ઉદ્યોગસાહસિક - રંજનાબેન અને રમણભાઈ

Share your comments

Subscribe Magazine

More on Success Story

More