Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

યુવાનો માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા લક્ષ્ય, ઓર્ગેનિક ખેતી થકી વાર્ષિક ટર્નઓવર થયું 7 કરોડથી વધુ

હાલમાં, ઘણા ખેડૂતો એવા છે કે જેઓ તેમના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયાસમાં વધુને વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક ખેડૂતો એવા છે કે જેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ છોડી દે છે અને વધુ લાભ મેળવવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
યુવા પ્રગતિશીલ ખેડૂત લક્ષ્ય ડબાસ
યુવા પ્રગતિશીલ ખેડૂત લક્ષ્ય ડબાસ

હાલમાં, ઘણા ખેડૂતો એવા છે કે જેઓ તેમના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયાસમાં વધુને વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક ખેડૂતો એવા છે કે જેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ છોડી દે છે અને વધુ લાભ મેળવવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે. રાસાયણિક ખાતરોની જગ્યા ઔર્ગેનિક ખાતરનું ઉપયોગ કરીને તેઓ અઢળક ઉત્પાદન મેળવી રહ્યા છે. સાથે જ તેઓ કરોડો રૂપિયાનો નફો પણ કમાઈ રહ્યા છે.એજ ખેડૂતોમાંથી એક છે દિલ્લીના ખેડૂત લક્ષ્ય ડાબાસ, જો પાટનગર દિલ્હીના જાટ ખોર ગામના વતની છે. જણાવી દઈએ કે લક્ષ્ય ડબાસ લગભગ એક દાયકાથી ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી સાથે સંકળાયેલા છે. તેમની આવક પરંપરાગત ખેતી કરતા ખેડૂતોથી ત્રણ ગણી છે. લક્ષ્ય ડબાસ મુજબ તેમનું વાર્ષિક ટર્નઓવર 7 કરોડથી વધુ રૂપિયાની આસપાસ છે.

પીએમ મોદી કર્યો બહુમાન

યુવા ખેડૂત લક્ષ્ય ડબાસ ખેતીના સાથે જ વીડીયો પણ બનાવે છે. તે સોશિયલ પ્લેટફોર્મ 'યુટ્યુબ' પર ખૂબ જ ફેમસ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ વીડિયો લાખો ખેડૂતો જોઈ રહ્યા છે. લક્ષ્ય ડબાસને 8 માર્ચે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં પીએમ મોદી દ્વારા નવીનતા અને ટેક્નોલોજીના ઉપયોગ સાથે કૃષિ ટેકનોલોજીને સુધારવા માટેના તેમના કાર્યને લીધે સૌથી પ્રભાવશાળી કૃષિ-ઉત્પાદક પુરસ્કાર પણ મળ્યો છે. જણાવી દઈએ ત્યારે લક્ષ્ય ડબાસના ભાઈએ તેમના વતી એવોર્ડ મેળવ્યો અને દેશમાં જૈવિક ખેતીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમણે 30 હજારથી વધુ ખેડૂતોને ખેતીની પદ્ધતિઓ અને પાકને જંતુઓથી બચાવવા વિશે તાલીમ આપી છે. લક્ષ્ય ડબાસની પોતાની બ્રાન્ડ પણ છે, જેનું નામ ઓર્ગેનિક એકર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ પ્રગતિશીલ યુવા ખેડૂત લક્ષ્ય ડબાસ વિશે –

હજારો યુવાનોને આપી ખેતીની તાલીમ

પ્રગતિશીલ ખેડૂત લક્ષ્ય ડબાસ દિલ્હી- હરિયાણા બોર્ડર પર આવેલ જાટ ખોર ગામના રહેવાસી છે. ત્યાં જ લક્ષ્ય છેલ્લા 10 વર્ષથી ખેતી કરે છે અને હજારો યુવાનોને તાલીમ આપે છે. ખેતી પ્રત્યેના તેમના સમર્પણ અને સખત પરિશ્રમના કારણે આજે લક્ષ્ય એક સારું સ્થાન હાંસલ કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. કૃષિ જાગરણના વરિષ્ઠ પત્રકાર વિવેક કુમાર રાય સાથે વાત કરતા, પ્રગતિશીલ ખેડૂત લક્ષ્ય ડબાસે જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં તેમની સફર 2016 માં શરૂ થઈ હતી. આ પહેલા તેને ખેતીની ખાસ સમજ નહોતી. તેમણે જણાવ્યું કે, મારા પિતાએ તેમની સરકારી નોકરી સાથે 2000 થી  2016 સુધી કુદરતી ખેતી કરતા હતા.

તેણે વધુમાં જણાવ્યું કે તેની પાસેથી પ્રેરણા લઈને તેણે 2016માં ખેતી શરૂ કરી. બે વર્ષ પછી તેનો ભાઈ મૃણાલ પણ તેની સાથે જોડાયો અને બંને સાથે કામ કરવા લાગ્યા. ધીમે ધીમે તેણે ખેતીનો વિસ્તાર કર્યો અને આજે તે સફળતાપૂર્વક ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં તેમની પાસે મોટો બજાર છે અને આજે તેઓ અનેક પ્રકારના કુદરતી ઉત્પાદનો વેચી પણ રહ્યા છે.

આ પણ વાંચો: નાની ઉમરમાં ખેતી શરૂ કરનાર આ ખેડૂત બન્યું ફાદર ઑફ ઓર્ગેનિક ખેતી! તેમના હાથે વડા પ્રધાન પણ થયા હતા સન્માનિત

યુવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યો

લક્ષ્યે જણાવ્યું કે જ્યારે અમારું કામ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે ઘણા યુવાનો અમારાથી પ્રભાવિત થયા હતા અને તેઓ પણ અમારી જેમ ખેતી કરવા માંગતા હતા. જેના માટે અમે યુવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યું. તે દરમિયાન ઘણા લોકો મને પ્રશ્નો પૂછતા હતા. તે બધા પ્રશ્નોના જવાબ એક જગ્યાએ આપવા માટે, મેં એક YouTube ચેનલ શરૂ કરી. જેના પર લોકો પ્રશ્નો પૂછતા રહ્યા અને હું જવાબ આપતો રહ્યો. ધીમે ધીમે લોકોમાં અમારી પહોંચ વધતી ગઈ અને અમારું સોશિયલ મીડિયા મજબૂત બન્યું.

Agri Youtube Channel ચલાવે છે લક્ષ્ય

તેમણે જણાવ્યું કે 2023માં અમે મોટી સફળતા હાંસલ કરી અને સૌથી મોટી Agri YouTube ચેનલ તરીકે ઉભરી આવ્યા. આજે લાખો લોકો અમારી ચેનલ ઓર્ગેનિક એકર સાથે જોડાયેલા છે. અમે હજારો યુવાનોને તાલીમ આપી છે અને આજે એ જ યુવાનો સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને સારો નફો કમાઈ રહ્યા છે.

13 એકર ખાનગી જમીન પર કરે છે ખેતી

 લક્ષ્ય જણાવ્યું કે તેની પાસે લગભગ 13 એકર ખાનગી જમીન છે જેના પર તે ખેતી કરે છે. પરંતુ, અત્યાર સુધી તેમણે હજારો યુવાનોને તાલીમ પણ આપી છે. જો આપણે તે મુજબ જોઈએ તો, તેણે લગભગ 1 લાખ એકર જમીનને કુદરતી ખેતીમાં ફેરવી દીદી છે. તે જ સમયે, તેમણે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ યુવાનો અને ખેડૂતોને ખેતીની તાલીમ પણ આપી છે.

પોલ્ટ્રી ફાર્મિંગ પણ કરે છે

તેણે કહ્યું કે તે ઘણા પ્રકારના ઔષધીય પાકો, ફળો અને શાકભાજી, ઘઉં અને ડાંગર જેવા પાકની ખેતી કરે છે. તેની પાસે પોલ્ટ્રી ફાર્મ પણ છે જેમાં તે ચિકન પાળે છે. આ સિવાય તે ફૂડ પ્રોસેસિંગનું કામ પણ કરે છે. તેમણે જણાવ્યું કે તેમની સાથે હજારો ખેડૂતો જોડાયેલા છે, જેઓ તેમના દ્વારા તેમના પાકનું માર્કેટિંગ કરે છે. આનાથી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ તેમને પણ ફાયદો થાય છે. હાલમાં તેઓ ખેતી, ફૂડ પ્રોસેસિંગ, પાકનું માર્કેટિંગ અને અન્ય કામો દ્વારા વાર્ષિક રૂ. 7 કરોડનું ટર્નઓવર જનરેટ કરી રહ્યા છે.

કુદરતી રીતે કરે છે ખેતી

તેણે કહ્યું કે તે કુદરતી રીતે ખેતી કરે છે અને તેના પાકમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરતો નથી. તે પોતે પોતાના ખેતરમાં કુદરતી ખાતર તૈયાર કરે છે અને ખેતરોમાં પણ તે જ લાગુ કરે છે. તેમણે કહ્યું કે અમે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પર વિશેષ ધ્યાન આપીએ છીએ, જે પાક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. જો જમીનની ફળદ્રુપતા સારી હશે તો ઉપજ પણ સારો રહેશે. આ કારણોસર આપણે કુદરતી ખાતરોનો ઉપયોગ કરીએ છીએ.

કૃષિ જાગરણ સાથે વાત કરતા લક્ષ્ય આપ્યો ખેડૂતોને મહત્વપૂર્ણ સંદેશ

કૃષિ જાગરણ દ્વારા ખેડૂતોને સંદેશ આપતાં તેમણે કહ્યું કે હું દરેકને સલાહ આપું છું કે જો તમે ખેતી કરતા હોવ તો તમે અમારી સાથે ઓનલાઈન જોડાઈને ખેતીની નવી તકનીકો અને પદ્ધતિઓ શીખી શકો છો. તે જ સમયે, જો તમે ખેતી વિશે વિગતવાર જાણવા અને સમજવા માંગતા હો, તો તમે અમારા ફાર્મની મુલાકાત લઈ શકો છો. આટલા વર્ષોની ભૂલોમાંથી આપણે શું શીખ્યા, તમે થોડા સમયમાં તે શીખી શકો છો. તેમણે કહ્યું કે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ તેને વ્યવસાય તરીકે જોતા નથી. જ્યારે, ખેતી એ નફાકારક સોદો છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકના માર્કેટિંગનો અભાવ પણ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. કારણ કે, કુદરતી રીતે તૈયાર કરવામાં આવતી વસ્તુઓનું યોગ્ય રીતે વેચાણ થતું નથી. આવી સ્થિતિમાં સરકારે આ દિશામાં કેટલાક પગલાં લેવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More