Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

એક સફળતાની વાર્તા આવી પણ, જ્યારે ખેતરમાં મજૂરી કરતા દંપત્તિના ગૌરવ વધાર્યું દીકરી-દીકરા

આજે અમે તમને એક એવી સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમારું મન ઈમોશનલ થઈ જશે. મામલો યુપીના આગ્રા જિલ્લાનો છે. જ્યાં ભાઈ-બહેનોએ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બનીને પોતાના ખેતરમાં મજૂરી કરતા માતા-પિતાનું ગૌરવ વધાર્યું હતું.

Amansinh Jadeja
Amansinh Jadeja
માતા-પિતાના ગૌરવ વધાર્યું
માતા-પિતાના ગૌરવ વધાર્યું

આજે અમે તમને એક એવી સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમારું મન ઈમોશનલ થઈ જશે. મામલો યુપીના આગ્રા જિલ્લાનો છે. જ્યાં ભાઈ-બહેનોએ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બનીને પોતાના ખેતરમાં મજૂરી કરતા માતા-પિતાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે બંનેએ તેમના માતા-પિતાના માથા પર પોલીસ કેપ મૂકી, ત્યારે તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. બલબીર સિંહ આગ્રાના અર્જુન નગરમાં પરિવાર સાથે રહે છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. બલબીર જણાવે છે કે હું અને મારી પત્ની ભણેલા ન હતા, તેથી પરિવાર ચલાવવા માટે અમે દિવસ-રાત ખેતરના સાથે બીજી જગ્યા મજૂરી કરીને પોતાના ગુજરાત ચલાવતા હતા.

દિવસ-રાત કામ કરીને બાળકોને ભણાવ્યું

બલબીરે જણવ્યું કે દરેક વ્યક્તિ પાસે મહિનામાં 30 દિવસ હોય છે, પરંતુ મેં નાઇટ શિફ્ટમાં પણ કામ કર્યો. આથી મારા અને મારા પત્નીએ મહિને છ હજાર રૂપિયાની કમાણી કરતાં હતા.  જેથી બાળકોના ભણતરમાં કોઈ મુશ્કેલી ન આવે. બાળકોએ એમના માતા-પિતાના સંઘર્ષ જોયો છે. જેના કારણે તેઓ મર્યાદિત સંસાધનોમાં પણ સારો અભ્યાસ કર્યો. જણાવી દઈએ કે બલબીરમા બંને બાળકોએ સાથે મળીને યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરના પદ માટે પસંદગી પામ્યા છે. ફક્ત 6 હજાર રૂપિયા મહીનામાં પોતાના ગુજરાન ચલાવનાર આ પરિવારના બાળકો એક સાથે સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંગી પામ્યાથી આખા પરિવાર રડી પડ્યા.

બાળકોએ શિક્ષા અને સફળતા માટે સખ્ત મેહનત કરી

બલબીર સિંહ હાલમાં ટોરેન્ટ પાવરમાં લાઈનો ખોદવા અને વાયરને જોડવા માટે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. દૈનિક વેતન રૂ. 200 છે. જો તે પૂરી કરી શકતો નથી, તો તે 15 દિવસ માટે રાત્રે ઓવરટાઇમ કરે છે અને કોઈક રીતે તેના પરિવારને ટેકો આપવા માટે થોડી વધારાની કમાણી કરે છે. ભણાવવા માટે પૈસાની અછત ન રહે તે માટે, તેમણે તહેવારોમાં પણ ક્યારેય નવા વસ્ત્રો પહેર્યા નથી. ન તો રાત જોઈ કે ન દિવસ. બલબીરે પોતાના બાળકોના શિક્ષણ અને સફળતા માટે સખત મહેનત કરી હતી અને આજે તે મહેનતનું ફળ મળ્યું છે. 

આ પણ વાંચો: સાસુ-વહુએ ઓરડામાં કેસરની ખેતી કરીને સૌને ચોંકાવી દીધા,આજે ધરાવે છે લાખોની આવક

દીકરી-દીકરાની એક સાથે સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી

મિર્ઝાપુર પોલીસ એકેડમીમાં 13 માર્ચે યોજાયેલી પોલીસ પાસિંગ આઉટ પરેડમાં તેમના પુત્ર શિશાંક કમલેશ અને પુત્રી સિમરન કમલેશને યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરના પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. પુત્ર લખનૌના જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં તૈનાત થશે. સબ-ઇન્સ્પેક્ટરના પદ માટે પસંદ થયેલા શશાંકે કહ્યું, 'મેં શાહગંજની સરકારી ઇન્ટર કોલેજમાંથી 10મા અને 12માનો અભ્યાસ પૂરો કર્યો છે. આ પછી મેં RBS બિચપુરીમાંથી B.Tech કર્યું. થોડા દિવસ ખાનગી કંપનીમાં નોકરી પણ કરી.

2021 થી નવો ટાર્ગેટ બનાવ્યો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. હું પહેલા જ પ્રયાસમાં સિલેક્ટ થઈ ગયો. મારી બહેન સિમરને આગરા કોલેજમાંથી બીએસસી કર્યું છે જ્યારે એસએસ કોલેજ માલપુરામાંથી એમએસસી કર્યું છે. નિરીક્ષક પદ માટે પસંદગી થયા બાદ તેમના ઘરે અભિનંદન પાઠવવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More