આપણો ભારત દેશ એ દુનિયામાં વસ્તીમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ છે. આપણી વધતી જતી વસ્તીને પૂરતો ખોરાક પુરો પાડવો એ કૃષિ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય રહયો છે. અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ ખાસ કરીને ખોરાકમાં પ્રોટીનની અછત એ મુખ્ય સમસ્યા છે. હાલમાં આપણાં દેશનું સ્થાન પ્રોટીનની ઉપયોગની બાબતમાં અન્ય દેશોની સરખામણીએ ખુબજ પાછળ છે. બીજુ, ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દર વર્ષે લગભગ ૩પ૦ કરોડ ટન જેટલી કૃષિની ઉપપેદાશ/કૃષિ અવશેષો જેવા કે ઘઉંની પરાળ, ડાંગરની પરાળ, શેરડીની બગાસ, વિગેરે ઉત્પન્ન થાય છે. જેમાનો અડધો જથ્થો વપરાયા વગરનો પડી રહે છે અને આવા કચરાનો નાશ કરવો એ પણ એક મોટી સમસ્યા છે. આપણી હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડો.સ્વામીનારાયનએ હાલની પરીસ્થિતિને ધ્યાને લઈ સુંદર દિશા સૂચન કર્યુ છે કે, કૃષિ ઉત્પાદન વધારવા હવે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે જેમાં વસ્તુનો વારંવાર રીસાયકલીંગ કરીને ઉપયોગ કરી શકાય. ઉપરોકત સંદર્ભનાં બંને પ્રશ્નોનું મશરૂમની ખેતી એ હલ કરી શકે છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી જે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કેંદ્રો સાથે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં કૃષિનાં વિકાસ માટે હમેશા કાર્યરત છે. દરેક જીલ્લામાં સ્થાપિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવિકે) દ્વારા ખેડૂત ભાઇ-બેહનો તથા યુવાનોને વ્યાવસાયિક તાલીમ થકી આત્મનિર્ભર બનાવવામાં મોખરાનું સ્થાન ભજવે છે. ખેડૂતો પણ પોતે નવ-નવીન ટેકનોલોજી અપનાવી એક બીજાને ટેકનોલોજીનું પ્રચાર-પ્રસાર કરે છે. એવોજ એક સફળ દાખલો કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા (જિ.તાપી) ખાતેથી પ્રસિદ્ધ થયેલ છે. અંજનાબેન ગામિત, ગામ-નાની ચીખલી, તા.વ્યારાના વતની છે. કેવીકે, વ્યારા થી મશરૂમ ખેતી વિશેની તાલીમ મેળવી છેલ્લા સાત વર્ષથી મશરૂમની ખેતી કરે છે અને તેમાં સફળતા મેળવી આજે તાપી જિલ્લામાં “મશરૂમ લેડી” તરીકે પ્રચલિત છે. અંજાનાબેનના સમ્પર્ક માં આવી એવોજ એક વલસાડ જીલ્લાનો જમીન વિહાણ વ્યક્તિ આજે સારી રીતે મશરૂમ ઉગાડે છે. તો ચાલો, જાણીએ વલસાડ જિલ્લામાં મશરૂમ ખેતીમાં સફળ ઉદ્યોગસાહસિક રમણભાઇ અને તેમના જીવનસાથી રંજાનાબેન વિશે......
નામ |
શ્રી રમણભાઈ નવલુભાઈ મહાલા |
શ્રીમતી રંજનાબેન રમણભાઈ મહાલા |
સરનામું |
અંબાજીધામ, ધોભીધુવાન, તા. ધરમપુર, જી. વલસાડ |
|
મોબાઈલ નં. |
૭૬૦૦૭પ૮૧૯૬ |
૯ર૭પ૪૦ર૪૯૧ |
શિક્ષણ |
બી.એ. |
બી.એ. |
ઉંમર |
પપ |
પ૧ |
જમીન |
રપ ગુંઠા |
રમણભાઈ નવલુભાઈ મહાલા (ઉમર પપ) અને તેમના પત્ની રંજનાબેન રમણભાઈ મહાલા (ઉંમર પ૧) અંબાજીધામ, ધોભીધુવાન, ધરમપુરના વતની છે. તેમની પાસે ઘર સાથે રપ ગુંઠા જમીન છે. રર વર્ષ સી.આર.પી.એફ.માં સર્વીસ કરી ર૦૧૪ માં સેવામાંથી નિવ્રુત્ત થયેલ છે. તેમને બે છોકરાઓ છે. એક એંજીનીઅર અને બીજો એમ.બી.બી.એસનું અભ્યાસ કરે છે. શિક્ષણ માટે કોઇક બીજા આવકના સ્ત્રોતની તેમને ખુબ જરૂર હતી. તે માટે સી.આર.પી.એફ.માથી નિવ્રુત્ત થયેલા રમણભાઇ, બેંકમાં સેક્યુરીટી (ગનમેન) ની નોકરીમાં જોડાયા. રમણભાઇ અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ વ્યક્તિ છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે અને તે માટે પોતાની કુશળતાને ઓળખી એક સ્વતંત્ર વ્યવસાયને અપનાવવા માંગે છે. તે માટે તેમની પત્ની રંજનાબેનનો પણ તેમને સહકાર મળે છે. તેમની કુશળ વિચારશક્તી તેમને જીવનમાં કઇક નવુ કરવા માટે પ્રેરણા આપી રહી છે.
નિષ્ફળતા સફળતાની ચાવી છે
એક દિવસ ચોમાસામાં વાડામાં ઉગતી દેશી મશરૂમને જોઈને તેમના મનમાં તેના વિશે વિચાર ચાલુ થયા. લોકો ચોમાસામાં કુદરતી રીતે ઉગતી મશરૂમને સ્વાદ અને આનંદથી ખાય છે. પરંતુ તે ફક્ત ચોમાસા સીઝન પુરતુજ સીમીત હોય છે. તો આવા મશરૂમની ક્રુત્રિમ રીતે ખેતી કરી લોકોને આખા વર્ષ દરમ્યાન મશરૂમ મળી રહે તેવો વિચાર તેમના મનના આવ્યો. એવા મશરૂમની પણ ખેતી થતી હશે આ વિચારથી સોશિયલ મીડિયાના માધ્યમથી મશરૂમની ખેતી વિશેની ખોજ શરૂ કરી. મશરૂમ શુ છે, તેના પ્રકાર, ઉપયોગ વિશે બધ્ધીજ માહિતી એકત્રિત કરી અને ઢિંગરી (ઓઇસ્ટર) મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં પ્રેક્ટીકલ અનુભવની અને યોગ્ય સલાહની અછતના કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ, પરંતુ એકબીજાના સહકારથી બંને પતિ-પત્નીએ હાર માન્યા વગર "નિષ્ફળથા સફળતાની ચાવી છે" આ સિદ્ધાંત મુજબ આગળ વધતા ગયા અને આજે મશરૂમની ખેતીમાં સફળતા મેળવી યુવાન ભાઈ-બહેનો સામે એક આદર્શ ઉદ્યોગ સાહસિક તરીકે પ્રેરણા રૂપ બની ઊભા છે.
ખેતી કરવા માટે બહુ ઓછી જમીન હોવાના કારણે વાડામાં પાંચ ગુંઠા ખાલી જગ્યા ઉપર રમણભાઈએ ૩૦૦૦ સ્ક્વેર ફૂટમાં રૂ. ૩.૧પ લાખ ખર્ચ કરી મશરૂમ ઘર તૈયાર કરેલ છે જેની વિગતવાર માહિતી કોઠા નં. ૧ માં આપેલ છે. તાપી જિલ્લાના વતની અને મશરૂમ ખેતીનો ૭ વર્ષનો અનુભવ ધરાવતા એવા શ્રીમતી અંજનાબેન ગામિતના સંપર્કથી મશરૂમ ખેતી વિશેની ઘણી માહિતી મેળવી "વૈદિક મશરૂમ ફાર્મની" ની સ્થાપના કરી મશરૂમ ઉત્પાદનમાં સફળતા મેળવી રહ્યા છે.
ડાંગરના પરાળનું કરે છે ઉપયોગ
મશરૂમ ઉગાડવાંમા માટે માધ્યમ તરીકે ડાંગરના પરાળનું ઉપયોગ કરે છે. આખા વર્ષ માટેના જરૂરરી ડાંગરના પરાળનો જથ્થો ખેડૂતપાસેથી વેચાતી લઇ ચાફ કટરના મદદથી ૧ થી ૧.પ ઇંચ ના નાના ટુકડા કરી સંગ્રહ કરે છે. પરાળને જંતુરહીત કરવા માટે ર૦૦ લીટર પ્લાસ્ટિક પીપડામાં ૧૦૦ લી. પાણી લઇ તેમાં ૭.પ ગ્રામ કારબેન્ડાઝીમ ફુગનાશક સાથે કળીનો ચુનો મિક્સ કરી ૧૬ થી ૧૮ ક્લાક સુધી બંધ રાખે છે. ત્યારપછી પાણીમાંથી બહાર કાઢી ૭૦ થી ૮૦ ટકા ભેજ જાળવી વધારાનું પાણી નિતારી ૧૬ X ર૪ ઇંચ સાઇઝ પ્લાસ્ટિક બેગમાં મશરૂમ સ્પોન (બીજ) સાથે પ થી ૬ થરમાં ભરે (સ્પાનિંગ પ્રક્રિયા) છે. એવી ભરેલ બેગને મશરૂમ ફુગના વિકાસ માટે અંધારા રૂમમાં (ઇનક્યુબેશન પ્રક્રિયા) ર૦ થી રપ દિવસ સુધી રાખે છે. મશરૂમ ફુગના નાના નાના અંકુર નિકળવાના ચાલુ થાય કે તરતજ એવી બેગને ફ્રુટિંગ માટેના ઓરડામાં શિફ્ટ કરે છે. ૩૦ થી ૩ર દિવસ પછી મશરૂમ તોડવા માટે તૈયાર થાય છે. અનુકુળ તાપમાન અને ભેજ જાળવવા માટે વાતાવરણ મુજબ પાણીનુ છંટ્કાવ કરવા માટે તેમને સ્પ્રિંકલર અને ફોગર સિસ્ટમ અપનાવી છે.
કોઠો નં. ૧ મશરૂમ ઉછેર કેન્દ્ર બનાવવા માટે કુલ થયેલ ખર્ચ
વિગત |
ખર્ચ |
વિગત |
ખર્ચ |
સિમેંટના થાંબલા |
૪ર૦૦૦ |
છંટકાવ માટે પંપ |
૪પ૦૦ |
બામ્બુ |
૪પપ૦૦ |
સ્પ્રીંકલર/ફોગર સીસ્ટીમ |
૩૦૮૦૦ |
તાડપદરી |
૧ર૩૦૦ |
ચાફ કટર |
ર૮પ૦૦ |
ગ્રીન શેડ નેટ |
૪૧પ૦૦ |
અંદર જમીન ઉપર નાખવા કપચી |
૧પ૬૦૦ |
પ્લાસ્ટિક |
૧પ૭૦૦ |
એઝોસ્ટ ફેન |
૬પ૦૦ |
હેંગિંગ પધ્ધતિ |
૮ર૦૦ |
મજૂરી |
૩રપ૦૦ |
પાણીની ટાકી |
૧૦પ૦૦ |
અન્ય સામગ્રી |
૧પ૦૦૦ |
કંતાન |
પ૪૦૦ |
કુલ |
૩૧પ૦૦૦ |
સીઝનમાં એટલે કે ઓક્ટોબર મહિના થી માર્ચ મહિના સુધી ૯૦ થી ૧૦૦ કિલો મશરૂમ બીજ ઉપયોગ કરી દરરોજ ર૦ થી રપ કિલો મશરૂમ ઉત્પાદન કરે છે. જેમાથી કુલ ખર્ચો બાદ કરતા દર મહિને સીઝનમાં પ૦ થી ૬૦ હઝાર ચોખી આવક મેળવે છે. ઓફ સીઝનમાં એટલે કે એપ્રિલ થી સપ્ટેબર મહીના સુધી સરેરાશ ૧પ થી ર૦ કિલો મશરૂમ બીજ ઉપયોગ કરી દરરોજ પ થી ૭ કિલો મશરૂમ ઉત્પાદન કરે છે. જેમાથી કુલ ખર્ચો બાદ કરતા દર મહિને ઓફ સીઝનમાં ર૦ થી રપ હઝાર ચોખી આવક મેળવે છે.
કોઠો નં. ર મશરૂમ ઉત્પાદન માટેનું અર્થશાસ્ત્ર
સમય |
સરેરાશ મશરૂમ બીજ વપરાશ (કિલો/મહિના) |
સરેરાશ મશરૂમ ઉત્પાદન (કિલો/પ્રતિ દિન) |
ચોખ્ખી આવક (રૂ./મહિના) |
સીઝનમાં (ઓક્ટોબર થી માર્ચ) |
૯૦ થી ૧૦૦ કિલો |
ર૦ થી રપ કિલો |
પ૦ થી ૬૦ હઝાર |
ઓફ સીઝન (એપ્રિલ થી સપ્ટેબર |
૧પ થી ર૦ કિલો |
પ થી ૭ કિલો |
ર૦ થી રપ હઝાર |
બજાર વ્યવસ્થા: ઘના ખેડૂતો/યુવાનો “મશરૂમ ને માર્કેટ નથી” આ વિચારથી મશરૂમ વ્યવસાયને અપનાવતા નથી. પરંતુ આ બાબતે રમણભાઇના વિચાર કઇક અલગ છે. તે દરેકને કહે છે કે “તમારી પોતાની દુકાન જ ના હોય તો ગ્રાહક ક્યાથી આવશે?’ શરૂઆતમાં લોકલ શાકભાજી માર્કેટમાં સ્થાનિક વ્યાપારીઓ સાથે સંપર્ક કરી માર્કેટીંગ શરૂ કર્યુ. સગા સબંધીઓ દ્વારા અને સોશિયલ મેડીયાના સંપર્કથી પણ “વેદિક મશરૂમ ફાર્મનું’ પ્રચાર-પ્રસાર કર્યુ. ગામડે-ગામડે ફરી લારીઓ ઉપર શાકભાજી વેચાણ કરનાર શાકભાજી વિક્રેતાઓ પણ તેમની સાથે જોડાયા. અવે ધીમે ધીમે આજુબાજુના ગામડાઓના લોકોને તેમના મશરૂમ ફાર્મ વિશે માહિતી મળી રહી છે. ધરમપુર શહરમાંજ તેમનું ફાર્મ હોવાથી શિક્ષીત લોકો જેમને મશરૂમના આરોગ્યલક્ષી ફાયદાઓની ખબર છે, તે વેદિક મશરૂમ ફાર્મને શોધતા શોધતા આવે છે. ગ્રાહકો ફોન પર પૂછપરછ કરી મશરૂમ ખરીદ કરવા માટે બુકીંક કરે છે. વોટ્સ એપ ગ્રુપના મદદથી તેમને ઓર્ડર મળે છે. સીઝનમાં જ્યારે ફ્રેશ મશરૂમનુ ઉત્પાદન વધારે મળે છે, ત્યારે મશરૂમને સુકવી સંગ્રહ કરે છે અને મશરૂમ પાવડરનું પણ વેચાન કરે છે. આ રીતે રમણભાઇએ મશરૂમ બજાર વ્યવસ્થા પોતે જ વિકસાવી છે.
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ ખાતેથી પણ તેમને મશરૂમ બીજ ઉત્પાદનની તાલીમ આપવામાં આવેલ છે.
સ્થાનિક પધ્ધતિથી કરવામાં આવતી વિવિધ ખેતી પધ્ધતિની સાપેક્ષામાં નવી મશરૂમની ખેતી પધ્ધતિથી થયેલ ફાયદા વિશેના રમણભાઇના પ્રતિભાવો નીચે મુજબ છે
- ક્ષોત્રિય (ધાન્ય, કઠોળ, તેલીબીયાં, શાકભાજી તેમજ ફળ) પાકોની ખેતી કરતાં મશરૂમની ખેતી ટુંકાગાળાની છે. ફકત ૪પ થી પ૦ દિવસમાં મશરૂમનો એક પાક પુરો થાય છે.
- ક્ષોત્રિય પાકોની સરખામણીમાં રોગ-જીવાતોના પ્રશ્નો ઓછાં જોવા મળે છે, પરીણામે ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે.
- નૈસર્ગિક આપત્તિઓ (કુદરતી વાતાવરણીય બદલાવો) ની આડઅસર મશરૂમમાં નહિવત જોવા મળે છે જેથી પાક નિષ્ફળ થવાની શકયતા ઓછી રહે છે.
- મશરૂમની ખેતી માટે સૂર્યપ્રકાશ અને જમીનની જરૂરીયાત ન હોવાથી ઓછી જગ્યાએ ભૂમિહિન અથવા જમીન વિહોણા મજૂરો, બેરોજગાર યુવાનો મશરૂમ ખેતી કરી વધારાની આવક મેળવી શકાય છે.
તેઓના મશરૂમ ફાર્મની મુલાકાત ઘણાં બધાં ખેડૂતો, યુવાનો અને મશરૂમમાં રસ ધરાવતા લોકો કરે છે અને રમણભાઇ દરેકને મશરૂમની ખેતી કરવા પ્રોત્સાહન આપે છે. ભવિષ્યમાં મશરૂમ ખેતીના પ્રવાસ માટે તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ડો. એસ.એમ.ચવ્હાણ, ડો.એ.જે. દેશમુખ અને ડો. જે.જે.પસ્તાગીયા
નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી
મોબાઇલ- 9712868518
Share your comments