Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખરીફ પાક બાજરી અને જુવારના વાવેતરથી પહેલા ચોક્કસ કરજો આ કામ

સૂકા વિસ્તારોમાં બાજરી એ મુખ્ય અનાજનો પાક છે. બાજરી ખરીફ સિઝનમાં વરસાદ આધારિત અને બિન-પિયત વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.ધાન્યની સાથે તે ઘાસચારાની સારી ઉપજ પણ આપે છે. પોષણની દ્રષ્ટિએ પણ બાજરી એક મહત્વપૂર્ણ પાક છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બાજરીના વાવેતર પહેલાનું કાર્ય
બાજરીના વાવેતર પહેલાનું કાર્ય

સૂકા વિસ્તારોમાં બાજરી એ મુખ્ય અનાજનો પાક છે. બાજરી ખરીફ સિઝનમાં વરસાદ આધારિત અને બિન-પિયત વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.ધાન્યની સાથે તે ઘાસચારાની સારી ઉપજ પણ આપે છે. પોષણની દ્રષ્ટિએ પણ બાજરી એક મહત્વપૂર્ણ પાક છે. તેમાં 155 ટકા પ્રોટીન, 5 ટકા ચરબી અને 67 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે. રાજ્યના પશ્ચિમ ભાગમાં 23 લાખ હેક્ટર વિસ્તારમાં બાજરીનો પાક થાય છે, પરંતુ તેની સરેરાશ ઉપજ ઘણી ઓછી હોય છે. તેથી ખરીફ પાક બાજરીના અઢળક ઉત્પાદન મેળવવા માટે તમારે તેના બીજની વાવણીથી પહેલા આવી રીતે જમીનને તૈયાર કર્યા પછી કરવું જોઈએ, જો કે અમે તમને અત્યારે જણાવવા જઈ રહ્યા છે.

વાવણીથી પહેલા જમીનની તૈયારી

ખરીફ પાક બાજરીની વાવણીથી પહેલા તેની જમીનની તૈયારી સારી રીતે કરવી જોઈએ, જેથી તમને સારો એવો ઉત્પાદન અને તેથી વળતર મળી શકે. જણાવી દઈએ કે બાજરીના વાવેતર લોમ, રેતાળ લોમ અને રેતાળ જમીનમાં સફળતાપૂર્વક થાય છે. પરંતુ તેના માટે જમીનમાં પાણીના નિકાસની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. કેમ કે ખેતરને લાંબા સમય સુધી પાણી ભરેલું રહેવાથી બાજરીના પાકને નુકસાન થાય છે. તેના માટે વરસાદ પછી પ્રથમ ખેડાણ માટી ફેરવતા હળ અથવા ડિસ્ક હેરો વડે કરવું જોઈએ. આ પછી, હેરો વડે ક્રોસ ખેડાણ કરીને ખેતરનું સ્તર અને ગઠ્ઠો મુક્ત કરવો જોઈએ.

બાજરીની વાવણીનો સમય

બાજરીના વાવણીનો સમય જાતોના પાકવાના સમયગાળા પર ઘણો આધાર રાખે છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં બાજરીની લાંબી પાકતી જાતો (80-90 દિવસ) વાવો. મધ્યમ પાકતી જાતો (70-80 દિવસ)ની વાવણી 30મી જુલાઈ સુધીમાં કરી શકાય છે અને વહેલી પાકતી જાતો (65-70 દિવસ)ની વાવણી 10મીથી 20મી જુલાઈ સુધીમાં કરી શકાય છે. બાજરીના પાક માટે 4-5 કિ.ગ્રા. બિયારણ પ્રતિ હેક્ટર પર્યાપ્ત છે. સારી ઉપજ માટે, ખેતરમાં યોગ્ય સંખ્યામાં છોડ હોવા જોઈએ. બાજરીને 45 થી 50 સે.મી.ના અંતરે પંક્તિઓમાં વાવવામા. છોડતી છોડનું અંતર 40 થી 45 સે.મી. રાખવાથી દરેક છોડને વધવા માટે સારો એવો સ્પેસ મળે છે અને આથી તમારા ઉત્પાદન સાથે વળતર પણ વધશે.

જુવારના પાકની સંપૂર્ણ માહિતી

જુવારનો પાક ખરીફ (વરસાદની મોસમ) અને રવિ (વરસાદ પછીની ઋતુ)માં ઉગાડવામાં આવે છે, પરંતુ ખરીફનો હિસ્સો વાવેતર હેઠળના વિસ્તાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ વધારે છે. રવિ પાકનો લગભગ સંપૂર્ણ ઉપયોગ માનવ વપરાશ માટે થાય છે. જ્યારે ખરીફ પાક માનવ વપરાશ માટે બહુ લોકપ્રિય નથી અને તેનો ઉપયોગ મોટાભાગે પશુ આહાર, સ્ટાર્ચ અને વાઇન ઉદ્યોગ માટે થાય છે. ભારતમાં જુવારના ફક્ત 5% વિસ્તારમાં જ સિંચાઈ થાય છે. દેશમાં જુવારની ખેતી હેઠળનો 48 ટકા થી વધુ વિસ્તાર મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં છે.

આ પણ વાંચો:જોઈએ છે ખરીફ પાકોનું અઢળક ઉત્પાદન તો વાવેતરથી પહેલા આ કરવાનું નથી ભૂલતા

જુવારના પાકની તૈયારી
જુવારના પાકની તૈયારી

જુવારના પાક માટે માટી અને વાવેતરની તૈયારી

જુવારનો પાક વિશાળ શ્રેણીની જમીનમાં અનુકૂળ થાય છે પરંતુ સારા ડ્રેનેજવાળી રેતાળ લોમ જમીનમાં સારી રીતે ઉગે છે. જમીનની pH શ્રેણી 6 થી 7.5 તેની ખેતી અને સારી વૃદ્ધિ માટે આદર્શ છે. નીંદણ મુક્ત વાવણી માટે, મુખ્ય ખેતર ખેડવું અને સારી રીતે સમતળ કરવું જોઈએ. જુવારના વધુ ઉત્પાદન મેળવવા માટે બીજની વાવણીથી પહેલા જમીનની તૈયારી સારી રીતે કરવી જોઈએ.

તેના માટે  લોખંડની હળ વડે એકવાર અથવા બે વાર ખેતરમાં ખેડાણ કરવાનું રહેશે. એમ તો જુવારને સારા ખેડાણની જરૂર હોતી કારણ કે તે સીધી વાવણીના પાકના કિસ્સામાં અંકુરણ અને ઉપજને પ્રતિકૂળ અસર કરે છે. અલ્ફિસોલ્સ (ઘેરી લાલ માટી) માં જમીનની કઠણ તવાઓને દૂર કરવા માટે બંને દિશામાં 0.5 મીટરના અંતરાલથી ખેતરને 40 સે.મી.ની ઊંડાઈ સુધી કાપવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More