Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health Tips : ફુદીનાના ગુણ, કોઈ પણ સમસ્યામાં કરશે મદદ

આપણા દેશમાં અનેક વનસ્પતિઓ છે જે ઔષધિનું કામ કરે છે, અને જેને આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. ફુદીનો પણ આવી જ એક વનસ્પતિ છે. ફુદીનાનું નામ કોઈએ ન સાંભળ્યું હોય એવુ તો કદાચ જ હશે. તમને ખબર જ છે કે ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. અને ફુદીનામાં અનેક ફાયદાઓ રહેલા છે. તો આજના અમારા આ લેખમાં અમે જણાવીશું ફુદીનો સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Mint Juice For Health
Mint Juice For Health

આપણા દેશમાં અનેક વનસ્પતિઓ છે જે ઔષધિનું કામ કરે છે, અને જેને આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. ફુદીનો પણ આવી જ એક વનસ્પતિ છે.  ફુદીનાનું નામ કોઈએ  ન સાંભળ્યું હોય એવુ તો કદાચ જ હશે. તમને ખબર જ છે કે ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે.  અને ફુદીનામાં અનેક ફાયદાઓ રહેલા છે. તો આજના અમારા આ લેખમાં અમે જણાવીશું ફુદીનો સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે.

ફુદીનાના પાંદડા લીલા રંગના બહુ નાના નહિ અને બહુ મોટા નહિ એવા મધ્યમ કદના થોડા જાડા અને  સારી સુગંધ ધરાવતા હોય છે, અને ફુદીનો આપણા આંગણાની વનસ્પતિ કહેવાય છે. એના પાંદડા અથવા અર્ક નાના બાળકોથી માંડીને ઘરના વડીલો સુધી દરેક જણ ખાઈ શકે છે. તેનું સેવન કરવાથી કોઈ નુકસાન થતું નથી.

ફુદીનાનો ઉપયોગ દવા-ઔષધિ બનાવવામાં થાય છે, આ ઉપરાંત ઉત્તર ભારતના  મોટા શહેરો જેવા કે દિલ્હી, લખનઉ, હરિદ્વાર, ચંદીગઢ, બનારસ અને અમૃતસરમાં ચાર રસ્તાની આજુબાજુ તમે જોશો તો  ફુદીનાના શરબતવાળાઓની લારીઓ તમને અચૂક જોવા મળશે.  હવે તો ગુજરાતમાં પણ લોકો ફુદીનાનું શરબત પીવા લાગ્યા છે. ફુદીનો હિમાલયના પશ્ચિમી વિસ્તારમાં સહુથી વધારે જોવા મળે છે. એ સિવાય આમ તો આખા દેશમાં ફુદીનો ઉગે છે. આપણે ત્યાં  જોવા મળતો ફુદીનો અમુક મહિનાઓ  સિવાય બાકીના દિવસોમાં લીલોછમ જોવા મળે છે.

ગરમીમાં લૂથી બચાવે

ઉનાળાની ગરમીમાં લૂ લાગી જાય ત્યારે ફુદીનાનું પાણી શરબત બનાવીને પીવડાવવામાં આવે છે, જો ગરમી લાગી જાય તો ફુદીનાનું પાણી શરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે. સાથે જ તેને પીવાથી એનર્જી આવી જાય છે.

આ પણ વાંચો : Health Tips : આંબલીનું પાણી પીવાથી થશે શરીરને ફાયદા

 

મોં મા પડેલા ચાંદા મટાડે

મોંમાં ચાંદા પડી ગયા હોય ત્યારે ત્રણ-ચાર દિવસ સવાર-સાંજ ફુદીનો ચાવવાથી અથવા ફુદીનાનું શરબત પીવાથી તરત જ રાહત થવા લાગે છે. ફુદીનામાં પુરતા પ્રમાણમાં કેલ્શ્યિમ, લોહતત્ત્વ, વિટામિન-એ Vitamin A,વિટામિન-ઈ Vitamin E, તેમ જ કાર્બોદિત પદાર્થો, પ્રોટીન વગેરે તત્ત્વોની  ભરપૂર માત્રામાં હોય છે.

પાચન તંત્ર રહે સારૂ

ફુદીનાનો રસ ખોરાકને પચાવવામાં મદદ કરે છે, એટલે કે ફુદીનાનો રસ નિયમિત રીતે પીવાથી પાચન સારું રહે છે.  જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચાની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી શકો છો, આનાથી તમને રાહત થશે.

શ્વાસ સંબંધી રોગોમાં આપે રાહત

હ્રદય સંબંધી તકલીફોમાંથી ફુદીનાના રસના એકાદ-બે ટીપાં નાકમાં ઉમેરવાથી બંધ નાક ખૂલી જાય છે તેમ જ શરદીમાં પણ રાહત થાય છે. ઉનાળામાં ફુદીનાના રસમાં સાકર ઉમેરી શરબત તરીકે ઉપયોગ  કરવાથી તરસ તો છીપાય જ છે પરંતુ કફ પણ દૂર થાય છે. છાતીમાં કફ જામી ગયો હોય તો અડધો અડધો તોલો ફુદીનો, તુલસી, આદુના રસમાં એક ચમચી કાળું મરચું અને ચાર પીપર નાખીને પીવાથી કફ સાફ થાય છે.

આ પણ વાંચો : દૂધીનુ જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશરથી મળશે છૂટકારો, તેના સિવાય પણ છે અનેક લાભ

દાંતના દુખાવામાં આપે આરામ

દાંતના દુખાવાની સમસ્યા માટે ફુદીનાના પાનનો પાઉડર બનાવીને દાંતમાં ઘસો. તેનાથી દાંતનો દર્દ ઓછો થઈ જાય છે. ફુદીનામાં રહેલા ખાસ ગુણો દાંતના દર્દમાં આરામ આરામ આપે છે. આ ઉપરાંત દાઢ  દુઃખતી હોય, મોમાંથી દુર્ગંધ આવતી હોય તો ફુદીનાને ગરમ પાણીમાં ઉકાળીને પાણીથી કોગળા કરવાથી દર્દીનેરાહત થાય છે, તેમ જ દુર્ગંધ પણ જતી રહે છે.

ત્વચા બનાવે ચમકદાર

સ્કીન પર ખીલ અથવા ચાંદા પડેલા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાનને પીસી લો. તેને ડાઘવાળા વિસ્તારમાં લગાવવાથી આ ડાઘ છૂટકારો મળે છે. સ્કીન સબંધી સમસ્યામાં ફુદીનો ઉપયોગી નીવડે છે. ઉપરાંત ફુદીનાને સુકવીને નહાવાના પાણીમાં રોજ એક ચમચી નાખી સ્નાન  કરવાથી શરીરમાં તાજગી રહે છે.

આ પણ વાંચો : Camel Milk : ઊંટડીના દૂધનુ કરો સેવન, દૂધ પીવાથી થશે અનેક ફાયદાઓ

આ પણ વાંચો : લીંબુ પાણીનુ વધારે માત્રામાં સેવન પહોંચાડશે નુકસાન

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More