Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઔષધિય છોડની ખેતી તરફ વળ્યા ખેડૂતો, થાય છે સારી કમાણી

દેશમાં ખેડૂતો હવે ઔષધિની ખેતી કરવા લાગ્યા છે, અને ખેડૂતોને ઔષધીય પાકોના સારા ભાવ પણ મળી રહ્યા છે. એટલા જ માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને ઔષધિની ખેતી કરવા માટે મદદ કરી રહી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Cultivation Of Madicinal Plants
Cultivation Of Madicinal Plants

દેશમાં ખેડૂતો હવે ઔષધિની ખેતી કરવા લાગ્યા છે, અને ખેડૂતોને ઔષધીય પાકોના સારા ભાવ પણ મળી રહ્યા છે. એટલા જ માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને ઔષધિની ખેતી કરવા માટે મદદ કરી રહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ઔષધિય ખેતી કરવામાં આવે છે, અને ખેડૂત આ ખેતી દ્વારા અન્ય પાક કરતા પણ વધુ ઉપજ મેળવે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની જમીન ઔષધિય ખેતી માટે અનુકૂળ છે. તમામ ઔષધિય વનસ્પતિની વધતી જતી માંગને કારણે હવે ભાવ પણ સારા મળે છે. ખાસ માવજત પણ કરવી પડતી નથી, વાતાવરણની અસર થતી નથી. અને જંતુનાશક દવાની પણ જરૂર પડતી નથી. તેમજ ઢોરનો ત્રાસ પણ રહેતો નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઔષધિય વેપાર 7 ટકાના દરે અને ભારતમાં 20 ટકાના દરે વધી રહ્યો છે. ઔષધિય છોડની માગ વિકસિત તથા વિકાસશીલ દેશોમાં સતત વધી રહી છે તેથી જ ઔષધિઓની ખેતીમાં લાભ થાય છે. વિશ્વબજારમાં 60-80 બિલિયન ડોલર અને ભારતમાં ચાર હજાર કરોડનો કારોબાર છે. જેમાંથી 20 ટકા ઔષધિ આયુર્વેદિક ઉત્પાદન અને સૌંદર્ય પ્રસાધનોના નિર્માણમાં થાય છે.

કોરોના મહામારીએ ઔષધિય વનસ્પતિઓનું મહત્વ ખૂબ જ વધારી દીધુ છે, આ કોરોના મહામારીના લીધે આપણે પોતે જ આપણા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને ઔષધિય વનસ્પતિઓના મહત્વને વધુ સારી રીતે સમજવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે બજારમાં ઔષધિય ઉત્પાદનોની માંગ વધી છે, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. ઓછા ઉત્પાદન અને વધુ માંગને કારણે ખેડૂતોને ઔષધિય પાકોના સારા ભાવ મળી રહ્યા છે. આ જ કારણોસર વધુ આવકની ઈચ્છામાં ખેડૂતો ઔષધિય છોડની ખેતી તરફ વળ્યા છે.

આ પણ વાંચો : આદુનું પાણી પીવાથી થાય છે શરીરને અગણિત ફાયદાઓ

ખેડૂતો માટે વરદાન Useful For Farmers

અશ્વગંધા, ગીલોય, ભૃંગરાજ, સતાવર, ફુદીનો, મોગરા, તુલસી, એલોવેરા, બ્રાહ્મી, શંખપુષ્પી અને ગુલર વગેરે જેવા ઔષધિય છોડની ખેતી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. કેટલાક ઔષધિય છોડ એવા પણ છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. ત્યારે કંપનીઓ સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે ઔષધિય છોડનો ઉપયોગ કરે છે. ત્યારે આ પાકની ખેતી ખેડૂતોને બંને સ્વરૂપમાં કમાણી કરવાની તક આપે છે.

તમામ ઔષધિય ફૂલો અને ફળોનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે. આમાં આમળા, લીમડો અને ચંદનનું મહત્વ છે. તેમને રોપ્યા પછી તેઓ સૌપ્રથમ ઝાડનું રૂપ ધારણ કરે છે અને પછીથી તેમના પાંદડા, છાલ, ફૂલો, ફળો, મૂળ અને દાંડીના તમામ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે. જો કે મહત્વની વાત છે કે તેમાં લાંબા ગાળે કમાણી શરૂ થાય છે.

જો ખેડૂતો ઓછા સમયમાં નફો મેળવવા માંગતા હોય તો તેઓ અન્ય છોડ વાવી શકે છે. તેમાં ઈસબગુલ, તુલસી, એલોવેરા, હળદર અને આદુંનો  સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અમેરિકન તુલસીની ખેતીની પદ્ધતિ

સરકાર કરી રહી છે મદદ  The Government Is Helping

સરકાર ખેડૂતોને ઔષધિય છોડની ખેતી માટે પણ મદદ કરી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં ઔષધિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારો પણ તેમના સ્તર પર ઔષધિય છોડની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આમાં બીજ પરના અનુદાનથી લઈને તાલીમ સુધીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ખેડૂતો તેમના જિલ્લાના બાગાયત વિભાગનો સંપર્ક કરીને આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.

આ પણ વાંચો : ભીંડાની ખેતી માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ જુઓ, થશે સારૂ ઉત્પાદન

આ પણ વાંચો : વૃક્ષારોપણ ખેતી શું છે ? જાણો તેની પદ્ધતિ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More