Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ફુગની માનવ જીવન તેમ જ પશુધન પર થતી અસર અને તેનું નિયંત્રણ

આ ઝેરીદ્રવ્યોમાં મુખ્ય અને આપણા વિસ્તારમાં જોવા મળતું એસ્પરજીલસ ફુગ દ્વારા ઉત્પન્ન થતુ “આફ્લાટોક્સિન” છે. આ વિષ બે ફુગ દ્વારા સ્ત્રવે છે. 1.) એસ્પરજીલસ ફ્લેવસ 2.) એસ્પરજીલસ પેરાસીટીકસ. આપણે જો આફ્લાટોક્સિન શબ્દની સંધી છુટી પાડીએ તો આ એટલે એસ્પરજીલસ, ફ્લા એટલે ફ્લેવસ અને ટોક્સિન એટલે ઝેરીદ્રવ્ય. એસ્પરજીલસ ફ્લેવસ મુખ્યત્વે આપણા વિસ્તારમાં તથા અશિયામાં જોવા મળે છે જયારે એસ્પરજીલસ પેરાસીટીકસ મુખ્યત્વે અમેરીકા દેશમાં જોવા મળે છે. આફ્લાટોક્સિન મુખ્યરુપે મગફળીમાં જોવા મળે છે. મગફળીના ઉભા પાકમાં તે આફ્લા રોટ નામનો રોગ કરે છે જેનાથી છોડ સુકાય જાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને મગફળીના સંગ્રહીત બીજમાં લીલી ફુગ બાજેલી દેખાય તથા તેનાથી બીજની ગુણવત્તા અને બીજ અંકુરણ થવાની ક્ષમતા ઘટી જાય છે. મગફળી ઉપરાંત તે બાજરી, મકાઈ, અખરોટ, પિસ્તા અને દુધ વગેરે માં પણ જોવા મળે છે.

Rizwan Rashid Shaikh

આફ્લાટોક્સિનને લગતા મહત્વનાં બનાવો જોઇએ તો આફ્લાટોક્સિનની અસર ઘણા દેશોમાં જોવા મળી છે. તેમાં ઈ.સ. ૧૯૬૦ માં ઈંગ્લેન્ડમાં આવેલ તુર્કીમાં એક લાખ જેટલા મરઘાઓઆ આફ્લાટોક્સિનની ઝેરી અસરથી મ્રુત્યુ પામ્યા હતા તે રોગને તુર્કી-એક્સ રોગ તેરીકે પ્રચલિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માણસના શરીરમાં પણ તેની અસર ભારત, કેન્યા, મલેશિયા, થાયલેન્ડ જેવા દેશોમાં જોવા મળી હતી. જો ભારતમાં ગુજરાતની વાત કરીએ તો ઈ.સ. ૧૯૭૪ માં ગુજરાતના પંચમહાલ તથા રાજસ્થાનનાં બંસવારા જીલ્લામાં ચારસો જેટલા માણસોને આફ્લાટોક્સિન વાળી મકાઈ ખાવાથી હિપેટાઈટીસ (યક્રૃતનો સોજો) જેવી બિમારી થઈ હતી તેમાંથી સો જેટલા લોકો મ્રૃત્યુ પામ્યા હતા.

આફ્લાટોક્સિન સિવાયના બીજા આવા ઝેરીદ્રવ્યોમાં બાજરીમાં આવતા ગુંદરિયા રોગની રોગકારક ફુગ ક્લેવિસેપ્સ દ્વારા સ્ત્રવતું “અરગોટોક્સિન” , પાકમાં સુકારો આવે તેની રોગકારક ફુગ ફ્યુઝેરીયમ દ્વારા સ્ત્રવતું “ફ્યુઝેરીયમટોક્સિન” વગેરે.

આ ઝેરીદ્રવ્યોનું પ્રૃથ્થકરણ કરવા માટે આપણા દેશમાં ઘણી લેબોરેટરી પણ વિકસી છે તેમાં આપણા ગુજરાત રાજ્યમાં ક્રૃષિ અને ખાધ પ્રક્રિયા ઉત્પાદિત નિયાત વિકાસ APEDA – Agricultural & Processed food products Export Development Authority) અંતર્ગત અમદાવાદ, રાજકોટ જેવા ઘણા જિલ્લામાં આવી ફુગ દ્વારા સ્ત્રવતા ઝેરીદ્રવ્યોની ચકાસણી માટે લેબોરેટરીઓ આવેલી છે જે ખાધ પદાર્થો તથા ક્રૃષિ ઉત્પાદનોમાંથી આવા ઝેરીદ્રવ્યોની ચકાસણી કરી તેને નિકાસ અને ખાવા માટે યોગ્ય છે નહી તેની ચકાસણી કરી સાબિત કરે છે. આમ, આપણે જે ખોરાક લઈએ છીએ તે કેટલા અંશે આપણા માટે યોગ્ય છે તે જાણવું આવશ્યક છે અને તે માટે આપણી સરકાર અને ક્રૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આવા સંશોધનો દ્વારા સતત આપણા માટે કાર્યરત રહે છે.

આફ્લાટોક્સિનના નિયંત્રણના નિયમો :

આફ્લાટોક્સિસ નામનો એફલાટોક્સીનથી થતો રોગ ખાસ કરીને ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી થાય છે. આ પ્રકારનું ચેપનું નિયંત્રણ કરવાની મુખ્ય બે રીતો છે. પ્રથમ તો એસ્પરજિલસ ફુગની વૃધિ અટકાવવી અને ડિટોકસિફિકેશન. સીધી અને સરળ રીત ખાધપદાર્થોમાં ફૂગની વૃધિ અટકાવવી છે જયારે ડિટોકસિફિકેશનની રીતો ખુબ ખર્ચાળ છે.

રોગ આવ્યા પહેલા પગલાં

૧. ખાધપદાર્થો/ ખેત પેદાશોમાં ફૂગની વૃધિ અટકાવવી.

૨. ઉભા પાકમાં ફૂગની વૃધિ ન થાય તે માટે પગલાં ભરવા.

૩. કપણી સમયે ખેત પેદાશોને નુકશાન ન થાય તેનો ખ્યાલ રાખવો.

૪. સંગ્રહ દરમ્યાન ભેજ અને તાપમાનની યોગ્ય જાળવણી કરવી.

૫. કિટકોથી થતું નુકશાન અટકાવવું.

૬. પ્રતિકારક જાતો વાવવી.

આ પણ વાંચોઃ લસણમાં રોગ નિયંત્રણ અને સંગ્રહ માટે અપનાવો યોગ્ય જાળવણીની વ્યવસ્થા

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More