Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

લસણમાં રોગ નિયંત્રણ અને સંગ્રહ માટે અપનાવો યોગ્ય જાળવણીની વ્યવસ્થા

લસણ કંદ સ્વરૂપના પાકો પૈકી એક ખાસ પાક છે, તે ફક્ત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેની વિપુલ માંગ છે. જેનો ઉપયોગ શાકભાજી અને મસાલા સ્વરૂપમાં વિશેષ કરવામાં આવે છે. એટલું જ નહીં આ ફળ દેશ માટે વિદેશી હૂંડિયામણની કમાણી માટે પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેનાથી ભારતીય અર્થતંત્ર (Indian economy)ને ઉત્તેજન મળે છે. ભારતમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં લસણનું ઉત્પાદન મોટાપાયે કરવામાં આવે છે. આ પાક મોટાભાગે સિંચાઈની વ્યવસ્થા હોય ત્યા વિશેષ કરવામાં આવે છે. લસણમાંથી નિર્માણ પામેલી પેસ્ટ, પાઉડર, ફ્લેક્સ, લસણ તેલ, લસણનું અથાણુ વગેરે ઉત્પાદન બજારમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. કાપણીના સમયે લસણનું બજાર મૂલ્ય ઘણુ ઓછું હોય છે અને સંગ્રહ કરવાની યોગ્ય વ્યવસ્થાના અભાવને લીધે ખેડૂતો તેમના ઉત્પાદનોને ખુબ જ સસ્તી કિંમતથી વેચવા માટે મજબૂર બને છે. આ સંજોગોમાં ખેડૂતો સસ્તી અને સારી સંગ્રહ વ્યવસ્થા માટેનું માળખુ ઉભુ કરે તે આવશ્યક છે. અમે ખેડૂતોની આ મૂઝવણને દૂર કરી તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી શકે તે માટે અહીં કેટલાક સૂચનો રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તે જોઈએ.

Rizwan Rashid Shaikh

લસણના મૂળને પાંદડા સાથે હવાની સારી અવર-જવર ધરાવતી જગ્યા પર સંગ્રહ કરી શકાય છે. જોકે આ વિધિનો પ્રયોગ વ્યાપક પ્રમાણમાં કરવું શક્ય નથી અને આ માટે વધારે જગ્યાની જરૂર પડે છે. લસણના મૂળ જલ્દીથી, ઉચ્ચ ભેજની સ્થિતિમાં સડો તથા ફૂગનો શિકાર બનીને ખરાબ થઈ શકે છે.

કાપણી બાદ લસણમાં થતા રોગો અને તેના નિયંત્રણની શુ સ્થિતિ છે?

લસણના સંગ્રહ અને વિતરણના સમયમાં બ્લૂ મોલ્ડ રોટ, બલ્બની ક્ષતિ, એસ્પરજિલસ રોટ, ફ્યુસેરિયમ રોટ, ડ્રાઈ રોટ અને ગ્રે મોલ્ડ રોટ રોગ લાગે છે. તેમા સૌથી વધારે મૂળ બ્લૂ મોલ્ડ રોટ રોગને લીધે ખરાબ થઈ જાય છે. તેમા લસણમાં ઘા તથા ચકામા બની જાય છે. ત્યારબાદની અવસ્થામાં તેમા સ્પંજી અને પેનિસિલિયમ ફૂગનો પાઉડર ભરાઈ જાય છે. શુષ્ક રોટ રોગથી અસર પામેલા અંકૂરણ પણ થઈ શકતા નથી. આ પ્રકારના રોગ દેખાય ત્યારે ખેડૂતો અથવા વ્યાપારીઓએ અનેક પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. આ પ્રકારના રોગોના ફેલાવાને અટકાવવા માટે જિનેબ, બોરડેક્સ મિક્સ્ચર અને નબમ નામની દવાનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત માંકડની સમસ્યાને અટકાવવા માટે મિથાઈલ બ્રોમાઈડનો ગેસ 32 ગ્રામ પ્રતિ મીટર દરથી ઉપયોગ કરી શકાય છે.

ઓછા ખર્ચથી સંગ્રહ માટેનું માળખુ

ઓરડામાં લસણના મૂળ રાખવાના સંજોગોમાં 43-50 ટકા સુધી નુકસાન થઈ શકે છે. તે એક છાપરાવાળી વાંસની લસણ સંગ્રહની સંચરના છે. જેને કેવીકે બારા, રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી છે. સિમેન્ટના તળિયા સાથે વાંસથી તે તૈયાર કરવામાં આવે છે. જે 15 ફૂટ પહોંળાઈ અને 30 ફૂટ લાંબાઈ તેમ જ 12 ફૂટ ઊંચાઈ સાથે ચોક્કસ આકાર ધરાવે છે. તેમા 10 ટન લસણ રાખવાની ક્ષમતા છે. લસણની આ સંગ્રહ વ્યવસ્થા આશરે એક લાખ રૂપિયામાં તૈયાર થાય છે.

સ્ટોરેજ માળખાની વિશેષતા

આ સ્ટોરેજ માળખામાં લસણને સમગ્ર છોડના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે તથા તેની લાંબી આવરદા માટે વાયુમાર્ગને વિકસિત કરવામાં આવે છે. યોગ્ય વાયુ-સંચારને લીધે લસણની ઉપજ ક્ષમતા વધે છે. લસણના ઢગલાની ઉંચાઈ વધવા સાથે લસણના મૂળ ખરાબ થવાની સંભાવના વધી જાય છે. માટે 3 ફૂટ ઉંચાઈ રાખવા પર મૂળનો વજન ઓછો થાય છે. સાથે સમગ્ર લસણના છોડના સંગ્રહમાં સડો ઓછો થાય છે. માટે લસણના લાંબા સમય સુધી સંગ્રહ પાછળ યોગ્ય વાયુ સંચાર અને 3 ફૂટ ઉંચાઈ સુધી લસણનું વિભાજન કરવું યોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ દૂધીની આધુનિક ખેતી, વાવણીનો યોગ્ય સમય અને તેની નફાકારક સ્થિતિ વિશે જાણો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More