Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

Good Friday: જાણો શું છે ગુડ ફ્રાઈડેનો પાછળનો ઇતિહાસ, કેમ પહરવામાં આવે છે કાળા કપડા

આજે એટલે કે શુક્રવારે 29મી એપ્રિલે ખ્રિસ્તી સમુદાયના લોકોએ પોતાના બીજો પ્રમુખ તહેવાર 'ગુડ ફ્રાઈડેની' ઉજવણી કરી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેને ગ્રેટ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા હોલી ફ્રાઈડે નામથી પણ ઓળખવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રભુ ઈસુ
પ્રભુ ઈસુ

આજે એટલે કે શુક્રવારે 29મી એપ્રિલે ખ્રિસ્તી સમુદાયના લોકોએ પોતાના બીજો પ્રમુખ તહેવાર 'ગુડ ફ્રાઈડેની' ઉજવણી કરી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેને ગ્રેટ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા હોલી ફ્રાઈડે નામથી પણ ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ મુજબ, આજના દિવસે રોમન સામ્રાજ્યના ક્રૂર શાસકે રાજદ્રોહના આરોપમાં ભગવાન ઈસુને વધસ્તંભે ચડાવ્યા હતા. જેના પછી શુક્રવારે ઇસુએ માનવતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું. ત્યારથી જ ખ્રિસ્તી ધર્મના લોકોએ પ્રભુ ઈસુના યાદમાં ગુડ ફ્રાઈડેની ઉજવણી કરીએ છે.

પ્રભુ ઇસુએ આપ્યું લોકોને માનવતાનો સંદેશ

એવું કહેવાય છે કે ભગવાન ઇસુ માનવતા, એકતા અને અહિંસાનો ઉપદેશ આપીને લોકોને ભલાઈના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. ખ્રિસ્તીઓના ધાર્મિક ગ્રંથો મુજબ, એવું કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુએ જેરુસલેમમાં લોકોને ભગવાનનો સંદેશ આપતા હતા અને માનવ કલ્યાણનો ઉપદેશ તેમણે જણાવતા હતા. તેમના ઉપદેશોની લોકો પર ઊંડી અસર પડી, જેના કારણે લોકોએ પ્રભુ ઈસુને ભગવાનના દીકરા માનવા લાગ્યા. આવી ઘટનાઓ જોઈને ધાર્મિક અંધશ્રદ્ધા ધરાવતા લોકોએ તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો. તે લોકોએ રોમના શાસકને પ્રભુ ઈસુ વિરુદ્ધ ફરીયાદ કરી.

રાજદ્રોહના આરોપમાં મળ્યો મૃત્યુંદંડ

તે લોકોએ રાજાને કહ્યું કે ઈસુએ પોતાની જાતને ભગવાનનો પુત્ર કહે છે. તેથી ઇસુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે અને તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી જોઈએ. પછી રોમના શાસકે આવુ જ કર્યો અને તેમને નખની મદદથી ક્રોસ પર લટકાવવામાં આવ્યો હતો. જે દિવસે તેને વધસ્તંભે ચડવામાં આવ્યો હતો તેને જ ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે. આવી માન્યતા છે કે ત્યાર પછી રવિવારના દિવસે એટલકે, ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે, ભગવાન ઇસુ ફરીથી જીવંત થયા અને 40 દિવસ સુધી ધર્મ અને માનવતાનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. જણાવી દઈએ તેમના પુનરુત્થાનની ઘટનાને ઇસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે.

આવી રીતે કરે છે ખ્રિસ્તી ધર્મના લોકોએ ગુડ ફ્રાઈડેની ઉજવણી

મળતી માહિતી મુજબ ગુડ ફ્રાઈડે પર, તે લોકોએ ચર્ચમાં પ્રાર્થના કરે છે અને લોકોની સેવા કરે છે. જો કે આ શોકનો દિવસ છે એટલે આ દિવસે, ચર્ચ અને ઘરોમાંથી સુશોભન વસ્તુઓ દૂર કરવામાં આવે છે. ભગવાન ઇસુની યાદમાં લોકોએ કાળા વસ્ત્રો પહેરીને પદયાત્રા કાઢે છે. આ દિવસે, ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવવામાં આવતી નથી અને ઘંટા પણ વગાડવામાં આવતો નથી. ગુડ ફ્રાઈડે પર લોકો તેમના પાપો માટે ભગવાનથી ક્ષમા માંગે છે. તેમ જ ગુડ ફ્રાઈડે પર શાકાહારી અને સાત્વિક ખોરાક ખાવામાં આવે છે અને ક્રોસને ચુંબન કરીને ભગવાન ઇસુને યાદ કરવામાં આવે છે.

 ગુડ ફ્રાઈડે પર ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે. ખ્રિસ્તી સમુદાયના લોકો સવારની પ્રાર્થનામાં ભાગ લે છે. આ દિવસે પ્રભુ ઈસુના અંતિમ ક્ષણો અને બલિદાનને યાદ કરવામાં આવે છે અને ઈસુના ઉપદેશો વાંચવામાં આવે છે. તેમના સંદેશો અને ઉપદેશોને પોતાના જીવનમાં અમલમાં મૂકવાના પ્રયત્નો કરવામાં આવે છે.

જીસ્સ ક્રાઈસ્ટ
જીસ્સ ક્રાઈસ્ટ

ગુડ ફ્રાઇડેથી જોડાયેલા રસપ્રદ તથ્ય

  • ગુડ ફ્રાઈડેથી 40 દિવસ પહેલા ખ્રિસ્તી ધર્મના લોકોએ ઉપવાસ રાખે છે. પોતાના રીત અને રિવાજો મુજબ પૂજા કરે છે.
  • ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઇસુ દ્વારા કહેવામાં આવેલ છેલ્લા સાત વાક્યોને પ્રાર્થના દરમિયાન વાચવામાં આવે છે.
  • ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકોએ સામાજિક કાર્ય કરે છે અને ગરીબોને દાન, દક્ષિણા આપે છે. સાથે જ આજના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકોએ ખૂબ જ ઓછા ભોજનનું સેવન કરે છે.
  • ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકોએ ધરને સુંદર બનાવતી વસ્તુઓને કાપાડથી ઢાંકી દે છે. પરંતું બારામુડા એક માત્ર એવો દેશ છે જ્યાંના ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા આજના દિવસે પતંગ ચગાવવામાં આવે છે.
  • માન્યતાઓ મુજબ ગુડ ફ્ર્રાઈડેના ત્રીજા દિવસે પ્રભુ ઇસુએ રવિવારના દિવસે ફરીથી જીવિત થઈ ગયા હતા. તેથી આજથી ત્રીજા દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસ્ટર સંડેની ધૂમ-ધામથી ઉજવણી કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Other

More