Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

હવે વગર ડ્રાઈવરના સ્કૂટર પર ફરવા માટે થઈ જાઓ તૈયાર, બુક કરો અને લઈ લો રાઈડ

જેમ-જેમ વિજ્ઞાન નવી-નવી શોઘ કરી રહ્યો છે. તેમ-તેમ ટેક્નોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે ક્યારે-ક્યારે તો એવું લાગે છે કે આપણે આજકાલના સમય મુજબ પાછળ તો નથી ચાલી રહ્યા ને. ધારો છેલ્લા 15 વર્ષ પહેલા સ્માર્ટ ફોન વિશે પણ કોઈએ વિચાર્યું પણ નહોતા પરંતુ આજે બધાના પાસે સ્માર્ટ ફોન છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડ્રાઈવર વગરના સ્કૂટર
ડ્રાઈવર વગરના સ્કૂટર

જેમ-જેમ વિજ્ઞાન નવી-નવી શોઘ કરી રહ્યો છે. તેમ-તેમ ટેક્નોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે ક્યારે-ક્યારે તો એવું લાગે છે કે આપણે આજકાલના સમય મુજબ પાછળ તો નથી ચાલી રહ્યા ને. ધારો છેલ્લા 15 વર્ષ પહેલા સ્માર્ટ ફોન વિશે પણ કોઈએ વિચાર્યું પણ નહોતા પરંતુ આજે બધાના પાસે સ્માર્ટ ફોન છે. શું કોઈએ 10 વર્ષ પહેલા તે વિચાર્યુ હતું કે એક દિવસ આપણા ફોન જ આપણો વૉયલેટ બની જશે. આવી જ રીતે ક્યારે કોઈએ વિચાર્યું હતું, એક દિવસ ટેક્નોલોજી આટલી આગળ વઘી જશે કે ડ્રાઈવર વગરની ચાલતી કાર કે પછી સ્કૂટરની શોધ થઈ જશે અને તે માર્કેટમાં આવા માટે તૈયાર પણ થઈ જશે.પણ આ વાત તદ્દન સાચી છે. માર્કેટ માં આવું સ્કૂટર આવી ગયું છે.

ત્યાં હું તમને જણાવી દઉં જ્યારે મને તેના વિશે ખબર પડી ત્યારે મને મારા નાનપણની એક વાત ધ્યાનમાં આવી ગઈ. જ્યારે એક વગર ડ્રાઈવરના ચાલતી કારને જોવા કેટલાક લોકોએ મુંબઈમાં ઉમટી પડ્યા હતા. ત્યારે બે ત્રણ દિવસ સુધી સમાચારોમાં એજ વાત ઉપર ચર્ચા થઈ રહી હતી કે આવું થયું કેવી રીતે. દરેક પત્રકાર આ વાત જાણવા માટે દોડા-દોડી કરી રહ્યા હતા. પણ કોઈને ત્યારે તેના વિશે કોઈ જાણ થઈ નોહતી. પરંતુ જ્યારે આજે મેં આ સ્કૂટરની વીડિયો જોઈ ત્યારે મને ખબર પડી કે આ તો વિજ્ઞાનનું ચમત્કાર છે જો કે ત્યારે ટ્રાયલ પર હતો અને આજે તે સાચો પડી ગયો છે.

વગર ડ્રાઈવરના સ્કૂટર

વાત જાણો એમ છે કે OLA SOLO ઈલેક્ટ્રિક સ્કૂટર દુનિયાના પ્રથમ સેલ્ફ બેલેન્સિંગ અને વગર ડ્રાઈવરને  ચાલતા ઇલેક્ટ્રિક સ્કૂટરે બધાને ચોંકાવી દીધા છે. ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિક દુનિયામાં એક ચમત્કાર લાવવા જઈ રહી છે. Ola ઈલેક્ટ્રીકએ તેના Ola SOLO સ્કૂટરની જાહેરાત કરી છે, જે પોતાની જાતે ડ્રાઈવ કરી શકે છે અને બેલેન્સ કરી શકે છે.

કંપનીના સીઈઓએ પુષ્ટિ કરી છે

ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલે તાજેતરમાં એક ઓનલાઈન વીડિયો શેર કર્યો છે, જેમાં સેલ્ફ ડ્રાઈવ ઈલેક્ટ્રિક સ્કૂટર જોઈ શકાય છે. વિશ્વના આ પ્રથમ ઓટોમેટિક ઇલેક્ટ્રિક સ્કૂટર Olo Soloની જાહેરાત સોમવારે એટલે કે 1લી એપ્રિલે કરવામાં આવી છે. આ વિડિયો જોઈને મોટા ભાગના લોકોનું માનવું હતું કે કંપનીએ એપ્રિલ ફૂલના દિવસે શેર કરીને દરેકની સાથે પ્રૅન્ક રમી હતી, પરંતુ બાદમાં ભાવિશ અગ્રવાલે તેની પુષ્ટિ કરી હતી. જો તમે પણ આ ચાલતા સ્કૂટરની વીડીયો જોવા માંગો છો તો ત્યાં કિલ્ક કરો.

ઓલા સેલ્ફ બેલેન્સિંગ પર કામ કરી રહી છે

ભાવિશ અગ્રવાલે 2 એપ્રિલે X (જૂનું નામ ટ્વિટર) પર વિડિયો શેર કર્યો અને લખ્યું, “માત્ર એપ્રિલ ફૂલ મજાક નથી! અમે ગઈકાલે ઓલા સોલોની જાહેરાત કરી હતી અને તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. ઘણા લોકોએ લખ્યું છે કે શું તે વાસ્તવિક છે કે એપ્રિલ ફૂલની મજાક!

જ્યારે આ વીડિયોનો હેતુ લોકોને હસાવવાનો હતો, તેની પાછળની ટેક્નોલોજી એવી છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ અને પ્રોટોટાઈપ પર જઈ રહ્યા છીએ. આ દર્શાવે છે કે અમારી એન્જિનિયરિંગ ટીમો કેવા પ્રકારનું અગ્રણી કાર્ય કરવા સક્ષમ છે.

આ ટેક્નોલોજી ભવિષ્યમાં જોવા મળશે

તેણે આગળ લખ્યું, Ola SOLO એ ગતિશીલતાના ભવિષ્યની ઝલક છે અને અમારી એન્જિનિયરિંગ ટીમો ટુ-વ્હીલર્સમાં સ્વાયત્ત અને સ્વ-સંતુલિત તકનીક પર કામ કરી રહી છે, જે તમે અમારા ભવિષ્યમાં જોઈ શકશો. ઉત્પાદનોમાં જોઈ શકશો.

Share your comments

Subscribe Magazine

More on Other

More