Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

એક અબજ લોકોનો જીવ જોખમમાં, રિપોર્ટમાં નવી પદ્ધતિની ખેતીને જણવવામાં આવ્યું કારણ

ગ્લોબલ વાર્મિંગના કારણે ઉનાળાની ઋતુમાં શિયાળા તો શિયાળાની ઋતુંમાં ઉનાળાનો અનુભવ થવાનું હવે નોર્મલ વાત થઈ ગઈ છે. ક્યારે-ક્યારે તો એવું પણ બને છે કે વરસાદની ઋતુંમાં વરસાદ થવાની જગ્યાએ કાળઝાળ ગરમી પડે છે. તો ક્યારે-ક્યારે જે ઋતુમાં લોકો વિચારતા પણ નથી તે ઋતુંમાં વરસાદ થવા માંડે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભારતની નદીઓ સુકાઈ જવાના આરે
ભારતની નદીઓ સુકાઈ જવાના આરે

ગ્લોબલ વાર્મિંગના કારણે ઉનાળાની ઋતુમાં શિયાળા તો શિયાળાની ઋતુંમાં ઉનાળાનો અનુભવ થવાનું હવે નોર્મલ વાત થઈ ગઈ છે. ક્યારે-ક્યારે તો એવું પણ બને છે કે વરસાદની ઋતુંમાં વરસાદ થવાની જગ્યાએ કાળઝાળ ગરમી પડે છે તો ક્યારે-ક્યારે જે ઋતુમાં લોકો વિચારતા પણ નથી તે ઋતુંમાં વરસાદ થવા માંડે છે. ગ્લોબલ વાર્મિંગના કારણે હવામાનમાં આવ્યા તે ફેરફારથી હવે ભારતમાં સ્થિતિ વણાસી જવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

એક રિપોર્ટમાં સામે આવ્યો છે કે હવામાનમાં થતા ફેરફારના કારણે ભારતની પ્રમુખ નદીઓ સુખી જવાના આરે પહોંચી જશે. આ નદીઓમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર તેમજ દક્ષિણ એશિયાની ઘણી મુખ્ચ નદીઓના સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યા છે જો આંવું થશે તો લગભગ 1 અબજ લોકોના સામે જીવન-મરણની સ્થિતિ ઉભી થઈ શકે છે.

ભારતની નદીઓ વિશે રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે

ભારતની નદીઓ વિશે હાઈવેટિંગ રિવર બેસિન ગવર્નેન્સ એન્ડ કોઓપરેશન ઈન ધ એચકેએચ રિજન પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની ત્રણ પ્રમુખ નદી ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર પર હવામાનમાં ફેરફારનું સૌથી વધુ અસર પડશે. તે સુખી જવાની સ્થિતિમાં પહોંચી જશે. જણાવી દઈએ કે આ ત્રણ નદીઓ હિંદુ કુશ, હિમાલય, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના અમુક ભાગોના ફ્રેશ પાણીના સ્ત્રોત છે. તેનું બરફ, ગ્લેશિયરો અને વરસાદથી આવતું પાણી એશિયાની 10 સૌથી મોટી રિવર સિસ્ટમને મદદ કરે છે. જો આ નદીઓ સુખાઈ જાય છે તો ખેતીથી લઈને બીજા દરેક કામ રોકાઈ જશે અને 1 અબજથી વઘું લોકોના જીવ જોખમમાં મુકાઈ જશે.

ભારતના લોકો માટે ગંગા નદી માં છે

ભારતના લોકો માટે ગંગા નધી ફક્ત એક નદી નથી પરંતુ માં છે. ભારતની લગભગ 85 ટકા વસ્તી એટલે કે 119 કરોડ લોકોએ તેની પૂજા કરે છે. તેમ જ ભારતની 60 કરોડથી વધુ વસ્તી ગંગા નદીના કાંઠે આવેલ શહેરમાં જ વસે છે. ઝડપથી થતા ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને રાસાયણિક ખેતીના કારણે  નદીના પારિસ્થિતિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.  

ઔદ્યોગિકરણ નદીઓ માટે સારો નથી

રિપોર્ટમાં એ વાત ઉપર પણ ભાર મૂકાયો છે કે સીવેજ અને ઔદ્યોગિક કચરો અંધાધૂંધ રીતે ઠલવાતા પાણી ગંભીર રીતે પ્રદૂષિત થયું છે. તેના લીધે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ખતરો પેદા થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જળ સંસાધનોની ભરપાઈ માટે માનસૂનની ઋતુ હવે વધુ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગઈ છે.

268 મિલિયનથી વધુ લોકો માટે લાઈફલાઈન સિંધુ નદી

ગંગા નદીની જેમ સિંધુ નદી પણ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને ચીનના 268 મિલિયનથી વધુ લોકો માટે લાઈફલાઈન સમાન છે. હવામાનમાં ફેરફારના કારણે તે પણ ભયાનક સંકટમાં છે. વધતું તાપમાન, અનિયમિત મોનસૂન અને પર્યાવરણીય ફેરફાર તેને સંકટ તરફ ધકેલી રહ્યા છે. એજ સ્થિતિ બ્રહ્માપુત્ર નદીની પણ છે. બરફ પીગળવાનો દર વધવાની આશંકાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતાને અસર થશે અને લગભગ 1 અબજ લોકોનુ જીવ જોખલમાં મુકાઈ જશે.

 

Share your comments

Subscribe Magazine

More on Other

More