Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

લોકસભા ચૂંટણીની તારીખોની થઈ જાહેરાત, જાણો ગુજરાતમાં ક્યારે યોજાશે લોકતંત્રનો મહા પર્વ

વિશ્વના સૌથી મોટા લોકશાહી ગણાતા ભારતમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મુખ્ય ચૂંટણી પંચે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આજેથી ઠીક 3 મહીના પછી એટલે કે 4 જુનના દિવસે દેશને પોતાની નવી સરકાર મળી જશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
લોકસભા ચૂંટણીની થઈ જાહેરાત
લોકસભા ચૂંટણીની થઈ જાહેરાત

વિશ્વના સૌથી મોટા લોકશાહી ગણાતા ભારતમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મુખ્ય ચૂંટણી પંચે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આજેથી ઠીક 3 મહીના પછી એટલે કે 4 જુનના દિવસે દેશને પોતાની નવી સરકાર મળી જશે. દેશની જનતા ભારતના ભવિષ્યનું નિર્ણય 7 તબક્કામાં કરશે .દેશના 97 કરોડથી વધુ મતદારોએ 10 લાખથી પણ વધું પોલીંગ સ્ટેશન પર પોતાના મત આપશે અને દેશના ભવિષ્ય નક્કી કરશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 અપ્રેલે થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જુનના રોજ પૂર્ણ થશે. તેના પછી 4 જુનના રોજ ચુંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે

ગુજરાતમાં ક્યારે થશે મતદાન  

4 જુને પરિણામ આવ્યા પછી ખબર પડી જશે કે દેશમાં એનડીએની સરકાર બનશે કે પછી ઈન્ડિયા ગઠબંધનની. આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26ની 26 બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, તેમ જ રાજ્યની કુલ 5 વિશાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીનું મતદાન પણ એજ દિવશે થશે.

ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

 

  • 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.

 

  • 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.

 

  • 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.

 

  • 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.

 

  • 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

 

  • 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

 

  • 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.

ત્યાં યોજાશે લોકસભાના સાથે વિધાનસભાની પણ ચૂંટણી

ભારતના ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણી તેમજ અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે અરુણાચલ અને સિક્કિમમાં 19મી એપ્રિલે મતદાન થશે જ્યારે આંધ્ર પ્રદેશમાં 13મી મેના રોજ મતદાન થશે. આ સિવાય ઓડિશામાં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

 ચૂંટણી ભારતનું ઉત્સવ અને ગૌરવ છે

ચૂંટણી કમિશનરે કહ્યું કે ભારતમાં ચૂંટણી એક ઉત્સવ અને દેશનું ગૌરવ છે. તેમણે કહ્યું કે અમારી ટીમ ચૂંટણીની તૈયારી કરી રહી છે. અમે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા

Related Topics

Loksabha Election Gujarat Voting

Share your comments

Subscribe Magazine

More on Other

More