Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં સિલેક્ટ થયા 26 ગુજરાતિઓ, જાણો કોણે મળી કઈ રેન્ક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા-2023નું પરિણામ જાહેર કર્યું હતુ. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) માટે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
યૂપીએસસીની પરીક્ષામાં 26 ગુજરાતિઓ ઝળક્યા
યૂપીએસસીની પરીક્ષામાં 26 ગુજરાતિઓ ઝળક્યા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા-2023નું પરિણામ જાહેર કર્યું  હતુ. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) માટે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 180 IAS અને 200 IPS ઓફિસર બનશે.જેમાં લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયામાં પહેલો રેન્ક મેળવ્યો છે. જ્યારે અનિમેષ પ્રધાનને બીજો અને અનન્યા રેડ્ડીએ ત્રીજો રેન્ક મેળવ્યો હતો. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.

ગુજરાતથી કેટલાક ઉમેદવારોની થઈ પસંદગી

જો આપણે ગુજરાતની વાત કરીએ આ 1016 છાત્રોમાંથી 26 છાત્રો ગુજરાતના છે. જેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) માં પસંદગી પામી છે. જેમાં 20  યુવકો અને યુવતીઓ છે. જ્યારે 6 લોકોએ 35થી વધુ વયના છે. જણાવી દઈએ આ આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ગુજરાતમાંથી 16 ઉમેદવારો સિલેક્ટ થયા હતા.  તમને આ વાત જાણીને ખુશી થશે કે આ વર્ષે પણ ટોપ 100ની રેન્ક મેળવનાર ઉમેદવારોમાંથી 4 ગુજરાતના છે.  

ગુજરાતના 219 ઉમેદવારોમાંથી સિલેક્ટ થયા ફક્ત 26

વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે 2023ની પરીક્ષા પ્રક્રિયામાં સ્પીપાના 219 ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને જેમાંથી 60 ઉમેદવારો મેઈન પરીક્ષા પાસ થયા હતા. જેઓએ પર્સનાલિટી ટેસ્ટ આપી હતી અને આ 60 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે અમદાવાદની એક યુવતી ગરીમા મુંદ્રા સેલ્ફ સ્ટડી દ્વારા દેશના ટોપ 100 રેન્જમાં આવી છે અને 80મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે ગુજરાતના 26 સિલેક્ટેડ ઉમેદવારોમાં 6 યુવતીઓ અને 20 યુવકો છે. આ વર્ષે પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષય ધરાવતા હતા.

ગુજરાતમાંથી સિલેક્ટ થયા ઉમેદવારોની યાદી

ઉમેદવાર

વિષય

રેન્ક

વિષ્ણું શશિકુમાર

પોલિટિકલ સાઇન્સ એન્ડ ઇંટનનેશનલ રિલેશન

31

અંજલી ઠાકુર

સોશિયોલોજી

43

અતુલ ત્યાગી

ઇન્ગલિશ લિટરેચર

62

ગરિમા મુંદ્રા

કોમર્સ- એકાઇન્ટસ

80

મિતુલ પટેલ

સોશિયોલોજી

139

રમેશ વર્મા

સોશિયોલોજી

150

અનિકેત પટેલ

લૉ

183

સમિક્ષા જ્હા

સાયકોલોજી

362

હર્ષ પટેલ

સાયકોલોજી

392

ચંદ્રેશ શાંખલા

પોલિટિકલ સાઇન્સ એન્ડ ઇંટનનેશનલ રિલેશન

432

 

કરણ કુમાર પન્ના

ફિલોસોફી

486

રાજા પટોળિયા

જિયોલૉજી

488

જૈનિક દેસાઈ

મેથ્સમેટિક્સ

490

કંચનબેન ગોહિલ

ગુજરાતી લિટરેચર

506

સ્મિત પટેલ

ગુજરાતી લિટરેચર

562

આદિત્ય અમરાણી

સોશિયોલૉજી

702

દીપ પટેલ

ગુજરાતી લિટરેચર

779

નિતિશ કુમાર

ગુજરાતી લિટરેટર

797

ગંઝાલા ઘાંચી

મેડિકલ સાઈન્સ

825

અક્ષય લામ્બે

પબ્લિક એડમિનિસ્ટ્રેશન

908

કિશન કુમાર જાદવ

સોશિયોલૉજી

923

પાર્થ ચાવડા

ગુજરાતી લિટરેચર

932

કેયુર કુમાર પારગી

પોલિટિકલ સાઇન્સ એન્ડ ઇંટનનેશનલ રિલેશન

936

મીના આર

સોશિયોલૉજી

946

કેયુર ભોજ

મેથ્સમેટિક્સ

1005

આકાશ ચાવડા

સોશિયોલૉજી

1007

આ પણ વાંચો: મેથી અને ઇસાબગુલની વાવણીથી લઈને સંગ્રહ સુધીની સંપૂર્ણ રીત

Related Topics

UPSC Result Gujarati Student Rank

Share your comments

Subscribe Magazine

More on Other

More