Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સરગવાની સીંગની ખેતી માટેની પદ્ધતિ

શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. સરગવાની શીંગોમાં વિટામિન ‘બી’ અને ‘સી” ભરપૂર પ્રમાણમાં હોય છે. તો આવો જોઈએ સરગવાની સીંગને કેવી રીતે ઉગાડી શકાય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Drumstick
Drumstick

પરિચય

શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની શીંગોમાં વિટામિન ‘બી’ અને ‘સી” ભરપૂર પ્રમાણમાં હોય છે. શીંગોમાં કાર્બોહાઈટ્રેટ્સ 3.7%, પ્રોટીન 2.5% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્ત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગ સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.

ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. કિચન ગાર્ડનમાં સરગવાનું સ્થાન નિશ્ચિત રૂપે જોઈ શકાય છે. સરગવાની આધુનિક ખેતી પદ્ધતિ માટે અગત્યના મુદ્દા આ પ્રમાણે છે.

જમીન

સરગવો સામાન્ય રીતે દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.

હવામાન

ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન અનુકૂળ છે. અને વધુ પડતી ગરમી કે ઠંડી સરગવના ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.

રોપણી

સામાન્ય રીતે ઉનાળામાં 45 સે.મી. x 45 સે.મી. x 45 સે.મી.ના ખાડા 6 મીટર x 6 મીટરના અંતરે તૈયાર કરવા. તેને સારા કહોવાયેલા છાણિયા ખાતર તેમજ ઊઘઈ નિયંત્રણ માટે પેરાથિયોન ડસ્ટ 30 ગ્રામ ખાડા દીઠ છાણિયા ખાતર સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતર મિશ્રણ કરી ખાડા પૂરવા. ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રિલ-મે માસમાં તૈયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી, તુરત જ પિયત આપવું. જરૂરત પડે રોપાને લાકડી અગર વાંસનો ટેકો આપવો.

રાસાયણિક ખાતર

રોપણી સમયે પાયામાં ખાડા દીઠ ૧00 ગ્રામ ડીએપી અને ૧00 ગ્રામ પોટાશ છાણિયા ખાતર સાથે આપવું.

પૂર્તિ ખાતર

રોપણી બાદ ત્રણ માસે પ૦:૨૫:૨૫ ગ્રામ/છોડ દીઠ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતર થડની આજુબાજુ ૩૦ થી ૪૫ સે.મી.ના અંતરે રીંગ કરી જમીનમાં આપી ગોડ કરવી. ત્યારબાદ છ માસે પ0 ગ્રામ નાઈટ્રોજન / છોડ દીઠ આપવો જોઈએ.

પિયત

ચોમાસામાં વરસાદ ખેંચાય તો જરૂરત મુજબ હળવું પાણી આપવું. ફૂલ બેસતી વખતે અને શીંગોના વિકાસ સમયે ૩૦ દિવસના અંતરે પિયત આપવા.

માવજત

જરૂર મુજબ નીંદણ નિયંત્રણ કરી ખામણાને ગોડ મારવો. છોડ એકાદ મીટર ઊંચાઈના થાય ત્યારે અગ્રભાગ કાપી પ્રુનિંગ કરવું. વધુ ઉંમરવાળા ઝાડને એકાદ મીટરની ઊંચાઈએથી થડ કાપીને તેનુ પ્રુનિંગ કરવું જોઈએ.

પાક સંરક્ષણ

સામાન્ય રીતે સરગવામાં રોગ અને જીવાતનું પ્રમાણ નહિવત્ જોવા મળે છે. છતાં પણ આંતરપાક લઈએ ત્યારે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થાય છે ત્યારે ભલામણ કરેલ શોષક પ્રકારની દવાના જરૂરત મુજબ એક થી બે છંટકાવ કરવા જરૂરી છે.

ગુજરાતના ઘણાં પ્રગતિશીલ ખેડૂતો ખેતરના શેઢે કે પાળે સરગવાના વૃક્ષો ઉછેરી પૂરક આવક મેળવી રહ્યા છે અને સરગવાની ખેતીથી આર્થિક રીતે સદ્ધર બન્યાં છે. તમે પણ સરગવાની ખેતી અપનાવો અને ખેતી દ્વારા વધારે આવક મેળવો.

આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More