Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

ઘરમાં જ ગાર્ડનિંગ કરતા લોકો માટે આજે અમે લઈને આવ્યા છે કેટલાક એવા ઉપાયો જેનાથી તમારા ગુલાબના છોડમાં સુંગધિત ફૂલો આવશે. ગુલાબના છોડના ઉછેરમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બને છે.

Himanee Chauhan
Himanee Chauhan
Rose Gardening
Rose Gardening

ગુલાબના છોડને પૂરતી કાળજીની જરૂર

આજે લોકોને ઘરમાં છોડ-વૃક્ષ રોપવાનો શોખ હોય છે તેના ઘરમાં તમને ગુલાબનો છોડ ચોક્ક્સથી જોવા મળશે. હકીકતમાં ગુલાબના ખુશ્બૂદાર ફૂલ બધાને પસંદ હોય છે. પરંતુ ઘણીવાર ખૂબ જ કાળજી અને ખાતર-પાણીથી ઉછેર કરવા છતાં છોડમાં ફૂલ આવતા નથી અથવા તો ખૂબ જ ઓછા આવે છે. જેના કારણ ગુલાબનો છોડ ફૂલ વગરનો જ રહી જાય છે એટલા માટે ગુલાબના છોડના ઉછેરમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બને છે. જાણો, કેટલીક ગાર્ડનિંગ સંબંધિત કેટલીક ટિપ્સ જેનાથી ગુલાબના છોડમાં સુંગધિત ફૂલો આવવા લાગશે.  

માટી પર વધારે ધ્યાન આપો

ગુલાબના છોડની માટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ગુલાબના છોડ માટે માટી રેતીવાળી હોવી જોઇએ. આ સાથે જ તેમાં છાણનું ખાતર મિક્સ કરતા રહો. માટીને સખત ન બનવા દેશો અને સમય-સમય પર તેમાં ખોદાણ કરતાં રહો જેનાથી પાણી છોડના મૂળ સુધી પહોંચી શકે. જો તમે નવો છોડ લાવ્યા છો તો તેને રીપૉટ ચોક્કસથી કરો. ધ્યાન રાખો કે બ્રાન્ચને ઉપરની તરફથી કાપો જેનાથી છોડ નીચેની તરફ વૃદ્ધિ પામી શકે. છોડ લંબાઇથી વધે ઉપરાંત તેની જાડાઇનું ધ્યાન આપો. 

છોડને સૂકવા ન દેવો જોઈએ

જો તમને લાગી રહ્યુ છે કે છોડ સુકાઇ રહ્યો છે તો તેના માટે તમારે કેટલાક ખાટ્ટા ફળોની છાલને એક ડોલ પાણીમાં નાંખીને રહેવા દો. બે દિવસ પછી આ પાણીને તમે ગુલાબના છોડમાં નાંખો આ સાથે જ સ્પ્રે બોટલથી પાંદડાં પર પણ છાંટો. આ સાથે જ શાકભાજી અને દાળ-ચોખા ધોયા પછી અથવા બટાકા બાફ્યા બાદ બચતાં પાણીને પણ ઠંડું કરીને છોડમાં નાંખો. તેનાથી છોડને ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિયેન્ટ્સ મળશે. 

ફંગસથી કરો બચાવ

ગુલાબના છોડમાં ફંગસ ન ફેલાય તેના માટે છોડમાંથી પીળા પાંદડાં દૂર કરતાં રહો અને તેની ડાળખીઓને સમય-સમયે કાપતાં રહો. જ્યાંથી તમે ડાળી કાપી રહ્યા છો તે જગ્યા પર થોડીક હળદર લગાવી દો. તેના માટે એક ચમચી હળદર પાઉડરને થોડાક ટીપાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને બ્રાન્ચ પર લગાવી દો. તેનાથી છોડમાં ફંગસ થશે નહીં. તે ખૂબ જ ફાયદાકારક રહેશે.

હોમમેડ ખાતર વાપરો

ગુલાબના છોડમાં બજારમાંથી મળતું ખાતર નાખવાં કરતાં યોગ્ય રહેશે કે તમે તેના માટે હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો. તેના માટે તમે કેળાની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીને ઠંડું કરીને છોડમાં નાંખી શકો છો આ સાથે જ કેળાની છાલને સુકવીને દળીને તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. ખાતર માટે તમે ગ્રીન ટી અને ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો. 

આ પણ વાંચો : એલચીની કરો ખેતી, એલચીથી થશે લાખોની કમાણી

આ પણ વાંચો : આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More