Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેતી માટે કુદરતી વ્યવસ્થાપનો કેમ છે ઉપયોગી ?

કોઈપણ દેશના આર્થિક વિકાસની કક્ષા તે દેશમાં પ્રાપ્ત થતાં કુદરતી સંસાધનો પર આધારિત રહેલી છે. અને જ્યાં આવા સંસાધનો ઉપલબ્ધ હોય છે તે દેશનો અને દેશના લોકોનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે, અને જ્યાં આ સંસાધનોની અછત હોય છે ત્યાં દેશના અને દેશના લોકોના આર્થિક વિકાસમાં અવરોધ આવે છે. કુદરતી સંસાધનોમાં જળનુ વિશેષ મહત્વ રહેલુ છે. અને સમગ્ર સૃષ્ટિના વિકાસને જોડતી કડી પાણી છે. ઉલ્લેખનીય છે કે માત્ર વિકાસ જ નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ પાણી આપણી મૂળભૂત જરૂરિયાત છે.

Himanee Chauhan
Himanee Chauhan

1. ટકાઉ રોજગાર માટે કુદરતી સ્ત્રોતોનુ વ્યવસ્થાપન

ભારત કૃષિ આધારિત દેશ છે, અને આજે પણ લોકો ખેતી કરીને રોજગાર મેળવે છે. મહત્વની વાત તો એ છે કે આપણો ભારત દેશ અઢળક કુદરતી સંપત્તિ અને સંસાધનો ધરાવે છે. જેમાંથી દેશની મોટા ભાગની વસ્તી ખેતી કરીને રોજગારી મેળવી રહી છે. જેને લઈને આ કુદરતી સ્ત્રોતોનું ટકાઉ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. જેથી કરીને સમુદાયોના રોજગાર અને સહ-અસ્તિત્વની ખાતરી રહી શકે છે. ગુજરાત માં પણ ખેડૂતો ખેતી માટે વધારે પડતા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે.

2. ખેતી અને સંબંધિત પ્રવૃતિઓ દ્વારા ફાયદાકારક રોજગાર

ખેતી અને તેના સંબંધિત પ્રવૃતિઓ ભારતમાં ખૂબ જ ફાયદાકારક રોજગાર પૂરું પાડે છે, સંકલિત જોડાણો, મજબૂત નીતિઓ અને જોખમ વ્યવસ્થાપન આયોજન એ એવી કેટલીક બાબતો છે જે આ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો માટે મહત્વની છે.  

  • પાક ઉત્પાદન

ખેતીને લગતી માહિતી અને ખેતીના પાકના ઉત્પાદન અંગેની ટેક્નોલોજી, પાકની લણણીની પ્રક્રિયા બાદ ઉપયોગી ટેક્નોલોજી, ખેડૂતો માટે દુષ્કાળ મેનેજમેન્ટ અંગે માહિતી વગેરે બાબતોને આવરી લેવામાં આવે છે.

  • પશુ સંવર્ધન

યોગ્ય પશુ આહારએ સફળ પશુપાલનનુ પ્રથમ પગથિયુ છે, પશુ સંવર્ધનમાં ડેરી, પોલ્ટ્રી, બકરા, સસલાં, ઘેટાં, વગેરેનો વાણિજ્ય સંબધિત ઉત્પાદન કરવામાં આવે છે. અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન કરવામાં આવે છે.

ખેતીમાં કુદરતી સંસાધનો આવશ્યક છે, જેમાં મત્સ્યદ્યોગ પણ ખૂબ જ જરૂરી સંસાધન છે. માછલી ઉત્પાદનના વિવિધ પાસાંઓ જેમાં દેશી મત્સ્ય, પ્રોન સંવર્ધન, મોતી ઉત્પાદન, મશીનરી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • ફાર્મ-આધારિત ઉદ્યોગ સાહસો

ફાર્મ આધારિત ઉદ્યોગ સાહસોમાં ખેડૂતો માટે ઉપયોગી તેવી માહિતી આપવામાં આવે છે, અહીં નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ કૃષિ સંગઠનો યોગ્ય અને વિગતવાર માહિતી આપતા હોય છે. જેમકે અદ્યતન નર્સરી, મધમાખીનું પાલન, મશરૂમ ઉત્પાદન, ગૃહ ખેતી, અળસિયાનું ખાતર, કૃષિ ઉદ્યોગ ગ્રામીણ ટેક્નિકો વગેરે બાબતો વિશે માહિતી આપવામાં આવે છે.

  • શ્રેષ્ઠ પ્રણાલીઓ

ટકાઉ કૃષિ, પશુપાલન, મત્સ્ય, કૃષિ આધારિત સાહસો શ્રેષ્ઠ  પ્રણાલીમાં કેસ સ્ટડી અને અનુભવી અને નિષ્ણાતો પાસેથી માહિતી વગેરે આવરી લેવામાં આવ્યા છે.

  • નીતિઓ અને યોજનાઓ

કૃષિ, બાગાયત, પશુ પાલન, મત્સ્ય, ગ્રામીણ વિકાસને લગતા નીતિ નિયમો અને યોજનાઓને આ વિભાગમાં આવરી લેવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : કિચન ગાર્ડન: ઘરમાં સરળ રીતથી મેથીના પાક ઉગાડવાની રીત

 આ પણ વાંચો : ગાયનું છાણ માનવ સ્વસ્થથી લઈ જમીન પોષણ માટે ઉત્તમ ઔષધિ અને ખાતર



Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More