Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

એલચીની કરો ખેતી, એલચીથી થશે લાખોની કમાણી

વર્ષોથી ભારતના મસાલાઓની ઓળખાણ આખી દુનિયામાં જોવા મળી રહી છે, એલચી પણ આ મસાલાઓમાંથી એક છે જેનો સ્વાદ બીજા મસાલાઓથી અલગ છે. એલચીની ખેતી કરવાથી લાખોની કમાણી કરી શકાય છે. અમે તમને આજે એ જ એલચી વિશે જણાવી રહ્યાં છીએ. શું તમે જાણો છો કે એલચીની ખેતી કરી શકાય છે અને એલચીની ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે.

Himanee Chauhan
Himanee Chauhan
એલચીની ખેતીથી કમાવો લાખો રૂપિયા
એલચીની ખેતીથી કમાવો લાખો રૂપિયા

એલચીના ફાયદા

એલચીની ખેતી ખેડૂતો માટે રોકડિયા પાક તરીકે કરવામાં આવે છે, બજારમાં એલચીની માંગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને એલચીની ખૂબ સારી કિંમત પણ મળે છે. મહત્વની વાત તો એ છે કે એલચીની ખેતી કરીને ખેડૂતો સારો એવો નફો પણ મેળવે છે. એલચીનો ઉપયોગ મુખ્યત્વે મોં ના શુદ્ધિકરણ માટે થાય છે. તેમજ ઘરના ખોરાકમાં મસાલા સાથે થાય છે. ઉપરાંત એલચીનો ઉપયોગ મીઠાઈઓમાં સુંગધ વધારવા માટે થાય છે. સાથે જ ડોક્ટરો માને છે કે એલચીનું નિયમિત પણે સેવન કરવાથી અનેક રોગોથી પણ બચી શકાય છે. એલચીનું સેવન પુરૂષો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

એલચીની ખેતીથી થશે સારો નફો

જો એલચીની ખેતી યોગ્ય રીતે કરવામાં આવે તો સારી આવક મેળવી શકાય છે, અને બજારમાં એલચીના થોડા ગ્રામનો ભાવ જાજો હોય છે. ભારતમાં દક્ષિણ ભારતનું નામ હંમેશા મસાલાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર છે. એલચીની ખેતી દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, અને કર્ણાટકમાં થાય છે. એલચીની ખેતી 2 રીતે થાય છે. એક બીજ રોપણી દ્વારા અને બીજું એલચીના રોપા રોપીને તેની ખેતી થાય છે. જો તમે બીજ વાવીને ખેતી કરવા માંગતા હોવ તો કાળજી રાખો કે તેના બીજ બહુ જૂના ન હોય. ઉપરાંત બીજ ખરીદતા પહેલા સંશોધન કરો, અને ક્યારે પણ સસ્તી ગુણવત્તાવાળા બીજ ન ખરીદશો.

એલચીની ખેતી કરવા માટે બીજ ખરીદ્યા પછી, ખેતરમાં 10 સેન્ટિમીટરના અંતરે બિયારણ વાવો, ઉપરાંત ધ્યાન રાખો તે 1 હેક્ટરમાં 1થી 1.5 કિલો બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જો તમે છોડ લેવા માંગતા હોય તો તમારી નજીકની નર્સરીમાંથી એલચીના છોડ ઉપલબ્ધ થઈ શકશે. ત્યાંથી તમે છોડ ખરીદી તેમને ખેતરમાં સીધા રોપી શકો છો. એલચીની વાવણી કરતી વખતે ઘણીઓ વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે.

એલચીની વાવણી બાદ કાળજી છે જરૂરી  

એલચીની વાવણી જુલાઈ મહિનામાં કરવી જોઈએ, કારણ કે આ સિઝનમાં સારો વરસાદ થાય છે. અને તેના છોડને પાણી આપવુ પડતુ નથી. એલચીના છોડને સંદિગ્ધ જગ્યાએ રોપવાની પણ કાળજી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે એલચીના છોડ સીધા સૂર્ય પ્રકાશ હેઠળ સુકાય છે. અને એલચીની ખેતીમાં પાણી ઘણું વપરાય છે. તેથી એલચીના છોડને સમય સમય પર પાણી આપતા રહેવુ ખૂબ જ જરૂરી છે.

એલચીની લણણીનો ખરો સમય કયો ? 

એલચીના વાવ્યા પછી વ્યકિતએ 3 વર્ષ સુધી રાહ જોવી પડે છે, ત્રણ વર્ષ પછી એલચી આવવાની શરૂઆત થાય છે. આ દરમિયાન પણ તેની વધારે કાળજી લેવી પડે છે. એક હેક્ટર પર સૂકી એલચી લગભગ 130થી 150 કિલોગ્રામનુ ઉત્પાદન કરે છે. એલચીના છોડમાંથી પાકની લણણી તે સંપૂર્ણપણે પાકે તે પહેલા જ કરી લેવી જોઈએ. જો એલચી વધારે પાકી જાય છે તો તેની ગુણવત્તા ઓછી થઈ જાય છે. અને પાકની લણણી કર્યા બાદ તેની સારી રીતે સફાઈ કરીને પાકને સારી રીતે સૂકાવી દો. પાક સરખો સૂકાઈ જાય તો તે બજારમાં જવા માટે તૈયાર થઈ જાય છે, અને તેનુ વેચાણ કરીને લાખો રૂપિયા કમાવી શકાય છે.

આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ

આ પણ વાંચો : તમારાં પાક અને તેના મૂલ્યવર્ધક નિપજની જાળવણી કેવી રીતે કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More