Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હવામાનમાં થઈ રહ્યું છે બદલાવ,પોતાના પરિવારનું આવી રીતે કરો રક્ષણ

શિયાળો જવાના આરે છે. એક મહિના પછી ઉનાળાની શરૂઆત થઈ જશે. પરંતુ આ એક મહિનાનું ગાળો શરીર માટે ખુબ જ હાનિકારક ગણાએ છે. ડોક્ટોરોના ત્યાં હવામાનમાં બદલાવના કારણે દર્દીઓની લાઇન લાગી જાય છે અને મેડિકલ સ્ટોર્સ પર દવાઓનું વેચાણ વધી જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બદલતા હવામાનમાં કરો તેનું સેવન
બદલતા હવામાનમાં કરો તેનું સેવન

શિયાળો જવાના આરે છે. એક મહિના પછી ઉનાળાની શરૂઆત થઈ જશે. પરંતુ આ એક મહિનાનું ગાળો શરીર માટે ખુબ જ હાનિકારક ગણાએ છે. ડોક્ટોરોના ત્યાં હવામાનમાં બદલાવના કારણે દર્દીઓની લાઇન લાગી જાય છે અને મેડિકલ સ્ટોર્સ પર દવાઓનું વેચાણ વધી જાય છે. બધા લોકો બીમાર પડતા નથી પણ ઘણા લોકોએ હવામાનમાં બદલાવના કારણે ઉધરસ, શરદી, ગળામાં દુખાવનો, તાવ શુષ્ક ત્વચા જેવા ફરીયાદ લઈને આવે છે. પરંતુ જો તમે ખાદ્ય પદાર્થો સારી રીતે લઉ છો તો તમે આ બધી બીમારીથી બચી શકો છો. આમ તો શિયાળામાં લીલા પાંદડવાળા શાકભાજી સામાન્ય છે પણ આપણે આપણા સ્વાદ અને જરૂરિયાતો અનુસાર અલગ-અલગ શાકભાજી અને ફળો ખાઈએ છીએ. આ ઉપરાંત કેટલાક ખાસ ખોરાક પણ આવે છે. જેન તમે તમારા આહારમાં સમાવેશ કરીને હવામાનમાં બદલાવના કારણે થતી બીમારીઓને રોકી શકો છો.

કયા પર્દાથોના સેવન કરીને રોકી શકો છો બીમારી  

તલ: તલ કેલ્શિયમ, ઝીંક અને વિટામીન B અને E નો સારો સ્ત્રોત છે, તેમાં સારી ચરબી પણ હોય છે. તે મેગ્નેશિયમ અને કોપર વગેરેમાં સમૃદ્ધ છે. તે આપણા હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે અને પીડાને અટકાવે છે અને તંદુરસ્ત ત્વચાને પ્રોત્સાહન આપે છે. તમે તલનો ઉપયોગ કરીને લાડુ, બરફી, ગચક વગેરે બનાવી શકો છો. જો કે આ બધુ આપણા ત્યા ઉતરાયણમાં બનાવવામાં આવે છે.

ગોળ: પોતાના આહારમાં ગોળનો સમાવેશ કરો. કેમ કે તેમા આયર્ન અને મિનરલ્સ ભરપૂર હોય છે અને તે પાચનતંત્રને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તે સાઇનસની સમસ્યાઓ અને ખીલ વગેરેને અટકાવી શકે છે. ગોળનો ઉપયોગ ગચક, રેવરી અને તીલ લાડુ વગેરે બનાવવામાં થાય છે અને તે આપણા રોજિંદા આહારમાં હોવું આવશ્યક છે.

ખજૂર: ખજૂરમાં સેલેનિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો સાથે બી કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન સી અને ડાયેટરી ફાઈબર હોય છે. ખજૂર એન્ટીઑકિસડન્ટોનો મુખ્ય સ્ત્રોત છે, ખાસ કરીને કેરોટીનોઈડ એલર્જીને રોકવામાં મદદ કરે છે. તમે ખજૂરને મીઠાઈ અને કેક જેવી વિવિધ વાનગીઓમાં નાખીને પણ ખાઈ શકો છો.

આમળાઃ આમળામાં વિટામિન બી, આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત હોય છે. આમળા આપણને શિયાળામાં ડ્રાય સ્કૅલ્પ અને ડ્રાય સ્કિનની સમસ્યાથી બચાવે છે. આમળા જામ, આમળા કેન્ડી, અથાણું, ચટણી, ચવાણપ્રાસ અને આમળાનું શરબત વગેરે બનાવીનું સેવન કરી શકાય છે.

આદુ: જ્યારે ઉધરસ અને શરદી લાગી જાય છે ત્યારે આદુ વાળી ચા યાદ આવે છે. કેમ કે તેમાં એન્ટીઑક્સિડન્ટ ભરપૂર હોય છે. જે આપણે શરદી, ઉઘરસ ત્વચાના રોગથી રાહત આપે છે. સાથે જ તમે તેને શાકભાજીમાં નાખીને ખાઈ શકો છો. કેમ કે આદુમાં હાજર આવશ્યક તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું ઉપયોગ દૂધમાં ઉકાળીને પણ કરવામાં આવે છે. જ્યારે તમને ખાંસી હોય, ત્યારે તમે આદુનો રસ કાઢીને તેમાં એક ચપટી કાળા મરી અને એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.  

 ગાજર: ગાજરમાં હાજર વિટામિન A આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આંખો માટે ફાયદાકારક છે જે આપણને શરદી, ઉધરસ અને છાતીના ચેપથી બચાવે છે. ગાજર, દૂધ અને ડ્રાય ફ્રૂટ્સથી બનેલી વાનગી પ્રોટીન, વિટામીન ડી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે તેને શિયાળામાં આનંદદાયક બનાવે છે.

 નારિયેળ: તાજા નારિયેળ અથવા સુકા નારિયેળને પીસીને લાડુ, બરફી, પેડે બનાવી શકાય છે. તમે તેમાં મગફળી અને શેકેલા ચણા પણ ઉમેરી શકો છો, નારિયેળમાં મહત્વપૂર્ણ ફેટી એસિડ, લૌરિક એસિડ હોય છે. નારિયેળ આપણા વાળની ​​ચમક જાળવવામાં, ફાટેલા હોઠ, ત્વચા અને ખીલ વગેરે સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More