Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ગુજરાતીઓની મનગમતી વાનગી ઢોકળાનો નવો સ્વરૂપ, છે પૌષ્ટિક અને આયર્નથી ભરપૂર

ગુજરાતીઓ માટે ઢોકળા તેમની મનગમતી વાનગી છે.જેને દરેક ગુજરાતી ઘરમાં સવારના નાસ્તામાં પ્રેમથી ખાવામાં આવે છે. અને હવે તો ઢોકળા ગુજરાતની બાહર પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. ઢોકળા એક એવી વાનગી છે જેને ઘણ પ્રકારથી રાંઘવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ષૌષ્ટિક અને આયરનથી ભરપૂૂર પાલક ઢોકળા
ષૌષ્ટિક અને આયરનથી ભરપૂૂર પાલક ઢોકળા

ગુજરાતીઓ માટે ઢોકળા તેમની મનગમતી વાનગી છે.જેને દરેક ગુજરાતી ઘરમાં સવારના નાસ્તામાં પ્રેમથી ખાવામાં આવે છે. અને હવે તો ઢોકળા ગુજરાતની બાહર પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. ઢોકળા એક એવી વાનગી છે જેને ઘણ પ્રકારથી રાંઘવામાં આવે છે. જેમ કે પીળા ઢોકળા, સફેદ ઢોકળા, હરા ઢોકળા. જો તમે ઢોકળાને જુની રીતે રાંધીને ખાઈખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. એક નવું પ્રકારનું ઢોકળા. જેનો સ્વાદ એટલો સારો છે કે મારા પાસે શબ્દ પણ નથી. આ ઢોકળા પોતાના નામની જેમ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. ઢોકળાની આ નવી રેસીપીનું નામ છે મઘ દાળ પાલક ઢોકળા. ચાલો હવે અમે તમને તેની રેસીપી વિશે જણાવીએ

મઘ દાળ પાલક ઢોકળા

એમ તો ઢોકળા એ ગુજરાતી ફૂડ છે, જે સ્વાદ અને સ્વાસ્થ્યનું બેસ્ટ કોમ્બિનેશન છે. અને અમે ગુજરાતીઓ તેને માત્ર સવારે, સાંજે જ નહીં બપોરના ભોજનમાં પણ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે અમે જે ઢોકળાની વાત કરી રહ્યા છે તે સામાન્ય ઢોકળા કરતા અલગ છે. આજે અમે તમને જણાવીશું મગની દાળ પાલક ઢોકળાની રેસીપી વિશે. મગની દાળ અને પાલક બંને પ્રોટીન, ફાઈબર અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. જો કે એક સ્વસ્થ અને સંતુલિત આહાર વિકલ્પ છે.

મઘ અને પાલકના ઢોકળા માટે સામગ્રી

સામગ્રી- છોલી મગની દાળ - 1 કપ, ચોખા (3 થી 4 કલાક પલાળેલા) - 1/4 કપ, સમારેલી અને બાફેલી પાલક - 1 બંડલ, લીલું મરચું સ્વાદ મુજબ, આદુનો નાનો ટુકડો, ઝીણી સમારેલી કોથમીર, જરૂર મુજબ પાણી, સ્વાદ મુજબ મીઠું, ઈનો અથવા ફ્રુટ સોલ્ટ - 1 કોથળી, સ્વાદ મુજબ લાલ મરચું પાવડર, તડકા માટે એક ચમચી તેલ, હીંગ, કઢી પત્તા, તલ, સરસવના દાણા

મઘ અને પાલકના ઢોકળા રાંધવાની વિધી

સૌ પ્રથમ મિક્સરમાં કઠોળ, ચોખા, બાફેલી પાલક, લીલા ધાણા, આદુ, લીલા મરચાં અને થોડું પાણી ઉમેરીને પીસી લો.તેને એક બાઉલમાં કાઢી લો અને તેમાં મીઠું અને ઈનો પાવડર મિક્સ કરો.હવે એક પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરો. અને સ્ટીમરમાં પાણી ઉકળવા માટે રાખો. આ ઢોકળાનું બેટર આ પ્લેટમાં નાખો. ઉપર થોડું લાલ મરચું છાંટવું. આ થાળીને સ્ટીમરમાં સેટ કરો અને ઓછામાં ઓછા 15-20 મિનિટ સુધી સ્ટીમ કરો.

આ દરમિયાન તડકા તૈયાર કરો.તડકા પેનમાં તેલ ગરમ કરો. તેમાં સરસવ, હિંગ, તલ અને કઢી પત્તા ઉમેરો.તેને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડો અને તેના ટુકડા કરી સર્વ કરો.જણાવી દઈએ કે, આ નાસ્તો આયર્ન અને પ્રોટીનથી ભરપૂર છે અને તે પુખ્ત વયના લોકો તેમજ બાળકોને ગમશે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More