Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુઓના જૈવિક કચરાનું વ્યવસ્થાપન

ભારતમાં કૃષિ અને પશુપાલનએ એકબીજાના પુરક વ્યવસાય છે અને તેના ઉપર ૭૫ % થી વધુ ગ્રામ્ય વસ્તી આવકની દ્રષ્ટીએ નિર્ભર છે. કૃષિ અને પશુપાલન થકી ફાર્મમાં ઘણો ઓર્ગેનિક અથવા જૈવિક કચરો બનતો હોય છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો સ્વચછતા જાળવી શકાય છે સાથે આવક પણ મેળવી શકાય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ભારતમાં  કૃષિ  અને પશુપાલનએ એકબીજાના પુરક વ્યવસાય છે અને તેના ઉપર ૭૫ % થી વધુ ગ્રામ્ય  વસ્તી આવકની દ્રષ્ટીએ નિર્ભર છે. કૃષિ  અને પશુપાલન થકી ફાર્મમાં ઘણો ઓર્ગેનિક અથવા જૈવિક કચરો બનતો હોય છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો સ્વચછતા જાળવી શકાય છે સાથે આવક પણ મેળવી શકાય છે.

જૈવિક કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો તે વૈજ્ઞાનિકો માટે પડકાર રૂપ છે. પશુપાલક કે ખેડૂત વાતાવરણને અનુકુળ આવે તેવી તકનીકો અપનાવીને  વાતાવરણ પ્રદુષિત થતું અટકાવી શકે છે અને સારી એવી આવક મેળવી શકાય છે. પશુપાલન થકી નીચે મુજબનો કચરાનો પ્રકાર મળી શકે છે.

૧. ગાય-ભેંસ બકરા પાલન થકી બનતો કચરો- છાણ, મુત્ર, કતલખાનાનો કચરો

૨. મરઘાપાલન થકી બનતો કચરો- ચરક, મૃત પક્ષીઓ, કતલખાનાનો કચરો   

કચરાના વ્યવસ્થાપન માટેની વિવિધ તકનીકો

. કોમ્પોસ્ટીંગ એટલે કે કચરાને જીવાણુંની હાજરીમાં સડાવવો.

. વેર્મીકોમ્પોસ્ટીંગ – અળસીયાનો ઉપયોગ કરી જૈવિક કચરામાંથી  ખાતર બનાવવું

  1. રેન્દેરીંગ – પશુઓના કોષોમાંથી ચરબીને નીકળવાની ગરમી આપવાની પ્રક્રિયાને રેન્દેરીંગ કેહવાય છે.

. બાયોમીથેનાઈઝેશન – ઓર્ગેનીક કચરાને હવારહિત – ઓકસીઝન વગરના વાતાવરણમાં સડાવ્યા બાદ  બનતા મિથેન વાયુની  પ્રક્રિયાને બાયોમીથેનાઈઝેશન કેહવાય છે.

. બાયો-એનેરજી - ઓર્ગેનીક કચરામાંથી બનતી વિદ્યુત પ્રક્રિયાને બાયો એનર્જી કેહવાય છે.

. પશુંઓના ખોરાક તરીકે - કૃષિ  અને પશુપાલન થકી બનતા કચરાનો ફીડ સપ્લીમેન્ટ તરીકે પશુ આહારમાં ઉપયોગ.

કોમ્પોસ્ટીંગ

   કોમ્પોસ્ટીંગ એટલે કે કચરાને સડાવવું જેમાં જીવાણુંની હાજરીમાં કચરાને સડાવવો – આ એક જૂની અને જાણીતી રીત છે જેમાં છાણ, મુત્ર અને દરેક પ્રકારનાં ઓર્ગેનીક કચરાને ખાડામાં સડાવીને ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. દરેક ખેડૂતન જાણતો હોય છે જગ્યા તેમજ મજૂરોની અછતના કારણે ખેડૂત ખાડો કરવાની જગ્યાએ જમીન ઉપર છાણ, મુત્ર, પશુઓનો વધતો ખોરાક અને જૈવિક કચરો ભેગો કરીને અપૂર્ણ છાણીયું ખાતર બનાવે છે. છાણીયુ ખાતર જમીનને નાઈટ્રેટ, અમોનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર આપીને જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનમાં જીવાણુંઓ ઉમેરી અન્ય જીવાણુઓ માટે વાતાવરણ અનુકુળ બનાવે છે.

ટેબલ ૧. પશુઓ દ્વારા જૈવિક કચરાનું આઉંટપુટ અને તે કચરાનું પૃથક્કરણ

વિગત

ગાય વર્ગ(કી.ગ્રા)

ઘેંટા/બકરા

ડુક્કર

મરઘાં

ઉછરતાં

દૂધ આપતાં

છાણ અને મુત્ર

૪.૬

૯.૪

૩.૬

૫.૧

૬.૬

કુલ ઘન દ્રવ્યો

૦.૭૦

૦.૮૯

૧.૦૭

૦.૬૯

૧.૬૮

કુલ વોલેટાઈલ ઘન દ્રવ્યો

૦.૬૫

૦.૭૨

૦.૯૧

૦.૫૭

૧.૨૨

બીઓડી

૦.૧૧

૦.૧૮

૦.૦૯

૦.૧૫

૦.૫૩

નાઈટ્રોજન

૦.૦૫૫

૦.૦૩૬

૦.૦૪૩

૦.૦૩૯

૦.૦૯૯

ફોસ્ફોરસ

૦.૦૩૫

૦.૦૦૪

૦.૦૦૭

૦.૦૩૪

૦.૦૦૭

પોટાશીયમ

૦.૦૧૧

૦.૦૧૨

૦.૦૨૬

૦.૦૦૮

૦.૦૨૯

 ટેબલ ૨. વિવિધ પશુઓના છાણનું પૃથક્કરણ (%)

કચરો

સુકું તત્વ

ઓર્ગનિક તત્વ

ચરબી

પ્રોટીન

રેસા

રાખ

ગાયનું છાણ

૧૭.૫૮

૮૪.૨૦

૨.૪૨

૦૯.૧૮

૨૧.૦૪

૧૫.૮૦

ભેંસનું છાણ

૧૮.૮૧

૮૨.૭૫

૩.૦૦

૦૯.૯૦

૧૮.૫૧

૧૭.૨૫

ઘોડાનું છાણ

૩૨.૮૪

૮૧.૮૩

૨.૯૫

૧૦.૧૦

૨૪.૬૩

૧૮.૧૭

ઘેટાનું છાણ

૩૧.૪૫

૮૦.૮૨

૩.૦૦

૧૨.૦૭

૧૨.૯૭

૧૯.૧૮

બકરાની લીન્ડીઓ

૩૧.૯૦

૮૧.૨૭

૩.૨૪

૧૨.૪૫

૧૩.૨૦

૧૮.૭૩

ઊંટના મીન્ગણા

૩૨.૨૫

૮૩.૮૩

૨.૧૭

૧૦.૮૩

૧૬.૨૦

૧૬.૧૭

ડુક્કરનનું છાણ

૪૫.૩૩

૭૧.૯૮

૪.૪૭

૧૯.૪૦

૨૦.૯૩

૨૮.૦૨

મરઘાની અઘાર

૪૭.૧૬

૬૪.૫૦

૧.૫૪

૨૬.૯૦

૧૯.૯૦

૩૪.૦૮

 બાયોગેસ

    બાયોગેસ એ એક વૈકીલ્પીક ઉર્જાનો સ્ત્રોત છ.માનવ વસ્તીના વધારાને કારણે પ્રતિ માનવ ઉર્જાનો વપરાશ વધી રહ્યો છે,જેનો ભારતીય અર્થકરણ ઉપર સીધો પ્રભાવ પડે છે.વાતાવરણ પ્રદુષિત કર્યા સિવાય ઉર્જાનું ઉત્પાદન કરવા માટે બાયોગેસ તકનીક એક આશાસ્પદ વિચાર છે. કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, ખાતરનું ઉત્પાદન, મનુષ્યની તંદુરસ્તી, અને રોજગાર ઉભો કરવા એ બાયોગેસ તકનીકનાં મુખ્ય ફાયદા છે. બાયોગેસનો ઉપયોગ કરવાથી પુન:પ્રાપ્ય ઉર્જા મળે છે,જેના કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ જળવાઇ રહે છે.અશ્મિભૂત (ભૂતળ) બળતણનાં વપરાશને કારણે વાતાવરણીય ફેરફારો, પ્રદુષિત વાતાવરણ અને માનવ સ્વાસ્થય પર વિપરીત અસર થાય છે. તેમજ તેના વધતાં ભાવોને કારણે અન્ય બણતણનાં સ્ત્રોત તરીકે બાયોગેસનો ઉપયોગ વિચારી શકાય છે, જેમાં તેનો એક સ્વચ્છ અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે અવેજીમાં ઉપયોગ કરી શકાય.

   ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વનસ્પતિજન્ય કચરો (કાર્બોનિક કચરો), મનુષ્ય તથા પશુના મળમુત્ર, ખેતીમાંથી ઉત્પન્ન થતો કચરો(અવશેષ)નો જ્થ્થો વિપુલ પ્રમાણમાં મળી શકે છે જેનો ઉપયોગ  હવારહિત વિઘટન દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરવા માટે થઇ શકે છે.

   ભારતમાં પરંપરાગત બાયોગેસનો ઉપયોગ થાય છે જેમાં અન્ય નામો જેવાં કે છાણ ગેસ, ગોબર ગેસ, ગટર ગેસ, અને સ્વેમ્પ ગેસ. વગેરેનો ઉપયોગ થાય છે બાયોગેસ એટલે કે ગોબર ગેસ જે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે. જે કાર્બોનિક કચરાનાં હવારહિત વાતાવરણમાં વિઘટન થકી મેળવી શકાય છે. જે સળગીને ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને તેનું ઉષ્મીય મુલ્ય ૨૫.૯ થી ૩૦ જૂલ પ્રતિ ઘનમીટર છે.

 

બાયોગેસનાં ફાયદા:

૧) પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઇ શકાય છે - કાર્બોનિક કચરો જે સુર્ય શક્તિથી બનતો કરી શકાય છે. જે પુનઃપ્રાપ્ય છે. જ્યારે ભુતળ દ્વારામેળવાતું પેટ્રોલ, ડીઝલ નો ભવિષ્યમાં અંત દેખાય છે.

૨) ગ્રીનહાઉસ ગેસનું ઉત્પાદન ઘટાડી વાતાવરણ પ્રદુષિત થતું અટકાવે છે. પ્રાણી-જન્ય મળમુત્રમાંથી મિથેન અને કાર્બનડાયોકસાઇડ જેવા ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. જેનું બાયોગેસમાં  રૂપાંતરીત કરી ઉપયોગમાં લેવાથી પ્રદુષણ અટકે છે. મિથેનગેસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ કરતાં ૨૦ ગણો વઘુ ઝેરી છે. જેથી બાયોગેસનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા મિથેન ગેસની વિપરીત અસરો ૨૦ ગણી ઓછી કરી શકાય છે.

૩) હાલમાં અત્યારે ભારત દેશ દ્વારા પેટ્રોલ, ડીઝલ આયાત કરવામાં આવે છે. પરંતુ બાયોગેસનું શુધ્ધિકરણ કર્યા બાદ તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો ઉર્જા ઉત્પન્ન કરી વાહનો ચલાવી અને વિજળી ઉત્પન્ન કરી શકાય છે જેનો નવતર પ્રયોગ બનાસકાંઠાની બનાસ ડેરીએ વાહનો માટેનો સી.એન.જી. ગેસ પંપ નાંખી કરેલ છે અને સાથે મારુતિ સુઝુકી નામની ગાડી બનાવતી કંપની જોડે બાયોગેસથી ચાલી શકે તેવા એન્જીન બનાવવા માટે એમ.ઓ.યુ. કર્યા છે  જેથી બહારથી આયાત થતા પેટ્રોલ, ડીઝલ ની આયાત મહદઅંશે ઘટાડી શકાય છે. અને જેનાં થકી વિદેશી ચલણ બચાવી શકાય છે.

૪) નકામા બિન ઉપયોગી જૈવિક સડી શકે તેવા કચરાનો પણ યોગ્ય નિકાલ કરી શકાય છે. તેમજ કચરાની માત્રા પણ ઘટાડી શકાય છે.

૫) નવી રોજગારીની તકો વધે છે જેમ કે બાયોગેસ બનાવવા, તેના સ્પેરપાર્ટસ બનાવવા, પ્લાન્ટની જાળવણી વગેરે જેવા ક્ષત્રે રોજગારીની તકો વઘે છે.

૬) બાયોગેસ  પ્લાન્ટ ચલાવવા માટે ઓછા પાણીની જરુર પડે છે.

૭) ખેડૂતને વઘારાની આવક થઇ શકે છે. તેમજ તેમાંથી નિકળતી સ્લરી નો ખાતરતરીકે ઉપયોગ થઇ શકે છે. જેમાં એન.પી.કે અને અન્ય તત્વો સારી માત્રામાં હોય છે. જેથી કુત્રિમ ખાતરનો ઉપયોગ ટાળી જૈવિક ખેતી તરફ વાળી શકાય છે. આ સ્લરીમાં નિંદામણનાં બીજનો નાશ પામે છે, જેથી વઘારાનાં નિંદામણનો ત્રાસ અટકાવી શકાય છે.

૮) પશુઓનો મળમુત્ર, ખેતીની ઉપપેદાશો, ડેરીપ્લાન્ટની ઉપપેદાશો, ખાઘ ઉઘોગોનો કચરો, કેટરીગ ઉઘોગોનો કચરો, મ્યુનસિપાલટીનો કચરો, રસોડાનો વધારાનો કચરો, વગેરે જેવી જૈવિક વસ્તુઓ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે વાપરી શકાય છે.

૯) જૈવિક કચરો સડવાથી ખરાબ વાસ ઉત્પન્ન થાય છે. અને માખીઓની પ્રજાતીઓનો ફેલાવો થાય છે. આમ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી ખરાબ વાસ અને માખીઓનું  નિયંત્રણ કરી શકાય છે.

૧૦) માનવ સ્વાસ્થય જાળવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે ટાઇફોઈડ, પેરાટાઇફોઈડ, કોલેરા, ઝાડા, ગોળ ક્રુમી, ચપટા ક્રુમી, અને પટ્ટીક્રુમી જેવા રોગો જન્ય બેક્ટેરીયા અને ક્રુમીઓનો નાશ થાય છે. તેમજ મિથેનગેસ જેવા ગેસનો સુવ્યવસ્થિત સદ્દઉપયોગ થવાથી શ્વસનતંત્રના રોગો પણ અટકાવી શકાય છે.

૧૧) મુખ્ય: રસોડામાં રાંધણગેસ તરીકે ઉપયોગ કરવાથી રસોઇ બનાવી શકાય છે, વાસણો કાળાં થતાં નથી, વાસણો સાફ કરવામાં સહેલાઇ રહે છે. લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ઘટાડી અને તેના ઘુમાડાથી થતી આડઅસરને નિવારી શકાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગોબરગેસ અપનાવવાથી  LPGના લાલ બાટલાનો ખર્ચ નિવારી શકાય છે.

૧૨) ઇલેક્ટ્રીક લાઇટ ઉત્પન્ન કરી શકાય છે. ૦.૭ ઘન મીટર ગેસમાંથી ૧ કિલો વોટ  લાઇટ ઉત્પન્ન કરી શકાય છે. જેનાથી ૬૦ વોટ ની કેપેસીટીવાળા ૧.૫ બલ્બને ૧ ક્લાક સુઘી ચલાવી શકાય છે તથા ડીઝલ અને પેટ્રોલ એન્જીન ચાલુ કરી શકાય છે,જેના થકી કુવામાંથી પાણી ખેંચી શકાય છે અને ઘાસ કાપવા માટેનું ચાફ કટર પણ ચાલુ રાખી શકાય છે. સી.એન.જી. જેવા બળતણ ગેસ અવેજી તરીકે ઉપયોગ કરી શકાય છે. જેનાં થકી વાહનોચલાવી શકાય છે. પરંતુ તેમાં તેના ઉપયોગ કરતા પહેલા તેનું શુધ્ધિકરણ કરવું જરૂરી છે.

૧૩) બાયોગેસમાંથી ગેસની સાથે ઉચ્ચ કક્ષાનું નિંદામણમુક્ત ખાતર (રબડી) મેળવી શકાય છે. જેમાં રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ નીચે મુજબ છે:

 

ખાતર નો પ્રકાર

નાઇટ્રોજન %

ફોસ્ફરસ %

પોટેશિયમ %

        લીલો પડવાસ

૧.૦૦

૦.૬૦

૧.૨૦

        સડેલું ખાતર

૦.૮૦

૦.૭૦

૦.૭૦

બાયોગેસ રબડી

.૬૦

.૫૫

.૦૦

૧૪) ૧ ઘન મીટર બાયોગેસનો ઉપયોગ કરવાથી –

  • ૩-૪ સભ્યોનુ ૨ ટંકનું રાંધી શકાય છે.
  • ૧૦૦ કેંડલ પાવરનો લેમ્પ ૪ કલાક સુઘી ચલાવી શકાય છે.
  • ૧ હોર્સ પાવરના એન્જીન ને ૨ કલાક સુઘી ચલાવી શકાય છે.
  • ૬૦૦ ગ્રામ કોલસો, ૪૦૦ ગ્રામ પેટ્રોલ, અથવા ૩૦૦ ગ્રામ ડીઝલ બચાવીશકાય છે.

વિવિઘ બળતણનું ઉષ્મીય મુલ્ય (કિ.કેલરી / કિ.ગ્રા)

બળતણ

ઉષ્મીય મુલ્ય (કિ.કેલરી/કિ.ગ્રા)

કેરોસીન, ડીઝલ

૧૦૦૦૦

એલ.પી.જી

૧૦૮૦૦

ઇલેક્ટ્રીસીટી

૮૬૦

બળતણતેલ

૯૮૦૦

બાયોગેસ

૪૭૦૦-૬૦૦૦

કોલસો

૪૦૦૦-૭૦૦૦

 

No tags to search

બાયોગેસના ગેરફાયદા:

   ૧) આ ટેક્નોલોજી મોટા પાયે આર્થિક રીતે પ્રચલિત નથી.

   ૨) બઘી જ જ્ગ્યાએ તેના પ્લાન્ટ નાખવા ખૂબ જ મુશ્કેલ છે.

૩) બાયોગેસ સાથે સાથે ઉત્પન્ન થતી કેટલીક આડ પેદાશો જે પ્લાન્ટના જુદાં જુદાં ભાગોમાં કાટ લાગાડે છે  જેથી સડો લાગવાની શક્યતા પણ રહે છે.

No tags to search

બાયોગેસ પ્લાન્ટનાં પ્રકાર-

૧) ફીકસ્ડ ડોમ પ્રકાર: આ પ્રકારના પ્લાનટમાં ગેસ હોલ્ડર ફીક્સ હોય છે. જેમાં જનતા મોડલ, દિન બંઘુ મોડલ, પ્રગતી મોડલ, ગાયત્રી જેવા વિવિઘ મોડલ છે. ૧૦ ઘન મીટર સુઘીની કેપેસીટી વાળા ફેમીલી ટાઇપ બાયોગેસ ફીકસ્ડ ડોમ પ્રકારનાં બનાવવામાં આવે છે.

No tags to search

૨) જ્યારે કોમ્યુનીટી પ્રકારનાં ૮૦ ઘન મીટર સુઘીનાં પણ બનાવી શકાય છે.

૩) ફલોટીંગ ડોમ પ્રકાર: આ પ્રકારના પ્લાન્ટમાં ગેસ હોલ્ડર તરતું હોય છે. જે લોખડનું બનેલું હોય છે. અસ્ત્ર, ગીરી, કે.વી.આઇ.સી મોડલ એમાં ઉપલબ્ઘ છે. આવા પ્રકારના પ્લાન્ટ વઘુ જથ્થામાં બાયોગેસ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

No tags to search

ગોબરગેસ પ્લાન્ટના ક્દ પ્રમાણે છાણની માત્રાની જરૂરિયાત-

ગોબરગેસ પ્લાન્ટ ની સાઇઝ/કદ

(ઘન મીટર)

છાણની જરૂરીયાત (કિગ્રા)

પશુઓની જરૂરિયાત

(સંખ્યા)

કેટલા માનવ માટે

ગેસનો પુરવઠો પુરો

પડશે(સંખ્યા)

રબડીનું ઉત્પાદન (મેટ્રીક ટન /વર્ષ)

૨૫

૨-૩

૩-૮

૯-૧૦

૫૦

૪-૬

૬-૮

૧૮—૨૫

૭૫

૭-૯

૮-૧૨

૨૭-૩૫

૧૦૦

૧૦-૧૨

૧૨-૧૬

૩૭-૧૦૦

વિવિઘ પ્રવુત્તિઓ માટે ગેસ ની જરુરીયાત

ઉપયોગ

વિશિષ્ટ વિગત

ગેસનો વપરાશ

(ઘન મીટર / કલાક )

રાંઘવા માટે

૨ બર્નર

૦.૩૩

૪ બર્નર

૦.૪૭

લાઇટ

૬ બર્નર

૦.૬૪

પ્રતિ માનવ પ્રતિ દિન

૦.૨૪ (ઘન મીટર / કલાક )

મેંટલ  લાઇટ કરવા માટે

૧૦૦ કેન્ડલ પાવર

૦.૧૩

લાઇટ

૧ કીલોવોટ

૦.૨૧

No tags to search

વિવિઘ પ્રકારનાં પશુઓનાં છાણમાંથી મળતી ગેસની માત્રા-

છાણનો પ્રકાર

ગેસની માત્રા

(ઘન મીટર / કિગ્રા)

છાણ-મળ ની માત્રાની ઉપલબ્ઘતા

કિગ્રા / દિન

ગાયનું છાણ

૦.૦૪૦

૧૦-૧૫

ઘોડાની લાદ

૦.૦૪૫

૧૦

ઘેંટાની લીંડીઓ

૦.૦૪૨

૦૧

ઉંટનું મળ

૦.૦૫૬

૦૬

ભુંડનું મળ

૦.૦૮૦

૨.૨૫

મરઘાની અગાર

૦.૦૬૨

૦.૧૮

મનુષ્યનું મળ

૦.૦૭૦

૦.૫૦

  

      આમ, સૌથી વઘુ પશુઓ ધરાવતા ભારત દેશમાં અને એમાં પણ બિનઉત્પાદિત પશુઓની સંખ્યા જોતા, છાણ-ગોબરનું સુવ્યવસ્થિત એકત્રીકરણ કરવામાં આવે તો સારા એવા જથ્થામાં બાયોગેસનું ઉત્પાદન થઇ શકે છે. જે એકંદરે વાતાવરણને સ્વસ્થ બનાવી માનવક્લ્યાણનું હિત કરી શકે તેમ છે. અંતમાં જેમ ડેરીઉઘોગના વ્યવસાયમાં ઘર-ઘરનું દુઘ એકત્રીકરણ કરી કો-ઓપરેટીવ સહકારી સંસ્થાઓ વિકસી છે તેમ દરેક ઘરના પશુઓનું ગોબર એકત્રીકરણ કરવામાં આવે તો ગામે ગામે મોટાં કદના બાયોગેસ પ્લાન્ટ બનાવી શકાય છે. જેનું ઘરે ઘરે વિતરણ કર્યા બાદ વઘારાના ગોબરગેસનું શુધ્ધિકરણ કરી બોટલીંગ કરીને તેનું શહેરમાં વિતરણ કરી શકાય છે. તે જ રીતે શહેરોમાં ઘરે ઘરેથી શાક્ભાજીનો કચરો, રસોઇનો કચરો, હોટલનો બગાડ, મોટાં મોટાં રસોડાનો બગાડ સુયોજીત રીતે એક્ત્ર કરવામાં આવે તો શહેરમાં પણ તેનું ઉત્પાદન કરી શકાય છે.

વર્મીકોમ્પોસ્ટ

   વર્મીકમ્પોસ્ટ એટલે કે અળસીયાનું ખાતર. આ એક સરસ અને સહેલી રીત છે. જેના થકી છાણમાંથી એક ઉત્તમ પ્રકારનું જૈવિક ખાતર બનાવી સારી એવી આવક પણ મેળવી શકાય છે. આ ખાતર બનાવવા માટે છાંયડો હોવો જરૂરી છે. લીલા રંગના નેટ થકી અથવા પતરાંનો શેડ બનાવવો. શક્ય હોય તો આજુબાજુ ઝાડ ઉગાડેલા હોય તો વધુ સારું.

No tags to search

વર્મીકમ્પોસ્ટ બનાવવાની રીત

૧. જ્યાં વર્મીકમ્પોસ્ટ નો બેડ બનાવવાનો હોય ત્યાં જો ભોયતળીયુ કાચું હોય તો સૌ પ્રથમ જૈવિક કચરો જમીન ઉપર નાખીને એક પાતળું પડ બનાવો.

૨. ત્યાર બાદ તેના ઉપર મિશ્રણ કરેલ છાણ અને જૈવિક કચરાનો પાળો બનાવો.

૩. પાળો બનાવ્યા બાદ પાળાને સીધી લાઈનમાં વચ્ચેથી ફાડો અને પછી તેમાં પાણીનો છંટકાવ કરો.

૪. પાણીનો છંટકાવ કર્યા પછી અળસિયા નાખો. ૧૦૦૦ કિલોગ્રામ છાણ + જૈવિક કચરાના મિશ્રણમાં ઓછામાં ઓછામાં ૧૦૦૦ અળસિયા નાખો.

૪. અળસિયા નાખ્યા બાદ ખેતરની માટી નાખીને પાળાને પુરેપુરો ઢાંકી દેવો.

૫. છાંયડો સારો ન હોય તો પાળા ઉપર શણના કોથળા ઢાંકવા.

૬. રોજેરોજ પાણીનો છંટકાવ કરવો. પાણીનો છંટકાવ ઝારા વડે અથવા ફુવારા ગોઠવીને પણ કરી શકાય છે.

૭. અળસિયા ખાવા બગલા જેવા પક્ષીઓ આવી શકે છે જેના નિયંત્રણ માટે શેડની ચારેબાજુ બર્ડ નેટ લગાવી શકાય છે.

૮. લગભગ ૪૫ દિવસ પછી ખાતર તૈયાર થયા બાદ પાળાને ચારણામાં ચાળવો.

૯. નીચેની એક બાજુ ખાતર પડશે અને બીજી બાજુ અળસિયા નીકળશે અને ઉચ્ચ ગુણવત્તાનું ખાતર તૈયાર થશે જે ખેડૂત પોતાના ખેતરમાં અથવા અન્ય ખેડૂતો, કિચન ગાર્ડન બનાવતા શહેરી લોકોને પણ વેચી શકે છે.

                    આ રીતે ખેડૂત અથવા પશુપાલક પોતાના ફાર્મના જૈવિક કચરાનો ઉપયોગ કરી આર્થિક ઉપાર્જનનું એક નવું સાધન સર્જી શકે છે અને પોતાની આવક વધારી શકે છે.

આ પણ વાંચો:ઘાસચારાના પાકો માં વિષયુક્ત તત્વોને જાણો અને તમારા પશુને ભય મુક્ત રાખો

. ડૉ. કે.આર.ચૌધરી,. ડૉ. જી. ડી. દેસાઈ , ૩. ડૉ. વાય . . દેસાઈ

૧.પી.જી.આઈ .વી .ઈ.આર ,હિંમતનગર ,કામધેનુ યુનિવર્સીટી , . કોલેજ ઓફ વેટ. સાય.એન્ડ એની. હસ.  દાંતીવાડા ૩. કેટલ ફીડ પ્લાન્ટ ,દૂધસાગર ડેરી ,મહેસાણા

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More