Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ગાયના છાણા પણ આપી શકે છે મોટી આવક, કેટલીક વસ્તુઓનું છે જન્મદાતા

ખેડૂત ભાઈયો ગામડાઓમાં તો છાણા ખાતર માટે પ્રયોગમાં આવી જાય છે પરંતુ તમને ખબર છે કે શહેરમાં પણ છાણાની જરૂર હોય છે. પણ ત્યાં ગાય કે ભેંસ ના હોવાના કારણે શહેરમાં રહેતા લોકને છાણા ખરીદવું પડે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આવક વધારવા માટે ગાયના છાણનું ઉપયોગ
આવક વધારવા માટે ગાયના છાણનું ઉપયોગ

ગુજરાત સરકારની પહેલ પર આજકાલ ગાયના છાણાથી ખાતર બનાવીને ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને વધુ ઉત્પાદનના સાથે સાથે મોટી આવક તેમ જ કેંસર મુક્ત અનાજનું ઉત્પાદન કરીને પોતાનું અને દેશના લોકોના જીવનું રક્ષણ કરી રહ્યા છે. જો રસાયણિક ખાતર ધીમે-ધીમે લોકોના શરીરમાં ઝેર પધરાવી રહ્યું હતું આજે તેની જગ્યા ગુજરાતમાં ગાયના છાણાથી બનાવેલ ખાતરને લઈ લીઘી છે. પરંતુ ખેડૂત ભાઈયો શું તમને ખબર છે કે ગાયના છાણાના ખાતર બનાવીને તેનો છંટકાવ ખેતરમાં કરવાની સાથે જ તમે તેને વેંચીને આવક પણ મેળવી શકો છો. જો નથી ખબર તો ચાલો અમે તમને જણાવી દઈએ.

ખેડૂત ભાઈયો ગામડાઓમાં તો છાણા ખાતર માટે પ્રયોગમાં આવી જાય છે પરંતુ તમને ખબર છે કે શહેરમાં પણ છાણાની જરૂર હોય છે. પણ ત્યાં ગાય કે ભેંસ ના હોવાના કારણે શહેરમાં રહેતા લોકને છાણા ખરીદવું પડે છે. જો તમે વધુ આવક મેળવા માંગો છો તો તમે તમારા છાણાને શહેરમાં વેચી શકો છો. ક તો પછી શહેરમાં બનાવામાં આવેલ બગીચાઓમાં ફૂલના છોડ અને બીજા વૃક્ષની સંભાળ માટે તમે છાણાથી ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો વેચાણ કરી શકો છો.

છાણામાં હોય છે મીથેન ગેસ

ખેડૂત ભાઈઓ શું તમને ખબર છે કે છાણામાં મીથેન ગેસ હોય છે. જો કે ઈઁધન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. છાણાથી એવા ઈઁધન બનાવાનું શક્ય છે જો ફક્ત રસોડામાં જ નહીં પરંતુ વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ વાત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક અધ્યયનમાં  સામે આવી છે. તેથી તમે ગાયના છાણનું વેચાણ કરીને આવક મેળવી શકો છો.

વાર્નિશ અને પેઇન્ટ બનાવવામાં આવે છે

છાણાથી વાર્નિશ અને પેઇન્ટ પણ બનાવવામાં આવે છે. આમાંથી બનેલા પેઇન્ટ સામાન્ય કેમિકલ પેઇન્ટ જેવા કામ કરે છે અને તે આવકનો સારો સ્ત્રોત છે. આ સિવાય ગાયના છાણમાંથી કાગળ પણ બનાવવામાં આવે છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણા મળે તો રોજના 20 કરોડ કિલો છાણથી 1થી 2 કરોડ કિલો સુકો કાગળ બની શકે છે.

ધાર્મિક કાર્યોમાં થાય છે ઉપયોગ

તેનાથી અગરબત્તીઓ અને ઘૂપબત્તી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યોમાં થાય છે. તમને જણાવી દઈએ કે ગાયના છાણને સળગાવીને જે રાખ ઉત્પન્ન થાય છે તેના પણ ઘણા ઉપયોગ થાય છે.ઘરમાં બાગકામ કરતા લોકો માટે આ રાખમાંથી ગાર્ડન ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે. આ વસ્તુઓની બજારની માંગ અને કિંમત બંને ખૂબ વધારે છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More