Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

આ ગાયની કિંમત જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે, બુગાટી કરતા પણ છે ત્રણ ગણા મોંઘી

ગાયને હિન્દૂ ધર્મમાં માં માનવામાં આવે છે. અને તેની પૂજા કરવાથી સ્વર્ગના બારણ ખુલે છે તેવો આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એટલે ગાય આધારિત ખેતીથી પણ ખેડૂતોને મોટા પાચે ઉત્પાદન મળે એવો ભરતભાઈ પરસાણા અને વેલજીભાઈ જેવા લોકો તેમ જ પ્રોગ્રેસિવ ખેડૂતોનું માનવું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બુગાચી કાર કરતાં પણ મોંઘી ગાય
બુગાચી કાર કરતાં પણ મોંઘી ગાય

ગાયને હિન્દૂ ધર્મમાં માં માનવામાં આવે છે. અને તેની પૂજા કરવાથી સ્વર્ગના બારણ ખુલે છે તેવો આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એટલે ગાય આધારિત ખેતીથી પણ ખેડૂતોને મોટા પાચે ઉત્પાદન મળે એવો ભરતભાઈ પરસાણા અને વેલજીભાઈ જેવા લોકો તેમ જ પ્રોગ્રેસિવ ખેડૂતોનું માનવું છે. આપણા ગુજરાતમાં મોટા ભાગે ગીર ગાય અને કાંકરેજ ગાયનું દૂધ અને ખેતી માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના છાણથી ખાતર બનાવીને અને તેનો છંટકાવ ખેતરમાં કરવાથી ઉત્પાદન બમણો થાય છે તેમજ કેન્સર જેવી ખતરનાક રોગથી પણ રક્ષણ મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી ગાય વિશે જણાવીશું જેની ઉછેર કરવાથી દૂધ તો બમણો મળશે જ સાથે જ તેના છાણ પણ ખાતર માટે ખૂબ જ ઉપયોગી ગણાયે છે. પરંતુ જો આપણે આ ગાયની કિંમતની વાત કરીએ તો તે લક્ઝરી કાર બુગાટી કરતા પણ ત્રણ ગણા મોંઘી છે. તમે કદાય આની કલ્પના પણ નહી કરી હોય પણ આ સત્ય છે.

કિંમત જાણીને રુવાડા ઉભા થઈ જશે

ખેડૂત ભાઈયો આપણે જે ગાયની વાત કરી રહ્યા છે. તે એમ તો ભારતીય જાતની ગાય છે પણ તેની હરાજી બ્રાઝિલમાં કરવામાં આવી હતી. જ્યાં તેની હરાજી 40 કરોડથી વધુ રૂપિયામાં કરવામાં આવી હતી. જો કે લક્ઝરી કાર બુગાટી કરતા પણ મોંઘી છે. ભારતીય જાતની આ ગાયનું નામ નેલ્લોર ગાય છે. જો કે અત્યાર સુધીમાં સૌથી મોંઘી વેચાઈ છે.Viatina-19 FIV Mara Imovis નામની નેલ્લોર ગાય વિઆટિનાનું વેચાણ માત્ર તેના વ્યક્તિગત મૂલ્યને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ તે જાતિની ગુણવત્તામાં સુધારો કરવા માટે તેના આનુવંશિક કૌશલ્યની સંભવિતતા પણ દર્શાવે છે, વૈશ્વિક પશુ બજારમાં એક નવું ધોરણ સ્થાપિત કરે છે.

આ પણ વાંચો: જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ છે ભારતના સૌથી સસ્તા અને મજબૂત 5 હળ

આ હરાજી સાઓ પાઉલોના અરાન્ડુમાં થઈ હતી. અહીં, 4.5 વર્ષની ગાયના માલિકી હકોનો એક તૃતીયાંશ ભાગ 6.99 મિલિયન રિયલ્સમાં વેચવામાં આવ્યો હતો, જે 1.44 મિલિયન ડોલરની સમકક્ષ છે. આ ઘટના બાદ ગાયની કિંમત વધીને કુલ 4.3 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ નવી કિંમત ગયા વર્ષે સેટ કરેલી કિંમતને પણ વટાવી ગઈ છે જ્યારે ગયા વર્ષે તેની અડધી માલિકી લગભગ $800,000માં વેચાઈ હતી.

મૂળ ભારતની છે નેલ્લોર ગાય

નેલ્લોર જાતિ મૂળ ભારતની છે અને તેનું નામ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે તે બ્રાઝિલની સૌથી મહત્વપૂર્ણ પશુ જાતિઓમાંની એક બની ગઈ છે. ઓન્ગોલ પશુઓની પ્રથમ જોડી 1868માં વહાણ દ્વારા બ્રાઝિલમાં આવી હતી. 1960 ના દાયકામાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તે સમયે સો પ્રાણીઓની આયાત કરવામાં આવી હતી. આ આયાત પછી, આ જાતિ બ્રાઝિલમાં વિકસિત થવા લાગી. આ પછી જે કંઈ થયું તે પોતાનામાં એક ઈતિહાસ છે.

નેલ્લોર ગાયની વિશેષતા

નેલ્લોર ગાયનું વૈજ્ઞાનિક નામ બોસ ઈન્ડીકસ છે. આ ગાય ગરમ આબોહવા, રોગ પ્રતિકારક શક્તિ અને માંસની ગુણવત્તા જેવા સારા ગુણોથી ભરેલી છે. આ ગાય તેની શક્તિ, સ્થિતિસ્થાપકતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખીલવાની ક્ષમતા માટે જાણીતી છે. આ કારણોસર, તેને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે. નેલ્લોર જાતિની ગાયો પોતાને ગમે ત્યાં ગોઠવી શકે છે અને પુષ્કળ દૂધ પણ આપે છે.

આ ગાયોની વિશેષતા એ છે કે તેઓ કાળઝાળ ગરમીમાં પણ આરામથી રહે છે. આ ગાયોના શરીર પર સફેદ ફર હોય છે અને તે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ છે અને તેમની ત્વચા ખૂબ જ સખત છે, તેથી લોહી ચૂસનાર જંતુઓ તેમના પર હુમલો કરતા નથી.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More