Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ઘાસચારાના પાકો માં વિષયુક્ત તત્વોને જાણો અને તમારા પશુને ભય મુક્ત રાખો

કેટલાક ઘાસચારાના પાકો માં જોવા મળતા ઝેરી તત્ત્વોની આડઅસરથી જાનવરો મૃત્યુ પામે છે।. અથવા તો મોટી બિમારીને નોંતરે છે. ઘાસચારાના પાકો માં રહેલા ઝેરી તત્વોને કારણે દૂધના ઉત્પાદન ઉપર સીધો ફટકો પડે છે તેમ જ આવું દૂધ મનુષ્યના ઉપયોગ માટે બિન જરૂરી બને છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
cattle
cattle

કેટલાક ઘાસચારાના પાકો માં જોવા મળતા ઝેરી તત્ત્વોની આડઅસરથી જાનવરો મૃત્યુ પામે છે।.  અથવા તો મોટી બિમારીને નોંતરે છે.  ઘાસચારાના પાકો માં રહેલા ઝેરી તત્વોને કારણે દૂધના ઉત્પાદન ઉપર સીધો ફટકો પડે છે તેમ જ આવું દૂધ મનુષ્યના ઉપયોગ માટે બિન જરૂરી બને છે. ગાભણ પશુ માં ઘણા સંજોગોમાં ગર્ભપાત થાય છે અને પશુ વંધ્ય  પણ બને છે વધુમાં પોતાની કામ કરવાની શક્તિ ગુમાવી દે છે તેમજ ચામડી તથા ઉનની  ગુણવત્તા ઉપર પણ અવળી અસર જોવા મળે છે આથી ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે.

સામાન્ય રીતે આવા વિષ્ણુ પ્રમાણ જે પાકોમાં અને જે અવસ્થા હોય તેવા સંજોગોમાં ખેડૂતો આવા ચારને જાનવરોને  નીરવાનું ટાળે  છે પરંતુ ભૂખમરો, ઘાસચારની  અછત અને પશુપાલકોની અજ્ઞાનતાના કારણે ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે.  પાક ની જુદી જુદી અવસ્થા અને વૃદ્ધિએ  છોડમાં વિષ પ્રમાણ વધુ કે ઓછું હોય છે.  આવા  વિષની અસર ઢોરના વજન અને ઉંમર ઉપરાંત તેને  કેટલાક પ્રમાણમાં આવો ચારો આરોગ્ય છે તેની ઉપર આધારિત છે.  જેથી આવા ચારાઓ  પસુઓ ને કેવી અવસ્થાએ અને કેટલા પ્રમાણમાં ખવડાવવો એ જાણવું જરૂરી છે. મુખ્યત્વે ઘસચારના પાકોમાં સા ઈનાઈડ ઝેર સૌથી વધધૂ  ખતરનાક અને જીવલેણ છે.

() સાઇનાઇડ ઝેર (હાઈડ્રોસાઈનિક એસિડ) :

() પાક અને અવસ્થા :

જ્યારે જુવારનો પાક કુમળો હોય ત્યારે તેમાં સાયનોજેનિક ગ્લુકોસાઈડ (એચસીએન) નું પ્રમાણ વધુ હોય છે.  જ્યારે પણ આવો  કુમળો ચારો પશુને ખવડાવવામાં આવે ત્યારે સૌથી પહેલા તો આમશયમાં  જુવારના પાચન દ્વારા તેમાં રહેલો પ્રકીન્ણ્ નિયુક્ત થાય છે અને જુવારમાંના સાયનોજેનિક ગ્લુકોસાઈડ જે તે  પ્રક્રિયા થતાં હાઈડ્રોસાઈનિક એસિડ છૂટો  પાડે છે. આ એસિડ છૂટું પડતાની સાથે જ પશુ મૃત્યુ પામે છે.  આવા ઘાસચારામાં જો સાયનોજેનિક ગ્લુકોસાઈડનું પ્રમાણ ૨૦૦ પીપીએમ અથવાતો ૦.૦૨ ટકા થી વધારે હોય તો પશુને નુકસાનકર્તા બને છે. જુવાર જેવા પાકોમાં જો પાક પાકટ અવસ્થાએ હોય અને દુધિયા દાણા બેસહી ગયા હોય તો તેમાં આવા પ્રકારનું ઝેર નહિવત નોંધાયેલ છે જે પશુ આહારમાં ઉપયોગમાં લેવાથી કોઈપણ જાતનું નુકશાન થતું નથી.

અ.નં.

સાઇનાઇડ ઝેરની માત્રા

પશુ ઉપર તેની અસર

૨૫૦ પી. પી. એમ.  થી ઓછી

પશુ આહારમાં ઉપયોગ કરી શકાય. 

૫૦૦ -૭૦૦ પી. પી. એમ.

પશુ આહારમાં ઉપયોગ કરવો હિતાવક નથી.

૧૦૦૦ પી. પી. એમ. કરતાં વધુ

કોઈપણ સંજોગોમાં પશુઓને આહાર તરીકે ચારો આપવો નહી.

() જાનવર ઉપર અસર:

જે પશુને સાઈનાઈડ ઝેરની અસર થઈ હોય તેની શ્વાસોશ્વાસની કિયા ઝડપી બની જાય છે.પશુ ધીરે ધીરે નબળું પડતું જાય છે. શરીરમાં ધ્રુજારી આવે છે, તેની પૂંછડી લૂલી થાય છે, મોઢું પહોળ રાખીને શ્વાસ લે છે. સ્નાયુઓ જકડાઈ જાય છે તથા તાણ આવે છે. આવા સમયે જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો પશુ મરણને શરણ થાય છે.

() ઓકઝેલેટ:

() પાક અને અવસ્થા:

ઓકઝેલિક એસિડ અને ઓકઝેલેટની ઝેર તરીકેની અસર ઉપર ઘણ। બધાં સંશોધનો થયેલ છે તથા તેના ઉપરથી જાણવા મળેલ છે કે ઘર આંગણે પાળેલા પશુધન ઉપરાંત માનવજાત પર પણ તેની ઝેરી અસર જોવા મળેલ છે. આમ તો ઓક્ઝેલિક એસિડ એ ઓરગેનિક ડાઈકાર્બોક્ઝેલિક એસિડ છે. જેને કેલ્શ્યમ અને મેગ્નેશ્યમ સાથે ખૂબ જ આકર્ષણ છે. તેની રાસાયણિક પ્રક્રિયાથી જે ક્ષારો ઉદભવે છે. તે પાણીમાં અદ્રાવ્ય  છે. ઓકઝેલિક એસિડ સોડીયમ , પોટેશિયમ અને એમોનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા ઘ્વારા ત્રણેના ઓકઝેલેટ બનાવે છે અને આ ક્ષારો દૂવ્ય સ્વરૂપમાં હોય છે. ઘાસચારાના તેમજ અન્ય પાકોના છોડમાં ઓકઝેલિક એસિડ કુદરતી રીતે જ દૂવ્ય અને અદ્દાવ્ય ઓકઝેલેટ ક્ષારોના રૂપમાં ઉપસ્થિત હોય છે. સામાન્યરીતે આ વિષનુંપ્રમાણ ડાંગરના સુકા ધાસમાં , સુગરબીટમાં તથા હાઈબ્રિડ નેપિયરમાં હોવાથી આવા ઘાસના નિરણથી પશુઓમાં આ વિષેની વિશેષ અસર જોવા મળે છે.

() જાનવર ઉપર અસર:

આ વિષની અસરથી પશુઓ વધારે તથા વારવાર પેશાબ કરે છે. મોઢામાંથી લાળ ટપકે છે. લોહી જામી જવાની પ્રક્રિયા ધીમી પડે છે. ધીરે ધીરે નાકમાંથી ચીકણો સ્ત્રાવ થાય છે તથા શ્વાસોવાસ ટૂંકો અને ઝડપી બને છે. નાના પશુ ઓમાં શિંગડાઓમાં વિકૃતિ આવે છે કારણ કે કેલ્શિયમની ચયાપચયની ક્રિયામાં વિક્ષેપ થાય છે. ઘણા કેસોમાં આવા ઝેરની અસર જો પશુઓમાં વધારે થાય અને નિયત સમયમાં સારવાર કરવામાં ન આવે તો પશુ મૃત્યુ પામે છે. આમ આ વિષથી પશુઓને મુક્ત રાખવા હોય તો જે પાકોમાં વિષનું પ્રમાણ જોવા મળેલ છે તેની કાપણી ૪૦ થી ૫૦ દિવસના ગાળે કરી તે ઘાસ કઠોળ સાથે કે દાણા સાથે ખવડાવવું જોઈએ.

() નાઈટ્રેટ ઝેર:

() પાક અને અવસ્થા:

આ વિષનું પ્રમાણ ઓટ, સૂર્યમુખી, શેરડીના ટોચના પાન ( શેરડીની ચમરી ), ધરો, ટરનીપ તથા  સુગર બીટ જેવા પાકોના છોડમાં મૃપ્યત્વે વિશેષ જોવા મળે છે. આવા ઝેરની અસર સીધી હિમોગ્લોબીન ઉપર થાય છે. ખાસ કરીને વાગોળનારા પ્રાણીઓ કે જેઓ નાઈટ્રેટવાળો ખોરાક ચરે છે કે ખાય છે તેને જઠરનાં (રૂમેન) રહેલા જીવાણુઓ નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાન્તર કરે છે. આમ આ નાઈટ્રાઈટ પ્રાણીઓના શરીરમાં શોષાય છે. પ્રાણીઓના શરીરમાં રહેલા ફેરસ આયર્ન અને નાઈટ્રાઈટ વચ્ચે પારસ્પારીક અસર લોહીમાં રહેલા હિમોગ્લોબીન ઉપર થાય છે. આમ ફેરસનું ઓકસીકરણથી ફેરીક આયનમાં રૂપાન્તર થાય છે. પરિણામ સ્વરૂપે મેથેગ્લોબીન ઓકિસજનની આપલે કરી શક્તો નથી. કુલ હિમોગ્લોબીનના ૩૦ થી ૪૦ ટકા મેથેગ્લોબીનનું પ્રમાણ પહોંચે ત્યારે ઓકિસજનની આપલે ઘટી જાય છે.

() જાનવર ઉપર અસર:

આવી પરિસ્થિતિમાં તાણ આવવી શરૂ થાય છે. પશુ બેભાન થઈ ઢળી પડે છે. અને જયારે મેથેગ્લોબીનનું પ્રમાણ ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચે ત્યારે પશુ મરણને શરણ થાય છે. મુર્છા આવવી, ભૂરાશ પડતા રંગની લાળ પડવી, શરીરના ઘબકારા વધવા, આકરો ચઢવો વગેરે આ વિષની અસરના લક્ષણો છે. ઘણ। કીસ્સાઓમાં વિષની અસર વધારે હોય તો પશુ મૃત્યુ પણ પામે છે. આમ જો આ વિષની અસરથી પશુઓને મુક્ત રાખવા હોય તો વધુ પડતા નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ ઘાસચારાના પાકોમાં કરવો નહીં તથા ઘાસચારાના પાકો ૫૦ ટકા ફલ અવસ્થાએ આવે પછી જ તેની કાપણી કરી સુકાચારા સાથે સપ્રમાણમાં અથવા તો કઠોળ વર્ગના પાકોના ચારા સાથે મિશ્ર કરી ખવડાવવો હિતાવહ છે.

() અરગટ ઝેર:

() પાક અને અવસ્થા:

ઘણી વખત આ વિષ જયારે બાજરીનો પાક પાકટ અવસ્થાએ આવે અને સતત વરસાદનું પ્રમાણ રહે તો ડૂંડીમાં રહેલા દાણામાં ફૂગને કારણે કાળા રંગના કણો જોવા મળે છે જે એસ્પરીજીલસ (અરગટ) પ્રકારના વિષથી જાણીતું છે. આ વિષમાં આરગોટેમાઈન અને અરગોમેટ્રાઈન નામના આલ્ક્લોઈડસ હોય છે.

() જાનવર ઉપર અસર:

આવા વિષવાળુ ઘાસ ડુંડા સાથે જો ઢોરને ખવડાવવામાં આવે તો તેની અસર ખરી, નાક, કાન અને ઘણી વખત પૂંછડીના ભાગે સડો પેદા થાય છે. તથા પશુની તંદુરસ્તી જોખમાય છે. ઘણી વખત વધારે અસરથી ગાભણ પશુમા ગર્ભપાત પણ થાય છે. આમ આ વિષથી મુક્તી મેળવવા માટે શક્ય હોય તો આવો ફૂગવાળો ચારો પશુને ન ખવડાવતાં આખા ખેતરમાં તેનો બાળીને નાશ કરવો અથવા ખેતરમાં જો ઓછા પ્રમાણમાં જોવા મળે તો આવા છોડ કાપીને તેનો નાશ કરવો અને સારો રોગ મુક્ત ચારો સાવચેતીથી પશુઓને ખવડાવવો.

No tags to search

() ગ્લુકોસાઈડ અને ઈસ્ટ્રોજન:

ઘાસચારાના પાકોના રાજા રજકાએ પોતાનું આગવું સ્થાન પ્રસ્‍થાપિત કર્યું છે પણ તેમાં કુણા પાકમાં સેપોનીન અને ઈસ્ટ્રોજન નામના ઝેરી તત્વો વધારે જોવા મળેલ છે. રજકાના છોડની વૃઘ્ધિ દરમ્યાન તેમાં પાકની દરેક અવસ્થાએ આ ઝેર ઓછા વધતા પ્રમાણમાં હોય છે જ જેથી આવો ચારો પશુને એક્લો ન ખવડાવતા બીજા લીલા / સુકા ચારા સાથે મિશ્ર કરી ખવડાવવું સલાહભર્યું છે. આ વિષની અસર જે પશુને થઈ હોય તેને આંતરડામાં સોજો આવે છે તથા દુખાવો રહે છે. પાચનશક્તિ મંદ પડવાને કારણે ઝાડો ઢીલો કરે છે. તેની અસર ગર્ભાશયમાં થતાં પ્રજોત્પાદક્તામાં ખામી / ગર્ભપાત થવાના બનાવો બને છે.

() માયમોસીન ઝેર:

આ ઝેર સુબાબુલમાં જોવા મળેલ છે. આ પાકની વૃધ્ધિ ખૂબ જ ઝડપી છે અને ટૂંકા સમયમાં વધુ ચારો મળે પણ આવા ઝડપી વિકાસવાળા પાન, કુમળી ડાળીઓ , ફૂલ , લીલી શીંગો ઉપરાંત દાણ।માં પણ આ વિષની હાજરી હોય છે. સંશોધનને આધારે કહેવામાં આવે તો આ ચારાના સુકા વજનના લગભગ ૪ થી પ ટકા જેટલું ઝેર નોંધવવા। મળેલ છે. આમ આવો ચારો પશુઓને નહિવત પ્રમાણમાં ખવડાવવાનો આગ્રહ રાખવો અને શકય હોય ત્યાં સુધી ગાય, ભેંસ,બળદ,પુખ્ત નાના વાછરડા અને ઘેટા બકરાં ને ન ખવડાવવો જોઈએ બહુ જઠરી પ્રાણીઓને કુલ ખોરાકના ૧૫ થી રપ ટકા સુધી જ ખવડાવવું હિતાવહ છે. વધુ પડતો એકલો ચારો ખવડાવવામાં પશુનું મૃત્યુ સંભવિત છે. જેથી પ્રમાણમાં અન્ય ચારા સાથે મિશ્ર રાખી ખવડાવવું સલાહભર્યું છે.

() રેઝીનોલિક એસિડ :

ઘાસચારા માટે વપરાતા ગુવાર અને ટોપીઓકા જેવા પાકમાં રેઝીનોલીક એસિડ નામનું ઝેરી તત્વ જોવા મળે છે. રેઝીનોલીક એસિડ નામના વિષથી પશુઓના આંતરડામાં સોજો આવે છે તથા ચાંદા પડે છે. લોહીમાં રહેલા લાલ કણોનો  નાશ થતાં પશુઓમાં લોહીનું પ્રમાણ તથા ઓક્સીજન ઘટવા લાગે છે અને ધીરે ધીરે પશુ ફીકકુ થઈ જાય છે. આમ વિષનું પ્રમાણ ઉપરોક્ત દર્શાવેલ પાકોમાં ફુલ આવતાં પહેલાં વિશેષ પ્રમાણમાં નોંધાયેલ હોઈ , જયારે પાકમાં ૫૦ ટકા કે તેથી વધારે છોડ ઉપર ફુલ આવે ત્યારે જ અન્ય ધાન્ય વર્ગના પાક સાથે ૪:૬ ના ગુણોત્તરમાં ખવડાવવો જોઈએ.

આ પણ વાંચો:વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરીને ચોખ્ખી આવકમાં વધારો મેળવો

(હાર્દિક આર. પટેલ, રાજેશ જે. પંચાલ, કલ્પેશ જી. રાવલ)

એન. એમ. કોલેજ ઓફ એગ્રિકલ્ચર, નવસારી એગ્રિકલ્ચરલ યુનિવર્સિટિ, નવસારી-૩૯૬ ૪૫૦

 

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More