Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

ડૉ ધરા કાપડિયા: એક એવી મહિલા જો બીજા મહિલાઓ માટે છે પ્રેરણરૂપી, મુખ્યમંત્રીએ પણ કર્યુ સન્માન

ગુજરાતની એજ મહિલાઓને આપણા મુખ્ય પ્રધાન શ્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ ઓળખી છે. તેમને દર્ગા નવમાના દિવસે સન્માન પાઠવ્યું છે. 14 ઓકટોબરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ હેઠળ કર્યુ હતુ. આમાંથી જ એક છે ડૉ ધરા કાપડિયા.

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુજરાતની એજ મહિલાઓને આપણા મુખ્ય પ્રધાન શ્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ ઓળખી છે. તેમને દર્ગા નવમાના દિવસે સન્માન પાઠવ્યું છે. 14 ઓકટોબરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ હેઠળ કર્યુ હતુ. આમાંથી જ એક છે ડૉ ધરા કાપડિયા. છેલ્લા મહિને કૃષિ જાગરણ ગુજરાતી ડૉ ધરાનો ઇંટર્વ્યુ લીધા હતા. ડૉ ધરા મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, કે એક મહિલા ઇચ્છે તે પોતાની મેહનતથી મોટા-મોટા વ્યપારિઓને પણ ટક્કર આપી શકે છે.

ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी,
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु‍ते ।

કહવાયે છે કે નવરાત્રીના દિવસોમાં માંના આ મંત્રનો જપ કરવાથી અમ્બેમાં પ્રસન્ન થાય છે અને આપણો રક્ષણ કરે છે. માંના આ મંત્રના જપ કરવાથી તેમના બધા સ્વરૂપોની ઉપાસના થઈ જાય છે. એમ કહવામાં આવે છે કે નવરાત્રીમાં માં અમ્બે ગરબાની સ્થાપનના સાથે આપણે આંગણે પધારે છે. પરંતુ માં નવરાત્રીમાં નહિં પણ સદૈવ આપણા સાથે હોય છે. જે આપણે જોઈ શકાય તે. જ્યારે એક મહિલા એક બાળકને જન્મ આપે છે ત્યારે તે જન્ની કહલાયે છે. ભોજન આપે છે તો અન્નપૂર્ણા રૂપમાં હોય છે. રક્ષણ આપે છે તો માં ભદ્રકાળીના રૂપમાં હોય છે. માં કેવલ નવરાત્રીમાં નહિં આપણા સાથે-સાથે જુદા રૂપમાં ત્યાજ હોય છે. એક મહિલામાં માં અમ્બેનો બધા સ્વરૂપો છે બસ તેને ઓળખવાની જરૂર છે. ખાસકરીને એક પુરૂષને જે નવરાત્રીમાં તો માંના વ્રત કરે છે ગરબા રમે છે પરંતુ નવરાત્રી પછી માં સ્વરૂપ સ્ત્રીઓને પોતાના....

ગુજરાતની એજ મહિલાઓને આપણા મુખ્ય પ્રધાન શ્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ ઓળખી છે. તેમને દર્ગા નવમાના દિવસે સન્માન પાઠવ્યું છે. 14 ઓકટોબરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ હેઠળ કર્યુ હતુ. આમાંથી જ એક છે ડૉ ધરા કાપડિયા. છેલ્લા મહિને કૃષિ જાગરણ ગુજરાતી ડૉ ધરાનો ઇંટર્વ્યુ લીધા હતા. ડૉ ધરા મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, કે એક મહિલા ઇચ્છે તે પોતાની મેહનતથી મોટા-મોટા વ્યપારિઓને પણ ટક્કર આપી શકે છે.

ડૉ ધરાએ વગર કોઈ રસાયણના ધરમાં મિઠાઈ બનાવે છે જે સ્વાદ અને તમારા સ્વાસ્થ માટે ફાયદાકાર છે. એજ કારણ છે કે મુખ્યપ્રધાન શ્રી તેમનો સન્માન કર્યુ. ડૉ ધરાની મિઠાઈઓની ગારંટી તો કૃષિ જાગરણ પોતે જ આપે છે. કેમ કે તેમના હાથે બનેલી કાજૂ કતલી સ્વાદમાં નંબર વનના સાથે જ હેલ્દી અને ભાવમાં પણ સારી છે.

બ્રાંડનો નામ મેંગો જંક્શન

ડૉ. ધરાના મેંગો જંક્શન (Mango Junction) નામથી એક બ્રાંડ છે, જેના હેઠળ તે અને તેમની માં અમિતાબેન જુદા-જુદા પ્રકારની મિઠાઈઓ બનાવે છે અને તેનો વેચાણ ઑનલાઈ રીતે કરે છે. આમની મિઠાઈઓની વાત કરીએ તો તે વગર કોઈ રસાયણના સાથે બનાવવામાં આવે છે જે સ્વાદના સાથે-સાથે તમારા સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે. ડૉ ધરા કહે છે કે, તે તેમની માં અમિતાબેન સાથે મળીને બધી મિઠાઈઓ પોતાના ધરે જ બનાવે છે.

આ પણ વાંચો, વડોદરા: ચોપડી વાંચીને આ બાળકે બનાવ્યુ સાયકલ વડે સૌર ચક્ર

યૂકે રિર્ટન ડૉ ધરાએ ક્લિનિકલ રિસર્ચમાં માસ્ટર્સનો અભ્યાસ કર્ય છે અને બે વર્ષ સુધી ત્યાં એક ખાનગી કંપનીમાં નોકરી કર્યા પછી ભારત પરત ફરીને 5 વર્ષ પહેલા મિઠાઈ બનાવવાનુ કામ શરૂ કર્યુ હતુ. જે ડૉ. ધરા અને અમિતાબેન દ્વારા બનાવેલી મિઠાઈઓની વાત કરીએ તો તે મથુરાના પેંડા, કાજુ કતલી, સુગરફ્રી ડ્રાયફ્રુટ ચંક્સ, , ફ્રેશ ચૉકલેટ વૉલનટ ફજ, કોકોનટ બૉલ, ચટપટ્ટા નટ્સ, શેકેલા સૂકામેવા, સૉલ્ટ/બ્લેક પીપર નટ્સ સહિત અનેક મિઠાઈઓ બનાવે છે. હજી-સુધી ડૉ ધરા હાથે બનેલી મિઠાઈઓ આખા ગુજરાતના સાથે દક્ષિણ ભારત, દિલ્લી ચંદીગઢ અને વિદેશમાં પણ મોકલવામાં આવી છે. એટલે તમે કહી શકો છો કે ભારતીય લોકોના સાથે-સાથે વિદેશી લોકો પણ તેમણી મિઠાઈઓના દિવાના છે. મેંગો જંક્શનની મિઠાઈઓના ભાવની વાત કરીએ તો તે પણ કોઈ વધારે મોંધી નથી. તેને કોઈ પણ સરળતાથી ખરીદી શકે તેમ છે.

નારાયણી નમોસ્તુતે
નારાયણી નમોસ્તુતે

નારાયણી નમસ્તુ કાર્યક્રમ હેઠળ આમનો પણ કરવામાં આવ્યો સન્માન

વડોદરાની શ્વેતા પરમાર – ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે હજારો ફૂટ ઉંચાઇએથી કૂદીને સાહસનો અદ્ભુત પરિચય આપ્યો છે . તેઓ સ્પેનમાં 29 , દુબઇમાં 3 અને રશિયામાં 15 જમ્પ કરી ચૂક્યા છે . હવે સરકાર તરફથી જો મંજૂરી મળે તો તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂવાની ઇચ્છા છે.

સુરતની મૈત્રી પટેલ – અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને 19 વર્ષની મૈત્રી પટેલ એક કમર્શિયલ પાયલટ છે . 18 માસની તાલીમ ફક્ત 11 મહિનામાં પૂરી કરીને સૌથી નાની ઉંમરના પાયલટ બનવાની સિદ્ધિ તેમના નામે છે . તેઓ એક ખેડૂતના પુત્રી છે અને પોતાની મહેનત અને લગનથી ઉડ્ડયન ક્ષેત્રે સફળતા મેળવી છે.

કચ્છની પાબીબેન રબારી – કચ્છી મહિલા એન્ટરપ્રેન્યોર પાબીબેન રબારીએ કચ્છી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરાવી . પોતાના ગામની મહિલાઓને રોજગારી આપે છે

આ પણ વાંચો, મળો ખેડૂત અનુપમાંથી, જે ઉગાડે છે 35 જાતની શાકભાજી

પ્રેમિલાબેન તડવી – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા સ્વસહાય જૂથના પ્રમુખ તરીકે કાર્યરત છે . આરોગ્ય વનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સમાં વિવિધ મહિલાઓ જે કામ કરી રહી છે , તેમનું નેતૃત્વ કરી રહ્યાં છે.

અમદાવાદની મિત્તલ પટેલ – વિચરતી જાતિઓ જેવી કે વાદી સમાજ , વણઝારાઓ વગેરેના ઉત્થાન માટે કાર્ય કર્યું છે. ખાસ કરીને આવી જાતિઓને ઓળખપત્ર મળે અને તેઓ સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવીને સમાજની મુખ્યધારામાં સમાવિષ્ટ થઈ શકે તે માટે કાર્યરત છે.

હીનાબેન વેલાણી : કોરોના રોગચાળા દરમિયાન મૃત્યુ પામેલાં દર્દીઓની અંતિમવિધિ કરાવીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતની દુરૈયા તપિયા - કોરોના રોગચાળા દરમિયાન દેશવ્યાપી ટ્રક રાઇડ દ્વારા ગામના લોકોને માસ્ક , સેનિટાઇઝરનું વિતરણ કર્યું અને સમાજમાં એક સશક્ત મહિલાનુ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

શોભના સપન શાહ : દીવ્યાંગ સમાજસેવિકા જે સમાજમાં હકારાત્મક અભિગમ માટે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. વ્યસનમુક્તિ સલાહ કેન્દ્રમાં સલાહકાર રહ્યાં શોભના શાહે અત્યારે પાંચેક વર્ષથી વિનામૂલ્યે લોકોનું કાઉન્સેલિંગ કરી રહ્યાં છે.

મહેસાણાની ભાવિના પટેલ – મહેસાણાની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે . તેમની મહેનતના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અન્ય ખેલાડીઓ અને દેશની યુવતીઓ માટે એક પ્રેરણા ગણાવીને ભાવિનાને બિરદાવી હતી. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસની રમતમાં તનતોડ મહેનત કરી છે જેના લીધે આ જવલંત સફળતા મળી છે.

રસીલાબેન પંડ્યા : વિવિધ યુવા , મહિલા પ્રવૃત્તિઓ, પર્યાવરણ, કુપોષણ , ભ્રૂણહત્યા, કાયદાકીય જાગૃતિ, સ્પોર્ટ્સ અને એડવેન્ચર્સ સેમિનાર, સામાજિક કાર્યો વગેરેમાં હંમેશાં કાર્યરત. ગરીબ બાળકોના ઉત્થાન માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કારણે તેમણે સન્માન પાઠવામાં આવ્યુ છે.

અમદાવાદની અદિતિ રાવલ – જાણીતા RJ, યુટ્યુબર , ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો અને પર્યટન સ્થળો વિશે સોશિયલ મીડિયામાં રજૂઆત કરે છે.

ડો.નિલમ તડવી – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેડિયો જોકી ગ્રુપના એક સભ્ય છે. તેઓ પોતાના લિસનર્સ સાથે રેડિયો પર સંસ્કૃત ભાષામાં વાત કરે છે અને તેઓ કેવડિયામાં સંસ્કૃત ભાષાનું માન વધારવામાં પ્રવૃત્ત છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ રેડિયો પ્રોગ્રામમાં તેમના ગ્રુપનો અને નામનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો,વર્ષ 1952 થી જ મશીનમાં બંધ છે આ માણસ, મશીનમાં જ પૂરો કર્યો વકીલાતનો અભ્યાસ

કચ્છની સ્તુતિ કારાણી – તે ઓલ ઇન્ડિયા રેડિયોમાં ક્વૉલિફાઇડ આર્ટિસ્ટ છે . તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ઘણા પુરસ્કારો મેળવી ચૂક્યા છે તેમજ ધણા ટીવી શો તેમજ ફિલ્મોમાં પ્લેબેક કરી ચૂક્યા છે . ભારત સિવાય તેમણે વિદેશોમાં પણ તેમની ગાયકી રજૂ કરી છે . તેમણે ‘કચ્છની કોયલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેમાબેન ચૌધરી : રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર દ્વારા સન્માનિત , દૂધ માટે બોટલિંગ મશીન વસાવ્યું છે, પ્રાકૃતિક ખેતી કરે છે.

માનસી પી. કારાણી : તેમણે ભરતનાટ્યમ તેમજ યોગના ક્ષેત્રે સફળતા મેળવી છે. તે સિવાય જીમ્નાસ્ટીક અને ભારતની પરંપરાગત માર્શલ આર્ટ્સ કલારિપટ્ટની તાલીમ મેળવેલ છે.

અમદાવાદની પાર્મીબેન દેસાઈ – લેખિકા , એન્કર , ઓરેટર . મુખ્યત્વે ટૂંકી વાર્તા , માઇક્રોફિક્શન અને અછાંદસ લેખનમાં પ્રવૃત્ત છે. અછાંદસ માટે રાજ્ય કક્ષાએ તથા ટૂંકી વાર્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત છે. તેઓ સ્વલિખિત ટૂંકી વાર્તાઓ તેમ જ સમાજ ઉપયોગી આર્ટિકલ્સ પોતાનાજ અવાજમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વહેતા કરે છે જે ખૂબ લોકચાહના પામે છે .

પોરબંદની ભારતીબેન ખુંટી – કૃષિ અને પશુપાલન જોડાયેલી ભારતીબેન લંડનની નોકરી છોડી ખેતી કરે છે. ગામડામાં ખેતી કરીને લોકો સમક્ષ આત્મનિર્ભર મહિલાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More