Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

UK રીટર્ન ડૉ. ધરાએ શરૂ કર્યો અમદાવાદમાં બિઝનેસ, મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપિ

Amansinh Jadeja
Amansinh Jadeja
Dr. Dhara Kapadia and Amitaben
Dr. Dhara Kapadia and Amitaben

કૃષિ જાગરણ ગુજરાતી પોતાના ફેસબુક પેજ પર દરેક અઠવાડિયા "ફાર્મર દ બ્રાંડ" નામથી લાઈવ કરીએ છે. શુક્રવારે આપણે અમદાવાદની મહિલા એંટરપેનર ડૉ ધરા કાપડિયા સાથે વાત કરી હતી. એમ તો ડૉ ધરા ખેડૂત નથી પણ તે મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, કે એક મહિલા ઇચ્છે તે પોતાની મેહનતથી મોટા-મોટા વ્યપારિઓને ટક્કર આપી શકે છે.

કૃષિ જાગરણ ગુજરાતી પોતાના ફેસબુક પેજ પર દરેક અઠવાડિયા "ફાર્મર દ બ્રાંડ" નામથી લાઈવ કરીએ છે. શુક્રવારે આપણે અમદાવાદની મહિલા એંટરપેનર ડૉ ધરા કાપડિયા સાથે વાત કરી હતી. એમ તો ડૉ ધરા ખેડૂત નથી પણ તે મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, કે એક મહિલા ઇચ્છે તે પોતાની મેહનતથી મોટા-મોટા વ્યપારિઓને ટક્કર આપી શકે છે.

ડૉ. ધરાના મેંગો જંક્શન (Mango Junction) નામથી એક બ્રાંડ છે, જેના હેઠળ તે અને તેમની માં અમિતાબેન જુદા-જુદા પ્રકારની મિઠાઈઓ બનાવે છે અને તેનો વેચાણ ઑનલાઈ રીતે કરે છે. આમની મિઠાઈઓની વાત કરીએ તો તે વગર કોઈ રસાયણના સાથે બનાવવામાં આવે છે જે સ્વાદના સાથે-સાથે તમારા સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે. ડૉ ધરા કહે છે કે, તે તેમની માં અમિતાબેન સાથે મળીને બધી મિઠાઈઓ પોતાના ધરે જ બનાવે છે.

ક્યા-ક્યા પ્રકારની મિઠાઈઓ બનાવે છે

ડૉ. ધરા અને અમિતાબેન મથુરાના પેંડા, કાજુ કતલી, સુગરફ્રી ડ્રાયફ્રુટ ચંક્સ, , ફ્રેશ ચૉકલેટ વૉલનટ ફજ, કોકોનટ બૉલ, ચટપટ્ટા નટ્સ, શેકેલા સૂકામેવા, સૉલ્ટ/બ્લેક પીપર નટ્સ સહિત અનેક મિઠાઈઓ બનાવે છે. હજી-સુધી ડૉ ધરા હાથે બનેલી મિઠાઈઓ આખા ગુજરાતના સાથે દક્ષિણ ભારત, દિલ્લી ચંદીગઢ અને વિદેશમાં પણ મોકલવામાં આવી છે. એટલે તમે કહી શકો છો કે ભારતીય લોકોના સાથે-સાથે વિદેશી લોકો પણ તેમણી મિઠાઈઓના દિવાના છે. મેંગો જંક્શનની મિઠાઈઓના ભાવની વાત કરીએ તો તે પણ કોઈ વધારે મોંધી નથી. તેને કોઈ પણ સરળતાથી ખરીદી શકે તેમ છે.

પ્રશ્નોના ઉત્તર

પ્ર: ડૉ ધરા પહેલા તમે તમારી ટુંકમાં ઓળખાન આપો?

ઉ: મારૂ નામ ડૉ ધરા કાપાડિયા છે અને હું અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં રહું છું અને ત્યાથી જ પોતાના વ્યાપાર કરું છું. મારૂ બ્રાંડનો નામ "મેંગો જંક્શન" છે.

પ્ર: ડૉ ધરા તમારા બ્રાંડ વિશે ટુંકમાં બતાવો?

ઉ: જે મારૂ બ્રાંડ છે મેંગો જંક્શન, તેના હેઠળ અમે બે વ્યાપાર કરીએ છીએ. એક છે મારૂ મિઠાઈઓનો વેપાર અને બીજુ છે મેંગો સેલિંગનો વ્યાપાર, જેમાં અમે કેસર અને હાફુસ કેરીની સેલિંગ કરીએ છીએ ઉનાળાના દિવસોમાં.

પ્ર: મિઠાઈ વેંચવાનો વિચાર કેવી રીતે આવ્યો?

ઉ: એમ તો મારી વ્યાપાર કરવાની ઇચ્છા શરૂઆતથી જ હતી, પરંતુ એક દિવસે હું મારી મમ્મી અમિતાબેન સાથે વાત કરી હતી. ત્યારે જે તેમણે મને કહ્યુ કે, કેમ નહિં આપણે ધરેથી જ મિઠાઈ બનાવીને તેને વેંચવાણા વ્યાપાર શરૂ કરીએ. એટલે અમે પહેલા મથુરાનો પેંડા બનાવવાનુ શરૂ કર્યુ અને લોકોને તે ખૂબ ગમયુ.

પ્ર: કેટલા વર્ષથી કરો છો વેપાર?

ઉ: મેંગો જંકશન હેઠળ આપણે કેરી વેંચાવાણે વ્યાપાર છેલ્લા 5 વર્ષથી કરીએ છે અને મિઠાઈઓને વ્યાપાર સાથે અમે છેલ્લા ત્રણ વર્ષથી સંકળાયેલા છે.

જામનગરનો આ ખેડૂત જાતે જ પાકનુ મુલ્યવર્ધન કરીને કરે છે મોટી કમાણી

પ્ર: અમે સાંમભળ્યુ કે તમે યૂકે રિર્ટન છો અને ત્યા તમે કોર્પોરેટ જગતમાં નૌકરી કરતા હતા, આટલી સારી નૌકરી છોડી તમે કેમ ભારત પરત ફર્યા?

ઉ: યૂકેમાં મારૂ વસવાટ કરવાનુ કોઈ મન નહોતુ..હું ત્યાંથી ક્લિનિકલ રિસર્ચમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યુ છે અને ત્યાં બે વર્ષ નૌકરી કર્યા પછી હું પરત ભારત ફરી ગઈ અને ત્યાં પણ અમદાવાદમાં એક કંપનીમાં નૌકરી કરી, પરંતુ ત્યાં મને એમ થયુ કે, કેમ નહીં આપણે પોતાના કોઈ વ્યાપાર કરીએ અને ત્યાર પછી હું અને મારી મમ્મી મેંગો જંક્શનની શરૂઆત કરી.

પ્ર: વ્યાપાર શરૂ કરતા સમય તમને કયુ-કયુ મુશકિલોના સામનો કરવું પડ્યો?

ઉ: બહુ બધી પ્રોબલમ્સ આવી. પણ આપણે હાર નથી માની અને આગળ વધતા ગાય. અને હવે રિજર્લટ તમારા સામે છે.

પ્ર: તમારી મિઠાઈઓ લોકો સુધી પહુંચી કેવી રીતે?

ઉ:  આપણે સોશલ મીડિયાથી શરૂઆત કરી અને સાથે-સાથે છાપામાં પણ જાહેરાત આપી. ત્યાંથી જ કસ્ટમર્સ અમને મળ્યા અને લોકોના ઇચ્છા પ્રમાણે અમે મિઠાઈઓ બનાવતા ગયા. હવે આપણે 15 પ્રકારની મિઠાઈઓ બનાવીએ છે.

પ્ર: આવતા પાંચ વર્ષનો ટાર્ગેટ શુ છે?

ઉ: આવતા પાંચ વર્ષની વાત કરીએ તો હવે આમારા ફોક્સ શુગર ફ્રી મિઠાઈ બનાવવાનુ છે, જેથી ડાયબાટીસ વાળા પેશંટ્સ પણ મિઠાઈ ખાઈ શકે. અને બીજી વાત આપણી જેટલી બધી મિઠાઈઓ છે તે હોમમેડ છે અને તેને વગર કોઈ રસાયાણના બનાવવામાં આવે છે.

મિત્રો જે તમને મિઠાઈઓ ગમે છે. તો તમે ડૉ ધરા અને અમિતાબેન દ્વારા બનાવેલ હોમમેડ મિઠાઈઓ પોતાના ધરે મંગાવી શકો છો. જેને ખાવાથી તમને સ્વાસ્થ વિકારના થાય... ડૉ ધરાની મિઠાઈઓના સ્વાદ લેવા માટે તમે ડૉ ધરાથી પોતેજ ફોન પર વાત કરી શકો છો અને તેમને મિઠાઈઓના ઑડર આપી શકો છો.

ડૉ ધરા કાપડિયા- +91 99744 41002

Share your comments

Subscribe Magazine

More on Success Story

More