Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: રાજ્યમાં સામાન્ય ઝાપટાના કારણે ફરી વધશે ઠંડીનું જોર

જ્યારથી ફેબ્રુઆરીની શરૂઆત થઈ છે ત્યારથી જ ગુજરાતમાં હવામાનનો મિજાજ હાલ બદલાયેલો લાગે છે. થોડા દિવસથી સવારે અને રાતે ઠંડી અને બપોરે તડકાના કારણે ગરમી જોવા મળી રહી છે. તેના વચ્ચે હવામાન વિભાગે હવે માવઠાનું અનુમાન કર્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સામાન્ય ઞાપટાના કારણે વધશે ઠંડીનું જોર
સામાન્ય ઞાપટાના કારણે વધશે ઠંડીનું જોર

જ્યારથી ફેબ્રુઆરીની શરૂઆત થઈ છે ત્યારથી જ ગુજરાતમાં હવામાનનો મિજાજ હાલ બદલાયેલો લાગે છે. થોડા દિવસથી સવારે અને રાતે ઠંડી અને બપોરે તડકાના કારણે ગરમી જોવા મળી રહી છે. તેના વચ્ચે હવામાન વિભાગે હવે માવઠાનું અનુમાન કર્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસર્બના પસાર થવાના કારણે પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે આજે અને કાલે એટલે કે 5 અને 6 ફેબ્રુઆરી ગુજારતમાં છુટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે.

ઉત્તર ગુજારતમાં સામાન્ય ઝાપડા પડવાની શક્યતા

હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપડા પડવાની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં પણ છટાછવાય ઝાપટા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વચ્ચે એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટા માવઠા થવાની સંભાવનાઓ નહિંવત જોવા મળી રહી છે.

શિયાળા પૂર્ણ હવે થશે ઉનાળાની શરૂઆત

જે રીતે બપોરે તડકો જોવા મળી રહ્યું હતો, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે જલ્દ રાજ્યમાં શિયાળો વિદાય લેશે અને ઉનાળો એંટ્રી કરશે. પરંતુ હવે પવવની સ્થિતિને જોતા અને સામાન્ય ઝાપટાના કારણે 5-6 ફેબ્રુઆરીએ તાપમાન નીચે આવવાની સંભાવના છે. કેટલાક સેન્ટરો પર તો તામમાન 15 ડિગ્રી પણ નીચું જવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. પાંચ ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

વધું અહેવાલ મુજબ ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર બાદ ફરી 19થી 22 ફેબ્રુઆરીએ મજબુત સિસ્ટમ આવશે. આ વખતે ગરમી અને ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More