Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

કડાકા ભડાકા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત, એક યુવતીનું મોત નિપજ્યું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને આઈએમડીની આગાહી તદ્દન સાચી પડી છે. પરમ દિવસે કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતમાં કુદરતનો પ્રકોપ જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જો કે હવે જોવા મળી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભરે ઉનાળા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ
ભરે ઉનાળા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને આઈએમડીની આગાહી તદ્દન સાચી પડી છે. પરમ દિવસે કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતમાં કુદરતનો પ્રકોપ જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જો કે હવે જોવા મળી રહ્યો છે. ભરે ઉનાળા ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહી છે. ગત રોજ અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ આવ્યો હતું, બીજી બાજુ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ત્રણ રિઝનમાં કમોસમી વરસાદ જોવા મળશે.

એક યુવતીનું મોત નિપજ્યું

ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે પડી રહેલી વરસાદનના કારણે છોટાઉદેપુર જિલ્લામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ જિલ્લાના નવા રામપુરાની રહેવાસી નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રકોપનો ભોગ બની છે. રાજ્યમાં અચાનક આવી કડાકા-ભડાકા સાથે વરસાદનના કારણે વીજળી પડવાથી આ યુવતીનું મોત નિપજ્યું છે. હાલ રાજ્યમાં વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

અઠવાડિયા પછી ફરી વધશે ઉનાળો

અત્યારે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. પરંતુ આગામી અઠાવાડિયા સુધીમાં રાજ્યમાં ફરીથી ઉનાળા વધશે. કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરી છે કે 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

અપ્રિલ મહીના ગુજરાતિઓ માટે આકરો

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More