Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

શું જંગલી પ્રાણિઓના હુમલાથી નુકસાન પામેલ પાક પર મળશે વળતર, સરકારે આપ્યો તેનો જવાબ

ભારતની 65 થી 70 ટકા વસ્તી ખેતકામ સાથે સંકળાયેલી છે. જેથી કરીને આપણા ભારતની એક ઓળખાણ કૃષિપ્રધાન દેશ તરીકે પણ થાય છે. 2021-22 માટેના આર્થિક સર્વેક્ષણમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય અર્થતંત્રમાં કુલ મૂલ્યવર્ધિત એટલે કે GVAમાં કૃષિનો ફાળો લગભગ 18 ટકા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શું નાશ પામેલ પાક પર મળશે વળતર?
શું નાશ પામેલ પાક પર મળશે વળતર?

ભારતની 65 થી 70 ટકા વસ્તી ખેતકામ સાથે સંકળાયેલી છે. જેથી કરીને આપણા ભારતની એક ઓળખાણ કૃષિપ્રધાન દેશ તરીકે પણ થાય છે. 2021-22 માટેના આર્થિક સર્વેક્ષણમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય અર્થતંત્રમાં કુલ મૂલ્યવર્ધિત એટલે કે GVAમાં કૃષિનો ફાળો લગભગ 18 ટકા છે. આવી સ્થિતિમાં, પાક એ માત્ર તેમની ખેતી કરનારા ખેડૂતો માટે જ નહીં પરંતુ દેશ માટે પણ મહત્વપૂર્ણ સંપત્તિ છે. જો પાક ખેડૂતોની સંપત્તિ છે તો નીલગાય તેમની સૌથી મોટી દુશ્મન છે. રાતનો અંધકાર હોય કે દિવસનો અજવાળો, નીલગાય ગમે ત્યારે આવીને ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન પહોંચાડે છે. ક્યારેક તેમનો આતંક એટલો વધી જાય છે કે ખેડૂતો ઘણા પાકનું વાવેતર પણ છોડી દે છે.

ઘણા લોકોના મનમાં ચાલે છે આ પ્રશ્ન

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે કે શું નીલગાયના કારણે નાશ પામેલા પાકને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કોઈ રાહત મળે છે? તો જવાબ છે ના. PMFBY 13 જાન્યુઆરી 2016 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ખેડૂતો પર પ્રીમિયમનો બોજ ઘટાડવાનો હતો જેઓ તેમની ખેતી માટે લોન લે છે. આ ઉપરાંત ખરાબ હવામાનના કારણે નાશ પામેલા પાકનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આસામ જેવા ઘણા રાજ્યોમાં હાથી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નીલગાય પાક માટે આતંક બની જાય છે. આવી જ રીતે ગુજરાતમાં જંગલી ડુક્કરનો ખતરો હોય છે. પરંતુ PMFBY હેઠળ જંગલી પ્રાણીઓ આવરી લેવામાં આવતા નથી.જણાવી દઈએ કે પ્રાણિઓના કારણે નાશ પામેલ પાક ઉપર પણ વળતર મળે, તેના માટે ઘણા રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગણી કરી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને શું- શું લાભ મળે છે.

આ યોજના હેઠળ, ખેડૂતોને અનાજ, તેલીબિયાં, કઠોળ, કપાસ, શેરડી અને બાગાયતી પાકો સહિત કેટલાક અન્ય પાકો માટે વીમા કવચ આપવામાં આવે છે. PMFBY હેઠળ આવરી લેવાયેલા ચોક્કસ પાકો જે રાજ્યમાં પોલિસી લેવામાં આવી રહ્યા છે તેના આધારે બદલાઈ શકે છે, કારણ કે અન્ય પાકો પણ વિવિધ રાજ્યોમાં વધુ પ્રચલિત હોઈ શકે છે.

PMFBY હેઠળ, ખેડૂતોને દુષ્કાળ, પૂર, ચક્રવાત અને જીવાતો અને રોગો જેવી કુદરતી આફતો સહિત અમુક જોખમોને લીધે પાક નિષ્ફળતા સામે વીમો આપવામાં આવે છે. PMFBY દ્વારા આપવામાં આવેલ વીમા કવરેજ પાકની સરેરાશ ઉપજ પર આધારિત છે, જે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ક્રોપ-કટીંગ પ્રયોગો (CCE) ની સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે.

સરકાર આપે છે સબસિડી

વીમાની રકમની ગણતરી પાકની સરેરાશ ઉપજને ખેતીના વિસ્તાર અને પાકની લઘુત્તમ સમર્થન કિંમત (MSP) દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવે છે. PMFBY હેઠળ વીમા કવરેજ માટેના પ્રીમિયમની ગણતરી પાકના પ્રકાર અને તે જે વિસ્તારમાં થાય છે તેના આધારે સ્લાઇડિંગ સ્કેલ પર કરવામાં આવે છે. સરકાર નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રીમિયમનો એક ભાગ સબસિડી આપે છે, બાકીની રકમ ખેડૂતો પોતે ચૂકવે છે. સરકાર ઉત્તર-પૂર્વના રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે પણ સમગ્ર પ્રીમિયમ ચૂકવે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More