Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ગુજરાતમાં ફરી વધ્યું ઉનાળાનું જોર, હવામાન વિભાગે જાહેર કર્યો ‘યેલો એલર્ટ’

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિતેલા દિવસોમાં વરસાદ થવા પછી હવે ફરીથી ઉનાળાનું જોર વધી રહ્યું છે. રાજ્યના 10 થી વધું શહેરોમાં લોકોએ તડકામા બાહર નીકળવાથી પણ ગભરાઈ રહ્યા છે. કેમ કે ગરમીના કારણે માથાના દુખાવો અને બેભાન થવાના કેસમાં વધારો જોવા મળી રહ્યું છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ગરમીના કારણે બેભાન થવાના કેસમાં વધારો
ગરમીના કારણે બેભાન થવાના કેસમાં વધારો

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિતેલા દિવસોમાં વરસાદ થવા પછી હવે ફરીથી ઉનાળાનું જોર વધી રહ્યું છે. રાજ્યના 10 થી વધું શહેરોમાં લોકોએ તડકામા બાહર નીકળવાથી પણ ગભરાઈ રહ્યા છે. કેમ કે ગરમીના કારણે માથાના દુખાવો અને બેભાન થવાના કેસમાં વધારો જોવા મળી રહ્યું છે. આ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યાં અમદાવાદમાં તાપમાન 41,3 ડિગ્રી નોંધાયું છે તો ડાંગમાં એજ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં મંગળવારે તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, જો કે આજે વઘી ગયું છે. ગરમીના પારો ચઢવાના લીધે હવામાન વિભાગે રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરી દીઘું છે અને લોકોને વગર કોઈ કામના ઘરેથી બાહર જવાની ન પાડી છે. અને જો જવું પડે તો પાણી કે પછી કોઈ પીણું પદ્દાર્થ પોતાના સાથે લઈને ઘરેથી બાહર નીકળવાની સલાહ આપી છે.  

તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધું

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. વિભાગ મુજબ અત્યારે તો અડદો એપ્રિલ વીત્યો છે, ત્યારે લોકોને અંગ દઝાડતી ગરમીથી હેરાન થવું પડી રહ્યો છે. હજુ તો આખું મે અને જૂન બાકી છે. પરંતું તેના વચ્ચે એક રાહતનો સમાચાર પણ છે. વાત જાણો એમ છે કે આવતા બે- ત્રણ દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે છે. ત્યારે તામપમાન 36 થી 39 ડિગ્રીના મધ્ય નોંધાઈ શકે છે.આ પછી 22 એપ્રિલ બાદ ગરમીનું જોર ફરી વધવા લાગશે.

રાત્રિના સમય પણ અનુભવાઈ રહી છે ગરમી

આમ તો રાત્રિના સમય થોડું ઠંડક અનુભવાય છે. પરંતુ ગઈ કાલથી રાત્રિના સમયમાં પણ ગરમી અનુભવાઈ રહી છે. જણાવી દઈએ અમદાવાદમાં વર્ષ 2014 ના એપ્રિલમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવ્યો હતો. ત્યાર પછી આ વર્ષે ગરમીનું તાપમાન 43 ડિગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે.  ગરમીના કારણે રાજ્યમાં બેભાન થવાના, માથામાં દુઃખાવો થવો જેવા ગરમીને લગતી સમસ્યાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: હવે ઘરે બનાવો સૌથી મોંઘા પાણી..સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયાદાકારક

લોકસભાના મતદાન પર થઈ શકે છે અસર

ગુજરાતમાં જેવી રીતે ગરમીનું જોર વધી રહ્યું છે. તેથી ચૂંટણી અને મતદાન પર પણ અસર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. જો આવી રીતે ગરમીનું જોર વધશે તો મતદાન ઓછા થવાની શક્યતા છે. કેમ કે લોકોએ ક તો પછી સવારે 10 વાગ્યાથી પહેલા મતદાન કરશે ક તો પછી સાંજે 4 વાગ્યા પછી. 11થી 3 વાગ્યાના સમયમાં મતદાન કરવા ઘણા ઓછા લોકોએ ઘરેથી બાહર નીકળશે તેવા એંઘાણા દેખાઈ રહ્યા છે. આથી મતદાન ઓછા થવાની શક્યતા સેવાઈ રહી છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More