Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીને વટાવ્યો, નિષ્ણાતોએ આપી ગુજરાતીઓને ચેતવણી

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોના અંગ દાઝી રહ્યા છે. આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલ આગામી આગાહી મુજબ ગુજરાતમાં આ વર્ષે ઉનાળા પોતાના વિતેલા રેકોર્ડ તોડી પાડ્યો છે. રાજ્યમાં તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયું છે. જો કે અત્યાર સુધીનું સૌથી વધું તાપમાન છે

Amansinh Jadeja
Amansinh Jadeja
કાળઝાળ ઉનાળાથી લોકોના અંગ દાઝી રહ્યો છે
કાળઝાળ ઉનાળાથી લોકોના અંગ દાઝી રહ્યો છે

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોના અંગ દાઝી રહ્યા છે. આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલ આગામી આગાહી મુજબ ગુજરાતમાં આ વર્ષે ઉનાળા પોતાના વિતેલા રેકોર્ડ તોડી પાડ્યો છે. રાજ્યમાં તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયું છે. જો કે અત્યાર સુધીનું સૌથી વધું તાપમાન છે. આઈએમડીના જણવ્યા મુજબ ગુજરાતના અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. વલસાડ, સુરેન્દ્રનગર, મહુવામાં ઉનાળાનું તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતિઓને કાળઝાળ ઉનાળાથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. પરંતુ હવામાન વિભાગે તે પણ કહ્યું છે કે સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળ છવાયેલા રહેશે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલ તાપમાન

ગુજરાતના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં ઉનાળાનું તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, મહુવામાં 43.3 ડિગ્રી, કેશોદમાં 42.6 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.2 ડિગ્રી, વી.વી. શહેરમાં 41.5 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 41.6 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતિઓને નિષ્ણાતો આપી રહ્યા છે ચેતવણી

ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને સિનિયર ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ ચેતવણી આપતા જણાવ્યું કે જે પ્રમાણે ગરમી વધી રહી છે, તેથી લોકોએ કામ ન હોય ત્યાં સુધી બપોરે બહાર જવાનું ટાળવું જોઈએ. વ્યક્તિએ વધુમાં વઘું પાણી પીવું જોઈએ, લીંબુનો રસ, દહીં, છાશ, લસ્સી, ફળોના રસનું સેવન કરવું જોઈએ. માથાનો દુખાવો, ઉલ્ટી, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાટ જેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમારે બપોરના સમયે તડકામાં બહાર જવાનું હોય તો સનસ્ક્રીન, છત્રી, કેપ અને આખા શરીરને ઢાંકી દે તેવા કપડાં પહેરવા યોગ્ય રહેશે.

આ પણ વાંચો: ગુજરાતની દીકરીઓ માટે મામા થયા સીએમ, હવે ગુજરાત સરકાર ભરશે મામેરૂ

મુંબઈમાં ઉનાળો 15 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો

બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 2009 પછી મહાનગરમાં એપ્રિલમાં સૌથી ગરમ દિવસ બની ગયો હતો. 16 એપ્રિલના રોજ, સાંતાક્રુઝ સ્થિત વેધશાળા (મુંબઈના ઉપનગરોના પ્રતિનિધિ)એ મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, એમ આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું. કોલાબા વેધશાળા (દક્ષિણ મુંબઈ) ખાતે પારો 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. IMD મુંબઈના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે, અમારી સાંતાક્રુઝ સ્થિત વેધશાળામાં ગઈકાલે (મંગળવારે) 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 14 વર્ષમાં (એપ્રિલમાં) સૌથી વધુ તાપમાન હતું. તેમણે જણાવ્યું કે 2 એપ્રિલ 2009ના રોજ મહાનગરનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Share your comments

Subscribe Magazine

More on weather

More