Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતમાં MFOI VVIF, ખેડૂત ભારત યાત્રાએ પૂર્ણ કર્યો 19 દિવસ, આટલા ગામોના ખેડૂતો સુધી પહોંચી

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. તેથી જ મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ' 2023 ની ભવ્ય સફળતા પછી, સંસ્થાએ હવે સમગ્ર દેશમાં ખેડૂતો સાથે જોડાવા માટે 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' શરૂ કરી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગુજરાતમાં ખેડૂત ભારત યાત્રાને 19 દિવસ પૂર્ણ
ગુજરાતમાં ખેડૂત ભારત યાત્રાને 19 દિવસ પૂર્ણ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. તેથી જ મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ' 2023 ની ભવ્ય સફળતા પછી, સંસ્થાએ હવે સમગ્ર દેશમાં ખેડૂતો સાથે જોડાવા માટે 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' શરૂ કરી હતી. જો કે અત્યારે ગુજરાતમાં સતત પ્રગતિશીલ ખેડૂતો સુધી પહોંચી વળવા અને નાના તેમ જ સીમાંત ખેડૂતોની સમસ્યાને જાણવા માટે આગળ વધી રહી છે. એજ સંદર્ભમાં 11 એપ્રિલથી 2024 શરૂ થઈ ખેડૂત ભારત યાત્રાએ આજે ગુજરાતમાં પોતાના 19 દિવસ પૂર્ણ કરી લીઘું છે. આ 19 દિવસમાં યાત્રાએ ગુજરાતના 11 જિલ્લાઓ 34 ગામો અને 21થી વધુ એફપીઓ પાસે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ('MFOI, VVIF કિસાન ભારત યાત્રા') એ ગુરુવાર 11 એપ્રિલ 2024 થી ગુજરાતમાં તેની યાત્રા શરૂ કરી છે. જો કે, 29મી મે 2024 સુધી, તેઓ રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરવા અને કેવી રીતે આપણે કૃષિમાં પરિવર્તન લાવી શકીએ અને તેને રોજગારની વધુ સારી તક બનાવી શકીએ તે અંગે ચર્ચા કરવા સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ સાથે તેઓ રાજ્યના ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે.

સુરતથી થઈ હતી શરૂઆત
સુરતથી થઈ હતી શરૂઆત

યાત્રાની શરૂઆત થઈ હતી સુરતથી

કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાની શરૂઆત ગુરૂવારે 11 એપ્રિલથી સૂરતથી થઈ ગઈ હતી.સુરતમાં ખેડૂત ભારત યાત્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યૂનિવર્સિટી સૂરત ખાતે પહોંચી હતી અને ત્યાં ખેડૂતોની સમસ્યાઓ જાણવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું. તેમ જ કૃષિ વૈજ્ઞાનિકો સાથે પણ ખેડૂતોની સમસ્યા અને ગુજરાતમાં ખેતીના વિકાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતની નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક સુનિલ.જે. ત્રિવેદી અને ડૉ. આરકે પટેલ સાથે જિલ્લામાં ખેડૂતોની સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન સૂરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત જસવંતસિંહ હરિસિંહ ચૌહાન, કીર્તિભાઈ, રતિલાલ પટેલ, સુભાષ સુરતી, સંકટ સૂરતવાળા અને ભક્તિ પાંચાલ હાજર રહ્યા હતા

બીજો સ્ટોપ બન્યો તાપી
બીજો સ્ટોપ બન્યો તાપી

બીજા અને ત્રીજા દિવસે પહોંચી હતી તાપી અને વ્યારા

કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ, ખેડૂત ભારત યાત્રા ગઈ કાલે સુરતમાં પોતાની યાત્રા પૂર્ણ કરીને શુક્રવારે 12 એપ્રિલે તાપી પહોંચી હતી. જ્યાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકા હેઠળ આવેલ ઉકાઈધામ પહોંચી હતી. અને ત્યાંના ખેડૂતોની સમસ્યાઓ જાણવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું. તેમ જ પ્રગતિશીલ ખેડૂત અમનસિંહ પાટિલ અને છોટું મડામિકના ઓર્ગેનિક ખેતીમાં કરેલ તેમના કામના લીધે તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તાપી જિલ્લાની વ્યારા તાલુકામાં પ્રગતિશીલ ખેડૂતો ઋષિકેશભાઈ ચૌધરી અને હેમંત તરસોડિયા સાથે મુલકાત કરી હતી. પછી ખેડૂત ભારત યાત્રા વ્યારા APMC Market Yard પહોંચી હતી. જ્યાં ભીંડાના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રયોજિત MFOI, VVIF વિશે સંપૂર્ણ માહિતીથી અવગત કરવામાં આવ્યા.

તાપી પછી ભરૂચ
તાપી પછી ભરૂચ

ભરૂચના ખેડૂતોએ ગાય આધારિત ખેતીને ગણાવ્યું હતું ગુજરાતના ભવિષ્ય

કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા શનિવારે 13 એપ્રિલના રોજ ભરૂચ પહોંચી હતી. જ્યાં ભારત કિસાન યાત્રાનું ભરુચ, હાંસોટ FPO પશુપતિ ફાર્મર પ્રોડ્યૂસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પશુપતિ FPO અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમસ્યાઓ વિશે પોતાનો વકતવ્ય રજુ કર્યો હતો. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોના બહુમાન કરવામાં આવ્યા હતા તથા તેમના હસ્તે બીજા ખેડૂતોને પણ સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા આત્મા ફાર્મર પ્રોડયૂસર ધર્મેશભાઈ પટેલે નિવેદન આપતા કહ્યુ હતુ કે આત્મા પ્રોજેક્ટનો હેતુ રાજ્યમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પર ભાર મુકવાનું છે અને વધુથી વધુ ખેડૂતોએ ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી તરફ વળે એજ અમે ઇચ્છીએ છીએ.

ભરૂચ પછી વડોદરા બન્યો નવા પડાવ

ગુજરતાના પ્રોગ્રેસિલ ખેડૂતનું બહુમાન કરવા માટે સતત આગળ વધી રહેલી એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ભરૂચ પછી રવિવારે 14 એપ્રિલના રોજ વડોદરાના કરજણ પહોંચી હતી. જ્યાં ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. કરજણ ખાતે ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પ્રોગ્રેસિવ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડોદરાના કરજણ ખાતે પ્રોગ્રેસિવ ખેડૂતોનું બહુમાન અને ખેડૂતોને MFOI, VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવા પછી. એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાના બીજો સ્ટોપ સિનોર તાલુકા ખાતે આવેલ બાવલીયા ગામ બન્યો હતો. જ્યાના ખેડૂતોને VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

વડોદરામાં ખેડૂત ભારચ યાત્રા
વડોદરામાં ખેડૂત ભારચ યાત્રા

ત્યાંથી ખેડૂત ભારત યાત્રાએ વડોદરના છાણી ગામે પહોંચી હતી જ્યાં R.C AMIN ENTERPRISE ના માલિક આર. સી અમીને યાત્રા સાથે જોડાયા અને ખેડૂતો માટે થઈ રહેલી આ યાત્રાને આવકાર્યો હતો. આ દરમિયાન તેમને ઓર્ગેનિક ખેતી ઉપર ભાર મુક્યો હતો અને વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના ગુજરાતને ઓર્ગેનિક ખેતી કરનાર પહેલા પ્રદેશ તરીકે ઉભા કરનાર સુપનાને આપણે બધા જ ભેગા મળીને જ સંપૂર્ણ કરાવવાનું છે એવું તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ખેડૂતોનું થયું બહુમાન
અમદાવાદના ખેડૂતોનું થયું બહુમાન

વડોદરા પછી યાત્રા પહોંચી હતી અમદાવાદ

વડોદરામાં ખેડૂતોનું બહુમાન અને ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કર્યા પછી સોમવારે 15 એપ્રિલના રોજ એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા અમદાવાદ પહોંચી હતી. અમદાવાદમાં ખેડૂત ભારત યાત્રાનું સ્ટોપેજ FPO વાર્મ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર બન્યું હતું. જણાવી દઈએ, એફપીઓ અમદાવાદ જિલ્લાના માંડલ વિંઝુવાડા ગામ ખાતે આવેલ છે. ખેડૂત ભારત યાત્રાને આવકાર્યા માટે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમના થકી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માડલ ગામના બધા ખેડૂતોને MFOI VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી ગામના દરેક પ્રોગ્રેસિવ ખેડૂતને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના ચોટિલા અને થાનગઢમાં ભવ્ય સ્વાગત
સુરેન્દ્રનગરના ચોટિલા અને થાનગઢમાં ભવ્ય સ્વાગત

સુરેન્દ્રનગરના થાનગઢ અને ચોટિલા બન્યો હતો બીજો સ્ટોપ

બુધવારે 17 એપ્રિલના રોજ કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવેલ ખાખરાથળ ગામ પહોંચી. જ્યાં વાસુકિ દાદા ફાર્મર પ્રોડ્યૂસર સુરેશ ભાઈના એફપીઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ખાખરાથળ ગામ માં કેન્દ્ર સરકાર પુરુસ્કૃત યોજના જેમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા તેના અંતર્ગત મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ પછી યાત્રાનું જિલ્લાની બીજી તાલુકા ચોટિલામાં ટીમરૂ ફાર્મર પ્રોડ્યૂસર, ડાભી નટવર ભાઈ #FPO દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચોંટીલામાં કેન્દ્ર સરકાર પુરુસ્કૃત યોજના જેમાં 700 ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન આપી અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં પણ ખેજૂતોને ડિસેમ્બર 2024 માં થનાર #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર પછી આવ્યો રાજકોટનું નંબર

ખેડૂતો સુધી પહોંચી વળવા અને તેમની સમસ્યાઓ સાંભળીને તેનું ઉકેલ શક્ય હોય તો ખેડૂતોને જણાવતી કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવઆઈએફ ખેડૂત ભારત સુરેન્દ્રગરના પોતાનું સફર પતાવીને રાજકોટ તરફ વળી હતી. શનિવારે 20 એપ્રિલના રોજ એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા ખાતે આવેલ રાવકી ગામે પહોંચી હતી. જ્યાં લોધીકા ફાર્મર પ્રોડ્યુસર નામથી સંચાલિત એફપીઓના સીઈઓ કૌશિકભાઈ પટેલ અને ચેરમેન કૃષ્ણસિંહ જાડેજા તેમ જ 300થી વધુ ખેડૂત ઉત્પદાક સંગઠનોના વડા અને મોટી સંખ્યામાં ખેડૂતોએ યાત્રાનું ગામમાં ભવ્ય સ્વાગત કર્યો હતો. વધુ માહિતી માટે જણાવી દઈએ યાત્રા દરમિયાન ગામના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવ્યા હતા.  સોમવારે 22 એપ્રિલના રોજ આવી પહોંચી છે રાજકોટના ગોંડલ તાલુકા ખાતે આવેલ ગીર ગૌ જતન સંસ્થાનમાં. જ્યા યાત્રાનું સ્વાગત ગીર ગૌ જતન સંસ્થાનના સંસ્થાપક રમેશભાઇ તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રાના ઉદ્દેશ્ય મુજબ ખેડૂતોને થઈ રહેલી સમસ્યાઓના ઉકેલ શું થઈ શકે છે, તે વિષય ઉપર રમેશભાઇ તેમ જ બીજા પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરીને અમારા રિપોર્ટર હર્ષભાઇ રાઠોડે વાત કરીને જાણવાનું પ્રયાસ કર્યો હતો

માવડી
માવડી

રવિવારે 21 એપ્રિલના રોજ ખેડૂત ભારત યાત્રા રાજકોટના માવડી ગામે પહોંચી. જ્યાં ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારવા માટે સતત કામ કરી રહેલા પુષ્પવાટિકા ફાર્મ અને પ્રશાંત કાસ્ટિંગ કંપનીના ફાઉંન્ડર તથા ગૌ ભક્ત ભરતભાઇ પરસાણાએ ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો.ત્યાં ખેડૂતોની સમસ્યાનું ઉકેલ શું છે અને ગુજરાતના ખેડૂતોએ ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે પોતાની આવકમાં વધારો કરી શકે છે, તેના વિષય પર ગૌ ભક્ત ભરતભાઇ પરસાણા સાથે ચર્ચા કરવામાં આવી હતી.

જામનગર
જામનગર

જામનગરમાં યાત્રાની ધૂમ

ખેડૂત ભારત યાત્રા રાજકોટ પછી મંગળવારે 23 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકા ખાતે આવેલ દેવભૂમિ દ્વારાકા ફાર્મરના નામથી બનાવામાં આવેલ એફપીઓમાં પહોંચી હતી. જ્યાં એફપીઓના વડા અને પ્રગતિશીલ ખેડૂત નવીનભાઈએ એફપીઓના કાર્મચારી અને બીજા ખેડૂતોના સાથે ભેગા મળીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો હતો. આ દરમિયાન એફપીઓના વડા નવીભાઈએ ખેડૂતોને થતી સમસ્યાઓ ઉપર વાત કરી હતી. જણાવી દઈએ દેવભૂમિ દ્વારાકા ફાર્મર ઓર્ગનિક ચીજ-વસ્તુ બનાવીને તેનો પોતે જ તેનો વેચાણ કરે છે. એજ દિવસે યાત્રાએ જામનગરના જ ઠેબા ગામે પહોંચી હતી. જ્યાં ઠેબા ફાર્મર પ્રોડ્યૂસર કંપીનીના ડાયરેક્ટર બાબુભાઈ તેમજ કંપનીના ચેરમેન પરાગભાઈએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો હતો. આ દરમિયાન કૃષિ જાગરણએ ખેડૂતોની સમસ્યાઓ ઉપર ચર્ચા કર્યો હતો. અમને જિલ્લાના લીબુંડા તાલુકા ખાતે આવેલ જોડિયા ગામમાં સરકાર પ્રત્યે નારાજગી પણ જોવા મળી હતી

મોરબી
મોરબી

મોરબી જિલ્લામાં થયુ ભવ્ય સ્વાગત

મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે આવેલ ગામ હળવદમાં પ્રગતિશીલ ખેડૂત ચિનુભાઈ પટેલ સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતોએ અમારી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો હતો. ત્યારે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત ચિનુભાઈ પટેલે જણાવ્યું, મારા પ્રોગ્રેસિવ ખેડૂત બનાવાનું કારણ સજીવ ખેતી છે. તેમણે જણાવ્યું કે હું દરેક ખેડૂતને સજીવ ખેતી તરફ સંપૂર્ણ રીતે આગળ વળવા માટે વિનંતી કરું છું, જેથી તેઓ પણ મારી જેમ પ્રગતિશીલ ખેડૂત બની શકે. આ દરમિયાન તેમને વર્મી કંપોસ્ટ બનાવવાની વિધી પણ અમને જણાવી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે આવેલ કડિયાણા ગામે, જ્યા પ્રગતિશીલ ખેડૂત અશોકસિંહ જાડેજા દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ જાડેજાએ પ્રાકૃતિક ખેતીના વખાણ કરતા જણાવ્યું કે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી થકી રાસાયણિક ખેતી કરતા વધુ નફો મેળવી શકે છે. ઓર્ગેનિક ખેતી તેમને સારો નફો આપે છે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા બન્યો નેક્સ્ટ સ્ટોપ

ખેડૂત ભારત યાત્રા સોમવારે 29 એપ્રીલના રોજ બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકા ખાતે આવેલ ગેલા ગામે પહોંચી હતી. જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને ડીએલપી ફાર્મર પ્રોડ્યૂસર કંપનીના (એફપીઓ) ના ડાયરેક્ટર ચૌધરી લક્ષમણભાઈ અને બીજા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લક્ષમણભાઈએ પ્રાકૃતિક રીતે ખેતી કરીને તે કેવી રીતે પોતાની જાતને પ્રગતિશીલ ખેડૂત બનાવ્યો તેના વિશે તેમને અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડને જણાવ્યુ. તેમ જ તેમણે SPNF પદ્ધતિથી ખાતર બનાવવાની રીત પણ અમને જણાવી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More