Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગે રાજ્યના મૌસમનું મિઝાજ જણાવ્યું છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં શિયાળું પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ઠંડી ધીમે ધીમે ઓછી થવા માંડી છે. સમગ્ર રાજ્યમાં આજના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી રહેશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
આઈએમડીની આગાહી મુજબ રાજ્યમાં થશે ગાજવીજ સાથે વરસાદ
આઈએમડીની આગાહી મુજબ રાજ્યમાં થશે ગાજવીજ સાથે વરસાદ

વામાન વિભાગે રાજ્યના મૌસમનું મિઝાજ જણાવ્યું છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં શિયાળું પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ઠંડી ધીમે ધીમે ઓછી થવા માંડી છે. સમગ્ર રાજ્યમાં આજના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ઉત્તર ભારતના પણ ઘણા રાજ્યોમાં હાલ હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. જેના ગુજરાતમાં ઠંડીનું જોર ધટવા લાગ્યો અને 9 વાગ્યા પછી આટલો તડકો થઈ જાય છે. જેથી ગર્મીનો અનુભવ થાય છે.  

વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ 19 થી 21 ફેબ્રુઆરીની વચ્ચે દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેના કારણ વરા ફરીથી ઠંડીનું જોર વધી શકે છે. દેશના જે રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. તેમા હિમાચલ પ્રદેશ, દિલ્લી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, સિક્કિમ, બિહાર, ઝારખંડના અલગ-અલગ સ્થળોનું સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદ પડી શકે છે.  

આ રાજ્યોમાં વરસાદને લીધે યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગએ વરસાદને લઈને હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ-કાશમીરમાં યલો એલર્ટ જારી કર્યો છે. જ્યાં 18 ફેબ્રુઆરીથી ગાજવીજ સાથે મધ્યમથી અતિભારે વરસદાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ઉત્તર ભારત સમેત પશ્ચિમ ભારતના પણ કેટલાક વિસ્તારોના વાતાવરણ માં ઠંડી પસરી જશે.

મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના

17 થી 21 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 18-21 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરીએ બિહાર અને ઝારખંડના અલગ-અલગ ભાગોમાં અને 15 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

જો આપણે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો શિયાળા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં છે. જણાવી દઈએ કે હજું સુઘી 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે.

Related Topics

Thunder strom Weather Gujarat IMD

Share your comments

Subscribe Magazine

More on weather

More