Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

આગામી દિવસોમાં રાજ્યમાં પડ઼શે ગાત્રો થીજવતી ઠંડી

આજના હવામાન વિશે જણાવતા હવામામ નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે. સાથે જ આગામી અઠવાડિયા ક તો પછી 2-3 દિવસોમાં ઠંડીનું બીજો રાઉંડ શરૂ થવાની શક્યતા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગાત્રો થીજવતી ઠંડીની આગાહી (સૌજન્ય: અટલ સમાચાર)
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગાત્રો થીજવતી ઠંડીની આગાહી (સૌજન્ય: અટલ સમાચાર)

આજના હવામાન વિશે જણાવતા હવામામ નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે. સાથે જ આગામી અઠવાડિયા ક તો પછી 2-3 દિવસોમાં ઠંડીનું બીજો રાઉંડ શરૂ થવાની  શક્યતા છે. ઉત્તરના સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. નોંધણીય છે કે ચાલૂ વર્ષમાં શિયાળો હુફાળો રહ્યા પછી પણ જાન્યુઆરીમાં ઠંડી જામી રહી છે. પરંતુ તેનું પ્રમાણ ગત વર્ષની સરખામણીએ ઓછું છે. જોવા જઈએ તો રાત અને દિવસના સમય ઠંડીનું રોદ્ર રૂપ જોવા મળે છે પરંતુ બપોરના સમય તડકો રહે છે.

પર્વતિય ક્ષેત્રમાં હિમવર્ષાના કારણે ઠંડીનું ચમકારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતના પર્વતિય ક્ષેત્રોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણ હિમવર્ષા થઈ રહી છે. જેના  કરાણે ત્યા ફુંકાઈ રહેલી ઠંડી પવન રાજ્સ્થાન, ગુજરાત, મઘ્ય પ્રદેશમાં આવી રહી છે. આથી ઠંડીમાં વઘારો જોવા મળી રહી છે. એમ તો ફેબુઆરીમાં ગુલાબી ઠંડી આવી જાય છે પરંતુ દેશના ઉત્તર ભાગોમાં થતી દિમવર્ષાના કારણે ઠંડી ઓછી થવાની શક્યાતા નથી. જોકે આ વચ્ચે 20 થી 22 જાન્યુઆરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.

અંબાલાલ પટેલ જણાવે છે કે વાદળછાયું વાતાવરણના કારણે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.તેમણે આગળ જણાવ્યું કે, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. આ સાથે ઠંડીની અસર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ભાગોમાં ફણ જોવા મળી શકે છે.

ગાત્રો થીજવતી ઠંડી અનુભવાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાલનપુર, દાંતીવાડા, કચ્છ સહિતના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી કે તેની નીચે જઈ શકે છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 11-12 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે.જેમાં તારીખ 24-25 દરમિયાન લધુત્તમ તાપમાનનો પારો ગગડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી અનુભવાઈ શકે છે જેમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી પણ જઈ શકે છે. આ ગાળામાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર સહિતના ભાગોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, હળવદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ 24-25 તારીખ દરમિયાન આકરી ઠંડી પડવાની શક્યતાઓ છે.

Related Topics

Weather Winter Gujarat Rain

Share your comments

Subscribe Magazine

More on weather

More